Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી:3 દિવસમાં કુલ 329 ફોર્મ ઉપડ્યા, એક પણ ભરાયું નહીં, પક્ષોની 'થોભો અને રાહ જુઓ' નીતિ

    10 hours ago

    વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આગામી 26મી એપ્રિલે યોજાનારી પ્રથમ સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જોકે, ફોર્મ વિતરણના ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં ચૂંટણી અધિકારીની કચેરીએ હજુ સુધી એક પણ ઉમેદવારે સત્તાવાર રીતે ઉમેદવારી પત્ર જમા કરાવ્યું નથી. રાજકીય પક્ષો 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી રહ્યા છે, જાણે એકબીજાના પત્તા ખુલવાની રાહ જોઈ રહ્યા હોય. કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે આ ચૂંટણી યોજાશે. ચૂંટણી અધિકારી પાસેથી અત્યાર સુધીમાં કુલ 329 ઉમેદવારો ફોર્મ લઈ ગયા છે. જોકે, આમાંથી એક પણ ફોર્મ હજુ સુધી જમા થયું નથી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. ભાજપ વાપી મહાનગરપાલિકા પર કેસરીયો લહેરાવવા સજ્જ છે, જ્યારે કોંગ્રેસે 52 બેઠક પૈકી 1 બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી પણ સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્રણેય પક્ષો આંતરિક વ્યૂહરચનામાં વ્યસ્ત છે, જેના કારણે હજુ સુધી કોઈ પણ પક્ષે પોતાના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. મોવડી મંડળના આદેશ અને વિરોધ પક્ષની ચાલને સમજીને જ ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ ચાલી રહી છે અને બળવાની બીકે પક્ષો છેલ્લી ઘડી સુધી નામો ગુપ્ત રાખી રહ્યા છે. આગામી બે-ત્રણ દિવસમાં જ્યારે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખો નજીક આવશે, ત્યારે કલેક્ટર કચેરીએ ભારે ભીડ અને શક્તિપ્રદર્શનના દ્રશ્યો જોવા મળી શકે છે. વાપીની આ પ્રથમ મહાપાલિકા ચૂંટણી હોવાથી મતદારોમાં પણ ઉત્સાહ સાથે ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે DC vs GT:કેપ્ટન શુભમને ફિફ્ટી ફટકારી, ગુજરાતનો સ્કોર 150ને પાર પહોંચ્યો, સુંદર પણ હાફ સેન્ચુરીની નજીક
    Next Article
    અમરેલીમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો:મંત્રી કૌશિક વેકરીયાની પ્રેરણાથી 'સફળતાનું સમીકરણ' કાર્યક્રમ સંપન્ન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment