Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે પારૂલ યનિ.માં વક્તવ્ય:સ્લોવાકિયાના પૂર્વ પીએમે કહ્યું, રશિયા-યુક્રેન જંગ બીજા વિશ્વયુદ્ધથી પણ લાંબી

    4 days ago

    પારૂલ યુનિ.એ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંવાદને પ્રોત્સાહિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરતાં વિશ્વ આરોગ્ય દિવસના પ્રસંગે સ્લોવાકિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. ઈવેટા રેડિકૉવાની યજમાની કરી હતી. આ સત્ર ગ્લોબલ પર્સપેક્ટિવ સિરીઝ અંતર્ગત આયોજિત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતુ કે રશિયા-યુક્રેનનું યુધ્ધ બીજા વિશ્વયુધ્ધ કરતાં પણ લાંબુ ચાલ્યું છે. ઇરાન-ઇઝરાઇલ-અમેરિકાના યુધ્ધમાં નાટો જોડાય તો યુધ્ધ અન્ય દેશો વચ્ચે પણ ફેલાઇ શકે છે. વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં ડો. ઇવેતા રેડિકોવાએ જણાવ્યું કે, આપણે માત્ર તબીબી સીમાચિહ્નની ઉજવણી કરવાં જ નહીં, પરંતુ આપણા વૈશ્વિક સમાજમાં સ્ટ્રક્ચરલ હેલ્થની તપાસ કરવા એકત્રિત થયાં છીએ. તેમણે જાહેર આરોગ્ય વિશે વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મારા માટે જીવનની સરેરાશ ઉંમર એકમાત્ર સૂચકાંક નથી, પરંતુ એકંદર આરોગ્ય મહત્વપૂર્ણ છે. તેમણે વિશ્વભરમાં વર્તમાન કટોકટી વિશે કહ્યું હતું કે, જો તમે વૈશ્વિક કટોકટીનો સામનો કરી રહ્યાં છો તો તમે એકલા તેનો ઉકેલ લાવી શકશો નહીં. આ સંવાદ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં યુનિ.ના પ્રેસિડેન્ડ ડૉ. દેવાંશુ પટેલે જણાવ્યું કે ડૉ. ઈવેટા રેડિકૉવા જેવા વૈશ્વિક સ્તરના પ્રતિષ્ઠિત લીડરને આપણી વચ્ચે આવકારતા અમને ગૌરવની લાગણી થાય છે. જ્યારે વિવિધ દ્રષ્ટિકોણો એકસાથે આવે છે, ત્યારે સમજણ માટે નવી જગ્યા સર્જાય છે. વર્તમાન ધોરણોને પડકાર મળે છે અને ભવિષ્યલક્ષી સમાજ તરફ આગળ વધવાનો માર્ગ તૈયાર થાય છે. તેમની નિપુણતાએ વિદ્યાર્થીઓને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા પ્રેરિત કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    કર્મચારીઓ લાચાર:મનપાના આઉટસોર્સિંગના 600‎કર્મચારીના શિરે તલવાર લટકી‎
    Next Article
    કામગીરી:RTOમાં બોમ્બની ધમકીના બીજા દિવસે 300ને ટેસ્ટની તારીખ અપાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment