Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓક્સિજન:ટપ્પા દોડ

    2 days ago

    ‘આ ટલું બધું વરસી પડવાની શું જરૂર હતી?’ પોતાના દીકરાએ તેના મિત્રના બાબા માટે લીધેલી ગિફ્ટની કિમત સાંભળી પપ્પા વરસી પડ્યા. ‘અમે તો હાથમાં પચાસ રૂપિયા આપી દેતા.’ વાત વણસે તે પહેલાં દાદા વચ્ચે પડ્યા અને વાત વાળી લીધી. તો વળી સાંજે સાસુમા પુત્રવધૂને શિખામણ આપવા માંડ્યાં કે સારા દિવસો જાય છે તો બહુ હરવું-ફરવું નહીં, જે તે પિક્ચર ના જોવા, મને પૂછ્યા વગર કોઈ દવા ના લેતી. પુત્રવધૂ વધુ કંટાળે તે પહેલાં બૂમ પાડી વડસાસુએ સાસુને બોલાવી લીધી. ત્રણ પેઢીને સાચવીને બેઠેલા આ ઘરમાં બીજી અને ત્રીજી પેઢી વચ્ચે લગભગ રોજ શિખામણો, સલાહો બાબતે કલેશ થાય અને દાદા-દાદી બાજી સાચવવાનો પ્રયત્ન કરે. એ સાંજે ઘરમાં પ્રવેશતાં જ દાદા-દાદી એકબીજાથી રિસાયેલાં હોય એમ ઉગ્ર ચર્ચા કરવા લાગ્યાં. બધાં ભેગા થઈ ગયાં. ‘શું થયું?’ પૂછતાં જ દાદી કહે, ‘તારા પપ્પાને કારણે અમે રમતમાં હારી ગયાં.’ દાદા બોલ્યા, ‘સિનિયર સિટીઝન ગ્રૂપનો રમતોત્સવ હતો. અમે અને પરીખકાકા-કાકી ટીમ બનાવી ટપ્પા દોડમાં ભાગ લઈ રહ્યાં હતાં.’ આગળની વાત દાદીએ ઉપાડી, ‘ત્રણ રાઉન્ડ અમે સૌથી આગળ રહીને જ પૂરા કર્યા. છેલ્લા રાઉન્ડમાં તારા પપ્પાએ મને ટપ્પો આપવાનો હતો. મારો વારો આવ્યો એટલે હું દોડી પણ, એ મારી સાથે દોડે જ રાખે, મને ટપ્પો આપે જ નહીં. હું ય દોડું, એ ય દોડે. અમે ડિસ્ક્વોલિફાય થઈ ગયાં.’ પુત્ર બોલ્યો, ‘શું પપ્પા, તમને આટલી ખબર ના પડે? આપણો રાઉન્ડ પતે એટલે ટપ્પો આગળવાળાને આપી દેવાનો હોય. પછી શું કરવું તે એણે જોવાનું.’ દાદા કહે, ‘આટલી ખબર છે તો તું અને તારી પત્ની કેમ તમારી સલાહ, શિખામણોનો ટપ્પો લઈને તમારા દીકરા અને પુત્રવધૂની સાથે-સાથે દોડો છો?’ દાદાએ કેટલી સરળતાથી વાત સમજાવી કે દરેક પેઢીએ પોતાનો રાઉન્ડ ક્યાં પતે છે તેનું ધ્યાન રાખી જવાબદારીનો ટપ્પો આગળ આપી દેવાનો હોય છે.
    Click here to Read More
    Previous Article
    નીલે ગગન કે તલે:કૌવા કાટે
    Next Article
    સહજ સંવાદ:ઈરાન, અમેરિકા, રશિયામાં આપણાં ક્રાંતિતીર્થો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment