Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો:મંત્રી કૌશિક વેકરીયાની પ્રેરણાથી 'સફળતાનું સમીકરણ' કાર્યક્રમ સંપન્ન

    1 day ago

    અમરેલીમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે 'સફળતાનું સમીકરણ' શીર્ષક હેઠળ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરીયાની પ્રેરણાથી કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ, અમરેલી દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મંત્રી કૌશિક વેકરીયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના અને મનિષ સિદ્ધપુરા દ્વારા સ્વાગત પ્રવચનથી થઈ હતી. દીપ પ્રાગટ્ય બાદ અગ્રણીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. મંત્રીના અંગત મદદનીશ ભાવેશ ભાલિયાએ કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટનો પરિચય આપ્યો હતો. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણીએ પ્રારંભિક ઉદ્દબોધન કર્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુળ તરવડાથી પધારેલા શાસ્ત્રી હરિસ્મરણ સ્વામી અને શાસ્ત્રી રામકૃષ્ણદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. શીતલ ઇન્ડસ્ટ્રીના એમ.ડી. દિનેશભાઈ ભુવા અને નીલકંઠ જવેલર્સના ઓનર કેતનભાઈ ધોળકિયા પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. કાર્યક્રમના મુખ્ય આકર્ષણરૂપે Red White સંસ્થાના ચિરાગ કાનાણીએ મોટિવેશનલ સ્પીચ આપી હતી, જ્યારે પાર્થ સિયાણી દ્વારા કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અંતમાં પ્રો. જે.એમ. તળાવીયાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમના સફળ આયોજન માટે કાર્યક્રમ સંયોજક મનિષ સિદ્ધપુરા, સહસંયોજક વૈભવ ભુવા (Red White અમરેલી) અને મંત્રીશ્રીના અંગત મદદનીશ ભાવેશ ભાલિયાએ આયોજનાત્મક કામગીરી કરી હતી. આ પ્રસંગે વિદ્યાસભા સ્કૂલના સંચાલક વસંત પેથાણી, વિદ્યાગુરુ સ્કૂલના સંચાલક મેહુલ ધોળકિયા, અંકુર ઠુંમ્મર, અજમેરા સ્કૂલના આચાર્ય કંચનબેન બારૈયા, શિક્ષણવિદ બિપિન જોશી અને આચાર્ય સંઘના પ્રમુખ મુકુંદ મેહતા સહિતના મહાનુભાવો પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વાપી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી:3 દિવસમાં કુલ 329 ફોર્મ ઉપડ્યા, એક પણ ભરાયું નહીં, પક્ષોની 'થોભો અને રાહ જુઓ' નીતિ
    Next Article
    ખડગેના નિવેદનથી ગુજરાતમાં રોષ:વલસાડમાં ભાજપના મૌન ધરણાં, માફીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment