Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફાઈ પર માઠી અસર:ડીઝલ ખૂટી પડતાં પાલિકાના 436 વાહનોના પૈડાં થંભ્યા, કચરો, ગટર-પાણીની સેવાઓ અસરગ્રસ્ત

    11 hours ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની અસર વડોદરા પાલિકા પર જોવા મળી છે. પાલિકાના વાહનોને ડિઝલ પૂરું પાડતા વ્હિકલ પુલના પેટ્રોલ પંપ પર ડિઝલ ખલાસ થઈ જતાં તંત્રમાં દોડધામ મચી છે. મંગળવારે બપોરથી ડિઝલ ખૂટતાં પાલિકાના જેસીબી, ડમ્પરો અને અન્ય ટેકનિકલ વાહનો મળી 436 વાહનોના પૈડાં થંભી જતાં શહેરના ડ્રેનેજ, પાણી પુરવઠા અને સફાઈની કામગીરી પર માઠી અસર પડી છે. યુદ્ધને કારણે ઇન્ટરનેશનલ માર્કેટ અને સપ્લાયના કારણે ડિઝલ જરૂરિયાત કરતા ઓછું મળી રહ્યું છે. પાલિકાના વાહનોનો રોજનો વપરાશ 4500 લિટર છે. તેવામાં મંગળવારે બપોરે સ્ટોક પૂર્ણ થઈ જતાં પંપ બંધ કરવાની નોબત આવી હતી. પરિણામે ફિલ્ડમાંથી વાહનો પરત ફર્યા હતા. વાહનો અટકી જતાં કચરાની સફાઇ અને ડ્રેનેજ લાઇનની સફાઇ અટકી હતી. જોકે બુધવારે ટેન્કર આવતાં રાહત થઈ હતી. ડીઝલ ન હોવાના કારણે શું અસર થઈ ? સંગ્રહ શક્તિ હોવા છતાં અછત કેમ? વ્હિકલ પુલ ખાતે ડિઝલ સંગ્રહ કરવા માટે 20 KL (કિલો લિટર)ની ક્ષમતા ધરાવતી બે ટેન્ક આવેલી છે. પાલિકાની રોજની 4500 લિટર ડિઝલની ખપત છે. આટલી મોટી સ્ટોરેજ ક્ષમતા હોવા છતાં કંપની દ્વારા પૂરતો જથ્થો ન ફાળવવામાં આવતા વહીવટી તંત્રની આયોજનબદ્ધ કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    ઉમેદવારોએ રોજે રોજ ખર્ચની વિગત આપવી પડશે:ઉમેદવારો યુપીઆઈ મારફતે પેમેન્ટ કરે તે પણ ચૂંટણી ખર્ચમાં જ ગણાશે
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:ભાજપના મિશન 76 સામે કોંગ્રેસનું ‘વડોદરા બચાવો’ મિશન, એકબીજાને પછાડવા બન્નેની રણનીતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment