Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    134 બેન્ક ખાતામાં 21.37 કરોડના ટ્રાન્જેક્શન કરીને સાયબર ફ્રોડ કર્યું:ભાવનગરમાં ગુજસીકોટ દાખલ કરી 9ની ધરપકડ, બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા; મુખ્ય સુત્રધાર ફરાર

    11 hours ago

    ભાવનગરમાં શખસોએ ટોળકી રચી જુદા જુદા 134 વ્યક્તિઓના બેંક ખાતા ભાડેથી કે કમિશનથી મેળવી તેમાં રૂા. 21.37 કરોડના ટ્રાન્જેક્શન કરી બેંક ખાતામાં ફ્રોડના નાણા જમા કરાવી ચેક કે એટીએમ મારફતે ઉપાડી સગેવગે કરી નાખ્યા હતાં. જે મામલે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ઉક્ત કેસમાં ગુજસીકોટનો ઉમેરો કરી 10 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે 9 આરોપીને ઝડપી પાડી રાજકોટ ગુજસીકોટ કોર્ટમાં રજુ કરી 2 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતાં. જ્યારે હજુ માસ્ટર માઈન્ડ ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. 134 બેન્ક એકાઉન્ટ ને 21 કરોડથી વધુનું ટ્રાન્જેકશન ભાવનગર જીલ્લામાં દશરથ રામજીભાઈ ધાંધલ્યાએ અલગ અલગ સંગઠીત ગુના આચરતી ટોળકી (syndicate) બનાવી જુદા-જુદા વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ ભાડે અથવા કમિશનથી મેળવ્યા હતાં. જે બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણા હોવાનું જાણવા છતાં કુલ 134 બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી રૂ. 21,37,22,197 કે તેથી વધુનું ટ્રાન્જેકશન કર્યા હતાં. બોરતળાવ પોલીસે ગુજસીકોટ દાખલ કર્યો જેમાં NCRP પોર્ટલ પર કુલ કમ્પ્લેઈન 272ની થયેલ જેમાં કુલ રૂ. 8,11,81,246નું ફ્રોડ ટ્રાન્જેક્શન કરી બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવી જે નાણા ચેક તથા એટીએમ મારફતે ઉપાડી ફ્રોડ કરીને રકમ સગેવગે કરી નાખી હતી. બોરતળાવ પોલીસ મથકના પીઆઈ ચૌહાણે ફરીયાદ આપતા ગેંગ વિરુધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 317(2), 317(4), 61(2) તથા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ-2015ની કલમ કલમ.3(1), 3(2), 3(4), 3(5)હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. 9 શખસની ધરપકડ, ગેંગનો માસ્ટર માઈન્ડ ફરાર ટોળકીના સભ્યો આર્યન ઉર્ફે લખન શોભરાજભાઈ જોસેતા, શૈલેષ ઉર્ફે ભુરો હિરાભાઈ ચૌધરી, રાહુલ ગોવિંદભાઈ ગોહેલ, શાફીન યુનુસભાઈ કુરેશી, માહીન યુનુસભાઈ કુરેશી, મીહિર ભગવાનભાઈ સરવૈયા, અમન ઈસુક્ભાઈ ઓફ્થાની, હર્ષદસિંહ અનકુભા સરવૈયા, દીપક વિઠ્ઠલભાઈ ગોહીલની ધરપકડ કરી લઈ રાજકોટ ગુજસીકોટ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતાં. જ્યારે ઉક્ત સાયબર ફ્રોડના ગુનાનો માસ્ટર માઈન્ડ દશરથ રામજીભાઈ ધાંધલ્યા હજુ ફરાર હોવાનું જાણવા મળ્યુ છે. કરોડો બેંક એકાઉન્ટમાં જમા કરાવી ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કર્યા આરોપીઓએ ભેગા મળી સંગઠીત ગુના આચરતી ટોળકી ઓર્ગોનાઈઝ્ડ ક્રાઈમ સીંડીકેટ બનાવી સંગઠીત થઈ પોતાની ટોળકીનો ગુનાહિત હેતુ સિદ્ધ જુદા-જુદા વ્યક્તિઓના બેંક ખાતા સાયબર ક્રાઈમની ફ્રોડ એકટીવીટી માટે ભાડે અથવા કમિશનથી મેળવ્યા હતાં. તે ખાતાઓમાં સાયબર ક્રાઈમના ભોગબનનાર વ્યક્તિઓના નાણા મેળવી તે નાણા બેંક ખાતાની ઓનલાઈન નેટ બેંકીંગ સુવિધા મારફતે ખાતાઓમાં ટ્રાન્સફર કરી જુદી જુદી રીતથી રોકડમા રૂપાંતરીત કરી અથવા તે ક્રીપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી લીધાં. આ ટોળકી દ્વારા આવા ગંભીર પ્રકારના ગુના આશરે છેલ્લા ત્રણ વર્ષથી ભાવનગર શહેર તથા રાજકોટ શહેર તથા અમદાવાદ જિલ્લામાં આચરવામા આવ્યા હતાં. 'ફરિયાદમાં કલમ ઉમેરો કરીને ગુજસીટોક દાખલ કરાયો' ભાવનગર ગ્રામ્ય ASP ઘનશ્યામ ગૌતમએ જણાવ્યું હતું કે, 24 તારીખે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સાઇબરફ્રોડનો એક ગુનો દાખલ થયો હતો, જે આરોપીઓનો અમે ગુનાહિત ઇતિહાસ તપાસ્યો અને તેના આધારે અમને જાણવા મળ્યું કે તે તમામ આરોપીઓ વિરુદ્ધ છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યના અલગ-અલગ શહેરો અને જિલ્લાઓમાં ગુનાઓ નોંધાયા છે. તે બાબતને ધ્યાનમાં રાખીને આમાં ‘ગુજસીટોક’ (GUJCTOC) ની કલમો ઉમેરવાનો રિપોર્ટ કર્યો, જેને અમને IG અને SP તરફથી હકારાત્મક મંજૂરી મળી. જે આધારે આ ફરિયાદમાં કલમ ઉમેરો કરી ગુજસીટોક દાખલ કરવામાં આવી. 'મ્યુલ એકાઉન્ટ્સને હેન્ડલ કરવા માટે એક મેનેજર પણ રાખ્યો હતો' ASP ગૌતમએ જણાવ્યું કે, જે મુખ્ય આરોપી છે દશરથ જેને કેટલાક વર્ષોથી તેને ભાવનગરમાં સંગઠિત સ્તરે ‘મ્યુલ એકાઉન્ટ્સ’ (Mule Accounts) નું ખેડાણ કર્યું હતું. મ્યુલ એકાઉન્ટ્સના ખેડાણનો અર્થ એ છે કે, તેણે કેટલાક લોકોને ભેગા કર્યા અને તેમને પોતાની નીચે બેસાડ્યા તથા તેમને ચોક્કસ કાર્યો સોંપ્યા. જેમ કે, કેટલાકને કહ્યું કે તમે જઈને મારા માટે અલગ-અલગ લોકોના મ્યુલ એકાઉન્ટ્સ લઈ આવો. અને તે મ્યુલ એકાઉન્ટ્સને હેન્ડલ કરવા માટે એક મેનેજર પણ રાખ્યો હતો. 'લોકોને વારંવાર લાલચ આપવામાં આવતી હતી' ​ASPએ કહ્યું કે, અત્યાર સુધી અમે જે માહિતી એકઠી કરી શક્યા છીએ, તેમાં અમને ચાર સ્તરો જોવા મળ્યા છે અને બે MO (કાર્યપ્રણાલી) જોવા મળી છે. જો હું MOની વાત કરું, તો પહેલી MO એ છે કે કેવી રીતે મ્યુલ એકાઉન્ટ્સની વ્યવસ્થા કરવામાં આવી. લોકોને વારંવાર લાલચ આપવામાં આવતી હતી કે તમે તમારા આધાર કાર્ડ અને ફોન નંબરના આધારે બેંક એકાઉન્ટ ખોલાવી આપો. તેઓ બેંક એકાઉન્ટ ખોલાવતા હતા, પછી એક વ્યક્તિ તે એકાઉન્ટ્સ મેળવતી હતી અને તેના ઉપરના વ્યક્તિને આપતી હતી. આ રીતે ચાર સ્તર પર ભાવનગરમાં સંગઠિત સ્તરે જાણે કે મ્યુલ એકાઉન્ટ્સની ફેક્ટરી જ ખોલી હોય તેમ આખું નેટવર્ક કાર્યરત હતું. 'આ રકમ તથા એકાઉન્ટ્સની સંખ્યા હજુ વધી શકે છે' ASP ઘનશ્યામ ગૌતમએ કહ્યું કે, અત્યાર સુધીની માહિતી મુજબ અમે કુલ 134 એકાઉન્ટ્સની વિગતો મેળવી છે, જેમાં આશરે 21 કરોડ જેટલું ફ્રોડ જોવા મળ્યું છે. મને લાગે છે કે જેમ-જેમ અમે આની ઊંડી તપાસ કરીશું, તેમ-તેમ આ કદાચ માત્ર એક હિમશૈલાની ટોચ સાબિત થશે અને આ રકમ તથા એકાઉન્ટ્સની સંખ્યા હજુ વધી શકે છે. હાલમાં મુખ્ય આરોપીની શોધમાં પોલીસ લાગેલી છે. સૌથી મહત્વની વાત એ છે કે દશરથ નામનો જે વ્યક્તિ છે, તે કદાચ ગુજરાતનો એવો પહેલો વ્યક્તિ છે જેના પર બે વખત ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો છે. અત્યાર સુધી આ ગેંગમાં કુલ 10 આરોપીઓ સામે આવ્યા છે, જેમાંથી દશરથ (મુખ્ય આરોપી) હજુ ફરાર છે, જે ભરૂચ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. બાકીના 9 આરોપીઓની અમે ધરપકડ કરી લીધી છે. 'કમિશનની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા ન આપવું' ભાવનગર પોલીસ જાહેર જનતાને અપીલ કરી છે કે, કોઈપણ અજાણી વ્યક્તિને કમિશનની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા ન આપવું. તેમજ ઉપરોકત ઇસમો પૈકી કોઇને પોતાના બેંક એકાઉન્ટની માહીતી કે પાસબુક ચેકબુક એ.ટી.એમ વિગેરે વસ્તુઓ આપેલ હોય તો બોરતળાવ પો.સ્ટેનો સંપર્ક કરવો અને સાયબર ફ્રોડના કિસ્સામાં તુરંત જ 1930 પર કોલ કરવો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીની પરબો શરૂ:જૈન સોશિયલ ગ્રુપ અને દીપ્તિબેન ટ્રસ્ટના સહયોગથી ત્રણ સ્થળોએ સેવા શરૂ
    Next Article
    કોલેજ વિદ્યાર્થિનીએ સંશોધન પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો:આવેગીક પરિપક્વતા અને મનોભાર પર અભ્યાસ, ચારૂત્તર વિદ્યા મંડળે ગ્રાન્ટ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment