Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેનેજમેન્ટની ABCD:મહેફિલનું મેનેજમેન્ટ

    2 days ago

    બી.એન. દસ્તુર દો સ્તોની મહેફિલ હોય અને તમને યોગ્ય સમયે, યોગ્ય બોલવામાં તકલીફ હોય તો લઘુતાગ્રંથિનો અનુભ‌વ થશે. બિઝનેસ મિટિંગમાં વાતાવરણ ભારેખમ થઈ ગયું હોય ત્યારે એક સિક્સર ફટકારી સૌને રિલેક્સ કરી શકાશે. એક સંસ્કૃત સુભાષિત છે: सुभाषितमय द्रव्यसंग्रहं न करोति य:। प्रस्तावयज्ञे संप्राप्ते कां प्रदास्यति दक्षिणाम्॥ જે સુભાષિતરૂપી દ્રવ્યનો સંગ્રહ કરતો નથી, તે જ્યારે વાર્તાલાપ, સભા ચર્ચા વગેરે પ્રસંગોને પ્રાપ્ત થશે ત્યારે કઈ દક્ષિણા આપશે? આપણી સંસ્કૃતિમાં સંસ્કૃત ભાષાનું સ્થાન ઊંચું છે. પંદર-વીસ સંસ્કૃતનાં સુભાષિતો, શ્લોકો યોગ્ય સમયે, યોગ્ય માહોલમાં ફેંકી દેવાથી સંસ્કૃતના સ્કૉલર હોવાની સોહરત મળે છે. પ્રાયોગિક ધોરણે, મારા યુવાન વાચકોની સેવામાં ચંદ સંસ્કૃત સુભાષિતો રજૂ કરું છું, જે સમજવામાં, બોલવામાં, કંઠસ્થ કરવામાં આસાન છે અને રોજબરોજના આજના માહોલમાં રિલેવન્ટ છે. *** લેખની પુસ્તકમ્ રામા, પરહસ્તે ગતા ગતા, કદાચિત પુનરાયાતા, ભ્રષ્તા, મુશ્તા, ચં ચુંમ્બિતા. કલમ, પુસ્તક અને સ્ત્રી પારકાને હાથે ચડી ગઈ તો ગઈ જ સમજો. કદાચ પાછી ફરે તો કલમ તૂટી ગઈ હોય, પુસ્તક ફાટી ગયું હોય અને સ્ત્રી ચુંબન પામી હોય. *** રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-હમાસ યુદ્ધની ચર્ચા કરવી આજે ફેશનમાં છે. પર્વતા દુરસ્થા રમ્યા, વેશ્યા ચ મુખમન્ડને, યુદ્ધસ્થ વાર્તા રમ્યા, ઈ ત્રણ રમ્યાની દૂરત: પર્વત દૂરથી રમણીય લાગે છે, વેશ્યાનું મુખ દૂરથી સુંદર લાગે છે, યુદ્ધની વાતો દૂરથી સુંદર લાગે છે- આ ત્રણ ચીજો દૂરથી જ સુંદર લાગે છે. *** ડાયટ (Diet)ની વાતો- શું, ક્યારે, કઈ રીતે ખાવું, ન ખાવું એની વાતોનાં વડાં થતાં હોય તો: યાવજ્જિવત સુખમ જિવહણમ, કૃતવા ધૃતમ પિબેત, ભસ્મીભૂતસ્ય જીવસ્ય, પુનરાગમન કુત: જીવો ત્યાં સુધી સુખે જીવો, કરજ કરીને પણ ઘી પીવો, જીવ ભસ્મ થઈ જશે તે બાદ પુનરાગમન ક્યાં છે? *** પ્રેગ્નન્ટ દોસ્તને સોનેરી સલાહ: વિશાખાન્તા ગતા મેઘા: પ્રસુતાન્ત ચ યૌવનમ્, પ્રણામાન્ત કોપ સંતા: યાચકાન્ત ચ ગૌરવમ્. વૈશાખ આવે ત્યારે વરસાદ ચાલ્યો જાય, પ્રસૂતિ બાદ યૌવન ચાલ્યું જાય, પ્રણામ કરવાથી સંતનો ગુસ્સો શાંત થઈ જાય, યાચના કરવાથી ગૌરવ ચાલ્યું જાય. *** મોદીજીએ શશી થરુરને, ઓપરેશન સિંદૂર સમજાવવા માટે પસંદ કર્યા એની ચર્ચા ચાલતી હોય ત્યારે: મેધાવી વાક્પટુ: પ્રાજ્ઞ: પરચિત્તાપરીક્ષક, ધીરો યથોક્તિવાદી ચ એષો દૂતા વિધિયતે્. જે સારી બુદ્ધિવાળો, બોલવામાં કુશળ, ડાહ્યો, બીજાના ચિત્તને સમજી લેનાર, ધીર અને કહ્યા પ્રમાણે જ સમાચાર પહોંચાડે તેવો હોય, તેવા માણસને દૂત બનાવવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ગતકડું:ગાજે પણ ફરે નહીં એનું નામ પંખો!
    Next Article
    નીલે ગગન કે તલે:કૌવા કાટે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment