Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:લાઈસન્સ વગર ધમધમતી 12 પેઢીમાં દરોડા : 45 સેમ્પલ લીધા

    13 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય સાથે ચેડા કરીને ખાદ્યચીજવસ્તુઓના વેપારીઓ લોકોને પધરાવી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં મસાલાની સિઝન હોવાથી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. જેમાં મસાલાના વેચાણ તથા ઉત્પાદન કરતી પેઢીઓમાં મંગળવારે સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારો તેમજ જિલ્લા સહિતના સ્થળોએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ચેકિંગ હાથ ધર્યુ હતુ. આરોગ્ય માટે હાનિકારક શંકાસ્પદ ખાદ્ય વસ્તુઓના સેમ્પલોની કામગીરી કરવામાં આવી હતી. ફૂડ ઇન્સ્પેકટર પી.બી.સાવલીયા, એસ. જે.પ્રજાપતિ સહિતની ટીમે સિઝનબલ ટેમ્પરારી એવી લાયસન્સ વગરની ધમધમતી 12 પેઢી પર દરોડા પાડ્યા હતા. જેમાં તપાસ કરતા ધાણાજીરૂ, મરચા, હળદર, રાઇ, હીંગ અને જીરૂ સહિતના 45 નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલો ભુજની લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. અઠવાડીયામાં લાઈસન્સ નહીં લે તો કાર્યવાહી તમામ પેઢીને એફએસએસએઆઈનું રજિસ્ટ્રેશન લાઇસન્સ લેવા, એફએસએસએઆઈના નિયમ મુજબ ચોખાઇ તથા હાઇજીન રાખવા તેમજ ફ્રેસ રો-મટિરિયલનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જો આ પેઢીઓ અઠવાડીયામાં લાઈસન્સની કાર્યવાહી નહી કરે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. - પી.બી.સાવલીયા, ફૂડ ઇન્સ્પેકટર જિલ્લામાં માર્ચમાં કુલ 38 સેમ્પલ લેવાયા માર્ચ માહિનામાં સર્વેલન્સ તેમજ રેગ્યુલર સહિત લસ્સીના 2, મઠ્ઠો, વણેલા ગાઠીયા, અડદની દાળ, સેવ મમરા, રાઇઝના 2, દાળફ્રાઇ,ટીડોરાનં શાક, પનીરટીકા, ચાનો માસલા, રાજમા મસાલા, મગનુ શાક, મગની દાળ, શરબત, ગોળ, ચણા, ટુટીફૂટી, છાસ વગેરે 38 નમૂના લેવાયા હતા. જ્યારે અગાઉના 10 સેમ્પલોના રિપોર્ટમાં એક સેવ ફરસાણનો નમૂનો ફેલ થયો હતો. ગુજરાત મસાલા સહિતની પેઢીઓમાં ચેકિંગ શહેરના રિવરફ્રન્ટ રોડ પર આવેલી ફેમશ મસાલા સેન્ટર, વતન મરચા ઘર, મીલન મસાલા, અંબર મરચા સેન્ટર, વતન મસાલ ઘર, ગુજરાત માસાલ, જ્યારે 80 ફૂટ રોડ પર આવેલ નસીબ મરચા સેન્ટર, ગુજરાત મસાલા, દૂધરેજ રોડ પર આવેલ જી.એલ. મરચા સેન્ટર, ઝાલાવાડ મરચા સેન્ટર, નસીબ મસાલા ભંડાર અને સરકાર મરચા સહિત 12 પેઢીઓમાં ચેકિંગ કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    કરૂણાંતિકા:ચુડાના ઝોબાળા ગામના તળાવમાં‎ડૂબી જવાથી એક કિશોરનું મોત‎
    Next Article
    લોહીનો સંબંધ:બંને કિડની ફેઈલ થઈ જતાં સુરેન્દ્રનગરની બહેને ડાકોર સ્થિત ભાઈને કિડની આપી નવજીવનબક્ષ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment