Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નીલે ગગન કે તલે:કૌવા કાટે

    2 days ago

    ‘We need lies in order to live.’ > Friedrich Nietzsche જી વન ગુજારવા માટે ‘હળાહળઝૂઠ’ને ‘તુમ્હારીકસમસચ’ બનાવવા માટે આપણે નિરંતર ઝૂઠની પનાહ લેવી પડે છે. માનો કે આંખ ફરકે ત્યારે તે અશુભ એંધાણ છે? પણ ડાબી કે જમણી? છાપામાં વાંચીએ કે આજે કર્ક રાશિને લાભ થશે, ને મનમાં થાય કે આપણી રાશિ ભલે સિંહ કહેવાય પણ રાજેન્દ્ર શુક્લ સરે કહેલું કે તમારી રાશિ સાચેસાચ કર્ક છે! અને છાપામાં આવે કે સિંહ રાશિને માટે શુભઘડી છે ત્યારે થાય કે કુંડલીમાં તો સિંહ રાશિ જ છે ને! મીન્સ કે શબ્દો ગમે તે વપરાય તેનો અર્થ માણસનું મગજ ગોઠવે છે, સગવડ મુજબ, તેને સાચાખોટાનો ભેદ પોસાતો નથી. જ્ઞાની પુરુષો ઘણીવાર જુઠ્ઠાણાને ક્ષુદ્ર છેતરપિંડી નહીં, પરંતુ માનવ વિકાસ માટે જરૂરી સાધન તરીકે સમર્થન આપ્યું છે. છેતરામણીને પણ ક્યારેક સામાજિક ગુંદર, રાજકીય આવશ્યકતા, અથવા અસ્તિત્વના વ્રણ સહન કરવા માટેના મલમ તરીકે વખાણવામાં આવી છે. ભાષાશુદ્ધિની વાત કરીએ તો કહેવાનો અર્થ સચવાત તે માટે ભદ્રજનમાન્ય નાગરી વૈયાકરણી ગિરા વાપરવાની થાય. પરંતુ તેની‘શુદ્ધિ’ જ જાણે મન કી બાતને કલર કરીને, ધોઈને ઇસ્ત્રી કરેલી હોય એવું લાગે. જ્યારે જનગણમનના મુખેથી નીકળતી બોલી લગીર લાગણીના લેપ સાથે સંભળાય ને વધુ સાચી બી લાગે, ક્યા બાત! ચરોતરીમાં અનુનાસિક અક્ષર કે અનુસ્વારની પહેલાંનો આ’કારનું ઓ’કાર થાય છે: દા.ત. કોંય વોંધો નહીં, લોગણીના લેપ સાથે સોંભળવામાં ઓનંદ આવે. તો સામે ગોમઠી ગણાઈ જવાની દહેશતે ‘છોકરા’ ને બદલે ‘છકરા’ બોલાઈ જાય. નામ ‘નોંધાવવા’ને બદલે નામ ‘નંધાવવા’નું થાય ને ‘મોંઘવારી’નું થઈ જાય ‘માંઘવારી!’ સન્મિત્ર નવીનભાઈ શાહે દાખલો આપેલો, ‘મોમાની પોનની દુકોને કોંય કોમધંધા વગરનો કોન ખોતરઅ છઅ!’ રાજકોટી બોલીની વાત જ ન થાઈ, તેની ‘ય’ ને ‘ઈ’ની ખોખો તો ન કહેવાઈ કે ન સહેવાઈ, મારા ભાય! હુરતી–નવહારીની ભડભાદર ભાષા હૌ દિલને તરબતર કરી નાખે! અમે એકવાર એક હુરતી મોટલા–વારા મિત્રને ઘરે ગયેલા તો એમણે પ્રેમથી પૂછ્યૃં, ખાવાના કે? ને તિયાં ન્યુ જર્સીમાં દકુચોખાનું હું કરટા છેવ? આ ઉચ્ચારણો આમ અશુદ્ધ કહેવાય પણ અસત્ય કહેવાય? બીજું, હવે કદાચ બોલાતા નથી એવા કેટલાક મુહાવરાનો અર્થ સમજાતો નથી. ઘણા વખત પહેલાં હમોએ અન્યત્ર લખેલું કે હાંજા ગગડી ગયાં એટલે શું? કોઈએ કહેલું કે હાંજા નથી હાજાં છે, તો ઘડીભર મહજમાં હા ઉપરથી ગગડીને મીડું જાં ઉપર પડ્યું હોય તેવું દૃશ્ય મગજમાં પણ આવ્યું. અને હલો! મથરાવટી મેલી હતી એટલે શું? કમબખ્ત શબ્દો એટલે સાચા ને ખોટાના વાહકો પણ તેમાં ‘મીનિંગ’ તો તમો આલો છો ને? અમે ઘણીવાર જણાવ્યું છે કે દરેક વ્યક્તિ, મેન, વુમન, ચાઇલ્ડ, દિવસમાં તેર વાર તો જૂઠું બોલે બોલે બોલે છે જ. અમે એવું પણ લખ્યું છે કે અમે પોતે કદિ જૂઠું બોલતા જ નથી, નેવર (હવે બેલેન્સ 12 વાર)! ને માણસના મુખમાંથી જે શબ્દો નીકળે તે જુઠ્ઠાઈનાં ધોતિયાં પહેરીને આવે છે, કેમકે માણસના મનની લાગણીને આબેહૂબ રજૂ કરે તેટલી સબળી કોઈ ભાષા નથી, ‘ખરેખર તને સાચું કહું છું!’ તમે વાત કરો ને જ્યારે અન્ડરલાઇન કરવી પડે કે‘સાચું કહું છું’ ત્યારે વાતમાં ફિક્શનની એક મુઠ્ઠી ઉમેરાય છે. કદાચ તે ફિક્શન, તે જુઠ્ઠાઈમાં છેતરવાનો મકસદ હોતો નથી, કદાચ કહેનારને પોતાને સાચું મનાવવાનો મરણિયો પ્રયત્ન હોય છે, અને હકીકતને સાચ–નો ઢોળ ચઢાવવામાં આવે છે. ‘મને વોંધો નથી!’ બાપ દીકરાને, દોસ્તાર દોસ્તારને, શેઠ વણોતરને કે કોઈ બી વ્યક્તિ બીજી વ્યક્તિને કહે કે‘કરવું હોય તો કર, મને વોંધો નથી, આઈ ડોન્ટ માઇન્ડ! ‘મીન્સ કે આઈ માઇન્ડ લાઇક હેલ્લ્લ્લ!’ જુઠ્ઠાઈનું બીજું ધોતિયું છે, ‘ફ્રેન્કલી!’ તમે વાત કરો ત્યારે ફ્રેન્કલી નથી હોતા? કોઈ ડિપ્લોમેટિકલી કહે છે ખરું કે? સર, ડિપ્લોમેટિકલી કહું તો તમે જીનિયસ મ્યુઝિશિયન છો! અને ફ્રેન્કલી કહું તો સી ગ્રેડ! મતલબ કે ફ્રેન્કલી એઝવેલએઝ ડિપ્લોમેટિકલી બંનેનો અર્થ છે, આઈ હેઇટ યુ. અને બેસ્ટમાં બેસ્ટ છે: ‘સારાં મિત્રો.’ કોઈ નવવધૂને સાસુજી સાથે જીભાજોડી થાય ત્યારે તે પોતાના મનમાં ને બીજાંના મનમાં તે ઘર્ષણનો ઇનકાર અનુભવવા માટે કહે,‘અરે હું ને મારાં સાસુજી સારાં મિત્રો છીએ!’ અહીં ‘સારાં’ ઇક્વલ ટુ બળદનું છાણ! કોઈ ‘ખરાબ’ મિત્ર બી હોય? ને ખરાબ હોય તેને મિત્ર કહેવાય? ‘સારાં મિત્ર’નો ફ્રેન્કલી ડિફરન્ટ મીનિંગ થાય યાને ‘સારાંમાં સારાં’ મિત્રમાંથી, બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર BFF માંથી, હવે આપણે નેક્સટ લેવલ ડાઉનમાં ઊતર્યાં છીએ! હવે આપણે થોડુંથોડું ખોટું બોલીશું. માઇન્ડ ના કરતા, યુ નોવ! ભાષા! બોલી! શબ્દો! વાત કરવા માટે તેનો ઉપયોગ થાય. અને સાથેસાથે વાત છાવરવા માટે બી તે વપરાય! માર્ક ટ્વેને કહે છે કે ‘A lie can travel halfway around the world while the truth is putting on its shoes.’ પરાજય અસત્યનો, સત્યમેવ જયતે!
    Click here to Read More
    Previous Article
    મેનેજમેન્ટની ABCD:મહેફિલનું મેનેજમેન્ટ
    Next Article
    ઓક્સિજન:ટપ્પા દોડ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment