Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:RTOમાં બોમ્બની ધમકીના બીજા દિવસે 300ને ટેસ્ટની તારીખ અપાઇ

    4 days ago

    વડોદરા આરટીઓમાં સોમવારે ઇ-મેઇલથી ધમકી અપાયા બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જોકે મંગળવારે આરટીઓ કચેરીનું કામ રાબેતા મુજબ રહ્યું હતું. આરટીઓ કચેરી દ્વારા 300 લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે નવી તારીખો આપવામાં આવી હતી. જેથી લોકોને બીનજરૂરી તકલીફ થાય નહીં. જોકે દિવસ દરમિયાન કેટલાકે એસએમએસ ન જોતાં નવી તારીખો માટેની પૂછપરછ કરી હતી. જ્યારે સંબંધિત વિભાગોમાં લાઇનો જોવા મળી હતી. બીજી તરફ કચેરીએ આવેલા અરજદારો બોમ્બ અંગેની પૃચ્છા પણ કરી હતી. આરટીઓ કચેરી દ્વારા શંકાસ્પદ હરકત કે ચીજ જોવાય તો તેની જાણ તુરંત જ પોલીસને કરવા માટે સાબદા રહેવાની સૂચનાઓ અપાઇ હતી. પોલીસનું ક્લિયરન્સ મળ્યું, હાલાકી ઓછી થાય તેવા પ્રયાસ ધમકીભર્યા ઇ-મેઇલ બાદ પોલીસે કચેરીનો ખૂણેખૂણો ચેક કરીને ક્લિયરન્સ આપી દીધું હતું. જોકે અરજદારોને હાલાકી ઓછી થાય તેના ભાગરૂપે નવી તારીખોના એસએમએસ કચેરી દ્વારા જનરેટ કરાયા છે. મંગળવારે એકંદરે સામાન્ય કરતા સહેજ વધુ અવરજવર જ રહી હતી. > કેતન ખપેડ, વાહનવ્યવહાર અધિકારી, વડોદરા આરટીઓ. મોટે ભાગે સોમવાર અને રજાના દિવસોએ ઘમકી વડોદરામાં છેલ્લા એક વર્ષમાં 7 વાર બોમ્બની ધમકી વિવિધ સંસ્થાઓને આપવામાં આવી છે. 16 ફેબ્રુઆરી-202618 શાળાઓને એક સાથે ધમકી 14 મે, 2025- 5ખાનગી હોસ્પિટલોને ધમકી 24 જાન્યુ. 2025રેલવે સ્ટેશન, જનમહેલ 18 જૂન, 2024વડોદરા એરપોર્ટ 24 ઓક્ટો, 2024સયાજીગંજ અને અલકાપુરીની બે સ્કૂલો
    Click here to Read More
    Previous Article
    વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે પારૂલ યનિ.માં વક્તવ્ય:સ્લોવાકિયાના પૂર્વ પીએમે કહ્યું, રશિયા-યુક્રેન જંગ બીજા વિશ્વયુદ્ધથી પણ લાંબી
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:‘રામબાણ’ વનસ્પતિમાંથી બનેલી હાઇડ્રો જેલથી ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી શુદ્ધ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment