Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાવોલમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ:પ્લાસ્ટિક, ટાયર ને જ્વલનશીલ સામગ્રીને કારણે આગ ઝડપથી પ્રસરી, ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો

    13 hours ago

    ગાંધીનગરના ન્યૂ વાવોલ વિસ્તારમાં આવેલા એક વિશાળ ભંગારના ગોડાઉનમાં આજે અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. જ્વલનશીલ કચરાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરોનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્લાસ્ટિક, ટાયરને કારણે આગ ઝડપથી પ્રસરી ન્યૂ વાવોલ પાસે સ્થિત આ ગોડાઉનમાં પ્લાસ્ટિક, ટાયર અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો હોવાથી આગે ઝડપથી પ્રસાર કર્યો હતો, જેના ધુમાડાના ગોટા દૂર સુધી આકાશમાં દેખાયા હતા. ગાંધીનગર ફાયર સ્ટેશનની ત્રણથી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જોકે, ભંગારના જથ્થાના અંદરના ભાગમાં આગ હોવાથી ફાયર કર્મીઓને તેને સંપૂર્ણપણે ઓલવવામાં ભારે જહેમતનો સામનો કરવો પડી રહ્યો છે. આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરાયો આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ લાખો રૂપિયાનો ભંગાર બળીને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન છે. તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે તૈનાત છે. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન પ્રાથમિક અનુમાન મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ તંત્ર દ્વારા ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનોની ઉપલબ્ધતા અને આગ લાગવાના ચોક્કસ કારણો અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભીમરાડ અને રાંદેરની દુર્ઘટનાઓ બાદ તંત્ર જાગ્યું:જીઓ ટેકનિકલ કન્સલ્ટન્ટનો અભિપ્રાય ફરજીયાત, સોઈલ એક્સપર્ટની ગાઈડલાઈન મુજબ જ પ્રોટેક્શન વોલ બનાવવી પડશે
    Next Article
    સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીની પરબો શરૂ:જૈન સોશિયલ ગ્રુપ અને દીપ્તિબેન ટ્રસ્ટના સહયોગથી ત્રણ સ્થળોએ સેવા શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment