Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરૂણાંતિકા:ચુડાના ઝોબાળા ગામના તળાવમાં‎ડૂબી જવાથી એક કિશોરનું મોત‎

    16 hours ago

    ચુડાના ઝોબાળા ગામે તળાવમાં ન્હાવા પડેલા 14 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત નિપજતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મિત્રો સાથે ન્હાવા ગયેલો ધો.9નો વિદ્યાર્થી પાણીમાં ગરકાવ થયો હતો. તેની અંતિમયાત્રામાં ગામ આખું હિબકે ચઢ્યું હતું. ચુડા તાલુકાના ઝોબાળા ગામમાં રહેતા જગદીશભાઈ કાલિયાનો 14 વર્ષીય પુત્ર કુલદીપ ધો.9માં અભ્યાસ કરતો હતો. સોમવારે બે મિત્રો સાથે ગામના તળાવમાં ન્હાવા માટે ગયો હતો. હસતા-રમતા બાળકોને ખ્યાલ નહોતો કે આ આનંદની પળો માતમમાં ફેરવાઈ જશે. ન્હાતી વખતે કુલદીપ અચાનક તળાવના ઊંડા પાણીમાં જતો રહ્યો હતો. જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેને ડૂબતો જોઈ મિત્રોએ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમો સાંભળી નજીકમાં રહેતા હસમુખભાઈ ચેખલિયા તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અડધી કલાકની જહેમત બાદ કુલદીપને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. તેને સારવાર અર્થે રાણપુર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ કુલદીપને મૃત જાહેર કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સત્તા માટે નહીં‎ સમસ્યાના ઉકેલ માટે મતદાન‎:સુરેન્દ્રનગર, વઢવાણની બોર્ડર પરના વોર્ડ નં. 11માં સૌથી ઓછા મતદારો
    Next Article
    કાર્યવાહી:લાઈસન્સ વગર ધમધમતી 12 પેઢીમાં દરોડા : 45 સેમ્પલ લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment