Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરીના બનાવો અટક્યા‎:અંડરગ્રાઉન્ડ વીજલાઈનથી 76 હજાર‎ પરિવારને વીજકાપમાંથી મુક્તિ મળી‎

    1 day ago

    પાટણમાં રૂ. 150 કરોડના અંદાજિત ખર્ચે મુખ્ય 15 ફીટરમાં અંડરગ્રાઉન્ડ વીજ લાઈન કામગીરી પૂર્ણ થતાં 76 હજારથી વધુ ગ્રાહકોને કાયમી વીજ કાપમાંથી મુક્તિ મળી છે. રીંગ મેઇન યુનિટ ટેકનોલોજી અને 50 વર્ષની જરૂરિયાત મુજબના કેબલથી ચોમાસામાં પણ અવિરત પાવર સપ્લાય મળતાં સ્થાનિકો સુરક્ષિતતા અનુભવી રહ્યા છે. પાટણ શહેરને સ્માર્ટ અને વીજ સુવિધાસભર બનાવવાના ભાગરૂપે હાથ ધરાયેલ રૂ. 150 કરોડનો 200 કિલોમીટર અંડરગ્રાઉન્ડ વીજ કેબલિંગ પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે પહોંચ્યો છે. શહેરના મુખ્ય 15 ફીટરમાં હાથ ધરાયેલી આ કામગીરી પૂર્ણ થતાં જ પાટણના 76,000થી વધુ વીજ ગ્રાહકોને વારંવાર થતા લાઈટ કાપ અને વીજ ધાંધિયામાંથી કાયમી મુક્તિ મળી છે. આ અધ્યતન અંડરગ્રાઉન્ડ સિસ્ટમથી ચોમાસામાં વૃક્ષો કે પક્ષીઓના કારણે ઓવરહેડ લાઈનમાં થતા ફોલ્ટ નિવારી શકાયા છે અને જાહેર જનતા માટે પણ સુરક્ષા વધારી શકાઈ છે. ચોમાસામાં પાવર કટ વગર સુરક્ષાનો અનુભવ કરતા સ્થાનિકો અંડરગ્રાઉન્ડ વીજ લાઈન થવાથી માત્ર વીજ પુરવઠો જ જળવાઈ રહ્યો નથી પરંતુ સુરક્ષામાં પણ વધારો થયો છે. પદ્મનાભ ચોકડી વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશ રવિભાઈ પ્રજાપતિએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ જોડાણ થવાથી આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ વચ્ચે પણ એક પણ વાર લાઈટ જવાનો પ્રશ્ન ઊભો થયો નથી. ચોમાસાની અંધારી રાતોમાં પણ ઘરમાં સતત લાઈટ રહેવાથી પરિવાર સુરક્ષિત અનુભવે છે. પહેલા લાઈટ જતી રહેતા ચોરીના બનાવો બનતા હતા, પરંતુ આ ચોમાસા દરમિયાન વીજળી સતત ચાલુ રહેવાના કારણે અમારા વિસ્તારમાં ચોરીનો એક પણ બનાવ નોંધાયો નથી. આગામી 50 વર્ષની જરૂરિયાત ધ્યાને‎ રાખી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ‎ - જીઇબીના અધિકારી જનકભાઈ પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે શહેરમાં નાખવામાં આવેલી અંડરગ્રાઉન્ડ કેબલની સાઈઝ આગામી 50 વર્ષ સુધીની વીજ માંગને પહોંચી વળે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ સમગ્ર સિસ્ટમ રીંગ મેઇન યુનિટ ટેકનોલોજી પર આધારિત છે. જેના કારણે જો ભવિષ્યમાં એક બાજુના કેબલમાં કોઈ ટેકનિકલ ફોલ્ટ થાય, તો બીજી બાજુથી તાત્કાલિક વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી શકાશે. આ ટેકનોલોજીથી કોઈ પણ ફોલ્ટ સમયે સમગ્ર વિસ્તારના બદલે માત્ર ઓછામાં ઓછા ભાગમાં જ વીજ પુરવઠો બંધ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:પાટણમાં શહેરીજનોને રૂ. 4 માં 20 લીટર મિનરલ વોટર મળશે
    Next Article
    US Forces Exit Iraq Amid Rising Fears Of ISIS Resurgence

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment