Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    19.22 લાખ સાયબર ફ્રોડના પૈસા સગેવગે કરનારા શખસની ધરપકડ:ફ્રોડના પૈસા હોવાની જાણ છતાં બેંકમાં જમા કરાવી અલગ-અલગ રીતે ઉપાડી લીધા, રાજ્યભરમાંથી ફ્રોડની 6 અરજીઓ

    4 days ago

    ભાવનગર શહેરના ભીલવાડા સર્કલ વિસ્તારમાં રહેતા શખસે ફ્રોડના નાણા હોવાનું જાણવા છતા તેના બેંક એકાઉન્ટમાં રૂા.૧૯ લાખ 22 હજાર સાયબર ફ્રોડના નાણા સમયાંતરે UPI, ATM અને ચેક મારફતે ઉપાડી લઈ નાણા સગેવગે કરી નાખ્યા હતા. જે મામલે ઘોઘારોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે પોલીસ મથકમાં 4 માસ પૂર્વે ગુનો દાખલ કરાવ્યો હતો. જે મામલે પોલીસે એક શખસની ધરપકડ કરી લીધી હતી. સાયબર ફ્રોડના પૈસા બેન્કમાં જમા કરાવી અલગ-અલગ રીતે ઉપાડી સગેવગે કરી નાખ્યા આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથેકથી મળતી વિગતો અનુસાર ભાવનગર ઘોઘારોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ વંકાણીએ તા.12/12/2025ના રોજ પોલીસ મથકમાં સરફરાજ હમીદભાઈ લાખાણી (રે. ભીલવાડા સર્કલ, ભાવનગર) સામે ગુનો દાખલ કરાવ્યો હતો કે, સરફરાજે તેના સેંન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા-સરદારનગર શાખાના બેંક એકાઉન્ટમાં પોતાના આર્થિક ફાયદા માટે ગત તા.13.03.2025થી 17.03.2025ના સમયગાળા દરમિયાન તેને જાણકારી હોવા છતા સાયબર ફ્રોડના પૈસા જમા કરાવી તેના એકાઉન્ટમાં ફ્રોડના પૈસા મેળવી જે સાયબર ફ્રોડની કુલ ૨કમ 19,22,000 પોતાના ખાતામાંથી સમયાંતરે યુપીઆઈ, એટીએમ અને ચેક મારફતે મેળવી લઈ ફ્રોડ કરી રકમ સગેવગે કરી નાખી હતી. સાયબર ફ્રોડની 6 અરજી થઈ હતી સમન્વય પોર્ટલમાં મ્યુલ. બેંક એકાઉન્ટની તપાસ દરમિયાન ઉક્ત બેંક એકાઉન્ટમાં નાણા સાયબર ફ્રોડના જમા થયાનું જાણ થતા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં દેશભરના અલગ-અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની 6 અરજી થઈ હતી. જેના રૂા.19,22,000 શખસના બેંક એકાઉન્ટમાં જમા થયાનું ખુલવા પામ્યુ હતું.જે ફરીયાદ અનુસંધાને ઘોઘારોડ પોલીસે BNS એક્ટ 317(2), 317(4), 54, મુજબ ગુનો દાખલ કર્યો હતો. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી સાયબર ફ્રોડના નાણા બેંક ખાતામાં મેળવી ઉપાડી લેનારા સરફરાજ હમીદભાઈ લાખાણી રહે. પાંચ ભીલવાડા સર્કલ ,ભાવનગરની ધરપકડ કરી લીધી હતી. જ્યારે આજરોજ શખસને કોર્ટમાં રજુ કરી 2 દિવસના રિમાન્ડની મેળવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દીવના દગાચી ગામમાં યુકે નિવાસી વૃદ્ધનો મૃતદેહ મળ્યો:પુત્રએ હત્યાની આશંકા વ્યક્ત કરી, તપાસ શરૂ
    Next Article
    દીવમાં ગાંધીપરા વિસ્તાર પાસે અકસ્માત:છકડો રિક્ષા પલટતા એકનું મોત, અન્ય એક ગંભીર ઇજાગ્રસ્ત; પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment