Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર:ત્રણ સ્થળોએ ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ

    2 days ago

    સુરેન્દ્રનગરમાં જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકોની તરસ છીપાવવા માટે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. આ સેવાકીય કાર્ય દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈના સહયોગથી કરવામાં આવ્યું છે. "જળ એ જ જીવન" ના સૂત્રને સાર્થક કરતા, આ પરબ સુરેન્દ્રનગર શહેરના ત્રણ અલગ અલગ સ્થળોએ નાત-જાતના ભેદભાવ વિના શરૂ કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રાહદારીઓ અને જનસમુદાયને સરળતાથી ઠંડું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. આ પરબ મહેતા મોબાઈલ (ફોનવાલે), A ડિવિઝન પોલીસ સ્ટેશન સામે., રતન ટાઈમ, ન્યૂ માર્કેટ સામે, પતરાવાળી ચોક, શ્રેણિક એન્ટરપ્રાઈઝ, મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ, જવાહર રોડ જેવા સ્થળોએ કાર્યરત કરવામાં આવી છે આ સેવાકીય કાર્યના શુભારંભ પ્રસંગે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરની સમગ્ર કારોબારી ટીમ ઉપસ્થિત રહી હતી. આ આયોજન દ્વારા ઉનાળામાં લોકોને ઠંડું અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના કબીલપોર GIDCમાં વહેલી સવારે આગ:લાકડાના બોક્સ બનાવતી કંપનીમાં શોર્ટ સર્કિટથી લાખોનું નુકસાન
    Next Article
    મોરબીમાં રોડના કામમાં નડતરરૂપ દબાણો દૂર કરાયા:ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચે મહાપાલિકાનું બુલડોઝર ફર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment