Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીની પરબો શરૂ:જૈન સોશિયલ ગ્રુપ અને દીપ્તિબેન ટ્રસ્ટના સહયોગથી ત્રણ સ્થળોએ સેવા શરૂ

    12 hours ago

    સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓ અને સામાન્ય જનતાને ઠંડું પાણી પૂરું પાડવા માટે ત્રણ સ્થળોએ ઠંડા પાણીની પરબો શરૂ કરવામાં આવી છે. આ સેવાકીય કાર્ય જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર અને દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈના સહયોગથી હાથ ધરવામાં આવ્યું છે. "જળ એ જ જીવન" ના સૂત્રને સાર્થક કરતા, ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકોની તરસ છીપાવવાના ઉમદા હેતુથી આ પરબો શરૂ કરાઈ છે. આ પહેલમાં કોઈ પણ જાતના નાત-જાતના ભેદભાવ વિના સૌને ઠંડું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પરબો સુરેન્દ્રનગરના ત્રણ અલગ અલગ સ્થળોએ કાર્યરત કરવામાં આવી છે. જેમાં મહેતા મોબાઈલ (ફોનવાલે), એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે; રતન ટાઈમ, ન્યૂ માર્કેટ સામે, પતરાવાળી ચોક; અને શ્રેણિક એન્ટરપ્રાઈઝ, મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ, જવાહર રોડનો સમાવેશ થાય છે. આ સેવાકીય કાર્યના પ્રારંભ પ્રસંગે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરની સમગ્ર કારોબારી ટીમ ઉપસ્થિત રહી હતી. ઉનાળાની ઋતુમાં રાહદારીઓ અને જનસમુદાયને સરળતાથી ઠંડું પીવાનું પાણી મળી રહે તેવા શુભ આશય સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વાવોલમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ:પ્લાસ્ટિક, ટાયર ને જ્વલનશીલ સામગ્રીને કારણે આગ ઝડપથી પ્રસરી, ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો
    Next Article
    134 બેન્ક ખાતામાં 21.37 કરોડના ટ્રાન્જેક્શન કરીને સાયબર ફ્રોડ કર્યું:ભાવનગરમાં ગુજસીકોટ દાખલ કરી 9ની ધરપકડ, બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા; મુખ્ય સુત્રધાર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment