Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર અકસ્માતમાં ચાર મૃતક યુવાનોના પરિવારને સહાય:મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી, પરિજનોને આર્થિક સહાય જાહેર

    12 hours ago

    પોરબંદર એરપોર્ટ નજીક ગત રોજ બે મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર યુવાનોના નિધન થયા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે. પ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારીબાપુએ આ દુર્ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને મૃતક યુવાનોના પરિવારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. અખબારી અહેવાલો દ્વારા આ દુર્ઘટનાની જાણ થતાં પૂજ્ય મોરારીબાપુએ મૃતક યુવાનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે માનવતાવાદી અભિગમ દાખવીને પ્રત્યેક મૃતક યુવાનના પરિવારને ₹15,000 ની સહાય જાહેર કરી છે. કુલ ₹60,000 ની ‘હનુમંત સંવેદના’ સહાયતા રાશિ પરિવારોને મોકલવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુના આદેશ મુજબ, પોરબંદર સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આજે મૃતક યુવાનોના ઘરે રૂબરૂ જઈને આ સહાય રાશિ અર્પણ કરવામાં આવી રહી છે. બાપુએ શોકગ્રસ્ત પરિવારોને આ મુશ્કેલ સમયમાં હિંમત રાખવા સંદેશ પાઠવ્યો છે. પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું હતું કે, 'આ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાનોના નિર્વાણ માટે હું ભગવાન શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. પરમાત્મા તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી મંગલ કામના.' આમ, પૂજ્ય મોરારીબાપુએ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સામાજિક જવાબદારી નિભાવીને પીડિત પરિવારો પ્રત્યે પોતાની સંવેદનશીલતા દર્શાવી છે.
    Click here to Read More
    Previous Article
    આગ લાગી કે લગાવવામાં આવી?:ગોમતીપુર અર્બન હેલ્થ સેન્ટર નજીક કપડાના જથ્થામાં વહેલી સવારે આગ લાગી, તપાસ કરવા પોલીસને રજૂઆત
    Next Article
    કોંગ્રેસના 3 ઉમેદવારના નામ AMCની મતદાર યાદીમાંથી ગાયબ:નવરંગપુરા, ઈન્દ્રપુરી અને ચાંદલોડિયા વોર્ડના ઉમેદવાર ફોર્મ નહીં ભરી શકે, નવા નામ જાહેર થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment