Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં રોડના કામમાં નડતરરૂપ દબાણો દૂર કરાયા:ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચે મહાપાલિકાનું બુલડોઝર ફર્યું

    2 days ago

    મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચે રોડ નિર્માણ કાર્યમાં અવરોધરૂપ દબાણો હટાવવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પાકા અને કાચા બાંધકામો પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા હતા. વિવિધ આસામીઓ દ્વારા રોડની જગ્યામાં બે ફૂટથી લઈને છ ફૂટ સુધી દબાણ કરવામાં આવ્યું હતું, જેને દૂર કરાયું. મચ્છુ કેનાલની બાજુમાં નવા રોડના નિર્માણ માટે આ કામગીરી ચાલી રહી છે. આ રોડના કામમાં અવરોધરૂપ થતા દબાણોને કારણે મહાપાલિકાએ આ પગલું ભર્યું હતું. ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ મોરબીના કોઈપણ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવશે. તેમણે લોકોને સ્વેચ્છાએ સરકારી જમીન પરના દબાણો હટાવવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર:ત્રણ સ્થળોએ ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ
    Next Article
    ગોધરા રાયોટિંગનો મુખ્ય સૂત્રધાર ઝાકીર ઝભા ઝડપાયો:પોલીસનો વેશપલટો, મહારાષ્ટ્રની હોટલમાંથી 6 મહિના બાદ દબોચાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment