Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીવમાં ગાંધીપરા વિસ્તાર પાસે અકસ્માત:છકડો રિક્ષા પલટતા એકનું મોત, અન્ય એક ગંભીર ઇજાગ્રસ્ત; પોલીસ તપાસ શરૂ

    4 days ago

    કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આજે ગાંધીપરા વિસ્તાર પાસે એક છકડો રિક્ષા પલટી જતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉના તાલુકાના ઝાંખરવાડા ગામના રહેવાસી સંજયભાઈ વાસાભાઈ અને લાખાભાઈ, જેઓ દીવના વણાંકબારા વિસ્તારમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ છકડો રિક્ષામાં લઈ ને જઈ રહ્યા હતા. ગાંધીપરા વિસ્તાર પાસેથી પસાર થતી વખતે અચાનક તેમની છકડો રિક્ષા પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં સંજયભાઈ વાસાભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે લાખાભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને ઉનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. દીવ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    19.22 લાખ સાયબર ફ્રોડના પૈસા સગેવગે કરનારા શખસની ધરપકડ:ફ્રોડના પૈસા હોવાની જાણ છતાં બેંકમાં જમા કરાવી અલગ-અલગ રીતે ઉપાડી લીધા, રાજ્યભરમાંથી ફ્રોડની 6 અરજીઓ
    Next Article
    વોર્ડ-12માં ગંદા પાણી મુદ્દે સ્થાનિકોનો હોબાળો:રાજકોટમાં કોંગ્રેસે શાસકોની નિષ્ફળતા ગણાવી વિરોધ કર્યો, ભાજપનાં પૂર્વ મેયરે ઉંદરોને જવાબદાર ગણાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment