Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગ લાગી કે લગાવવામાં આવી?:ગોમતીપુર અર્બન હેલ્થ સેન્ટર નજીક કપડાના જથ્થામાં વહેલી સવારે આગ લાગી, તપાસ કરવા પોલીસને રજૂઆત

    11 hours ago

    શહેરના ગોમતીપુર વિસ્તારમાં શાકમાર્કેટ નજીક અર્બન હેલ્થ સેન્ટરની બહારના ભાગે ફૂટપાથ પર જુના કપડા વેચીને ગુજરાત ચલાવનારા વેપારીના કપડાના જથ્થામાં આજે 8 એપ્રિલે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લગાવવામાં આવી કે લાગી હતી તે મુદ્દે અસમંજસ છે. ત્યારે આ મુદ્દે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સ્થાનિકોએ આવેદનપત્ર આપી તપાસની માગ કરી હતી. વહેલી સવારે કપડાના જથ્થામાં આગ લાગી મળતી માહિતી મુજબ ગોમતીપુરમાં ચાર રસ્તા નજીક અર્બન હેલ્થ સેન્ટરની બહાર ફૂટપાથ ઉપર કેટલાક ગરીબો કપડાનો પથારો લગાવી અને વ્યાપાર ધંધો કરે છે. ત્યારે આજે સવારે કપડાનો જથ્થો અને એક લારીમાં આગ લાગી હતી. જેથી આસપાસમાં રહેતા લોકો જાગી ગયા હતા અને દોડધામ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની બે ગાડી ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. અસામાજિક તત્વોનું કૃત્ય હોવાની આશંકા સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા આ આગ લગાડવામાં આવી હોઈ શકે છે. એટલું જ નહીં આસપાસમાં રહેતા કોઈ વ્યક્તિઓ દ્વારા વહેલી સવારે આવી અને આગ લગાડી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તો આ મુદ્દે પોલીસ તપાસ કરે તેવી પણ માગ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    रुपया औकात से ऊपर उठ रहा है, नेताओं की जुबान औकात से नीचे गिर रही है
    Next Article
    પોરબંદર અકસ્માતમાં ચાર મૃતક યુવાનોના પરિવારને સહાય:મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી, પરિજનોને આર્થિક સહાય જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment