Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરેડ GIDCએ 8 હજાર કિલો કેરીનું જરૂરિયાતમંદોને વિતરણ કર્યું:'એલ રોડ મિત્ર મંડળ' દ્વારા સમાજ સેવા યજ્ઞ

    1 day ago

    જામનગર નજીક દરેડ જીઆઇડીસી (ફેઝ-૩) માં 'એલ રોડ મિત્ર મંડળ' દ્વારા સમાજ સેવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ મંડળ દર વર્ષે હજારો કિલો કેરીનું વેચાણ કરી તેમાંથી મળતા નફાનો ઉપયોગ સત્કાર્યોમાં કરે છે. ચાલુ વર્ષે આ જૂથે અંદાજિત 8,000 કિલો ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેરીનું સફળતાપૂર્વક વેચાણ કર્યું છે. મંડળનું સંચાલન મનસુખભાઈ પટેલ અને એલ રોડ પરના કારખાનાઓના શેડ ધારક મિત્રોના સહયોગથી થાય છે. મનસુખભાઈ પટેલના જણાવ્યા અનુસાર, તેઓ પોતાના કારખાનાની જગ્યા પર જ કેરીની ગાડીઓ ઉતારી અત્યંત નજીવા નફા સાથે ઉદ્યોગકાર મિત્રો અને પરિચિતોમાં તેનું વિતરણ કરે છે. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એક વિશેષ વૉટ્સએપ ગ્રુપ પણ કાર્યરત છે, જેના દ્વારા નવા જથ્થાની જાણ કરવામાં આવે છે. આ વ્યવસાયિક પ્રવૃત્તિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સેવા છે. કેરીના વેચાણ થકી એકત્ર થતા નફાના ભંડોળનો ઉપયોગ ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગના ઉત્કર્ષ તેમજ જીવદયાના કાર્યોમાં થાય છે. આ ભંડોળમાંથી ગરીબ વિદ્યાર્થીઓને બટુક ભોજન, ગાયો માટે પીવાના પાણીની કુંડીઓ, પક્ષીઓ માટે માળા, ચણ અને પાણીના કુંડાની વ્યવસ્થા તેમજ માતા-પિતા વિહોણા નિરાધાર બાળકોની શિક્ષણ ફી ભરવા જેવી ઉમદા કામગીરી કરવામાં આવે છે. આ સેવાકીય યાત્રા અંતર્ગત તાજેતરમાં અલિયાબાડા ખાતે આવેલી અનુદાની નિવાસી પ્રાથમિક શાળામાં બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ખંભાળિયા રોડ પર સ્થિત નાલંદા આશ્રમની સ્કૂલના બાળકો અને 'વડીલ વાત્સલ્ય ધામ' ખાતે આશ્રય લઈ રહેલા નિરાધાર વૃદ્ધોને પણ સ્વાદિષ્ટ ભોજન પીરસવાનું આયોજન કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!:SITએ પૂછ્યું- કોને આપી હતી, મહંતે કહ્યું- ટિન્નુને; ચાંદીની ઈંટ આપનાર વેપારીએ હકીકત જણાવી
    Next Article
    ટ્રક પુલ પરથી 30 ફૂટ નીચે ખાબક્યો, ચાલક જીવતો ભૂંજાયો:આગની લપેટમાં આવી જતાં માત્ર અવશેષો જ હાથ લાગ્યા, બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment