Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભીમરાડ અને રાંદેરની દુર્ઘટનાઓ બાદ તંત્ર જાગ્યું:જીઓ ટેકનિકલ કન્સલ્ટન્ટનો અભિપ્રાય ફરજીયાત, સોઈલ એક્સપર્ટની ગાઈડલાઈન મુજબ જ પ્રોટેક્શન વોલ બનાવવી પડશે

    2 days ago

    સુરત શહેર આજે આધુનિક ગગનચુંબી ઇમારતોનું હબ બની રહ્યું છે. મુંબઈ જેવી મેટ્રો સિટીની જેમ અહીં પણ હાઈરાઈઝ બિલ્ડિંગોનો ક્રેઝ વધ્યો છે, પરંતુ આ ભવ્યતાની નીચે એક ગંભીર જોખમ પણ દટાયેલું છે. તાજેતરમાં શહેરના ભીમરાડ, રાંદેર અને અડાજણ જેવા વિસ્તારોમાં નિર્માણાધીન સાઇટ્સ પર બૅઝમેન્ટના ખોદાણ દરમિયાન જે રીતે પ્રોટેક્શન વોલ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે, તેણે સુરત મહાનગરપાલિકાને એક્શન મોડમાં લાવી દીધી છે. બિલ્ડરો જમીનની અંદર 3થી 4 માળ ઊંડા બૅઝમેન્ટ બનાવી રહ્યા સુરતમાં જમીનના ભાવ આસમાને હોવાથી બિલ્ડરો હવે વધુમાં વધુ એફ.એસ.આઈ. (FSI) નો ઉપયોગ કરી રહ્યા છે. નિયમ મુજબ પાર્કિંગની સુવિધા આપવા માટે બિલ્ડરો જમીનની અંદર 3થી 4 માળ ઊંડા બૅઝમેન્ટ બનાવી રહ્યા છે. આ ખોદાણ 40થી 60 ફૂટ સુધી ઊંડું હોઈ શકે છે. આટલી ઊંડાઈએ જ્યારે ખોદાણ કરવામાં આવે ત્યારે આસપાસની જમીન અને મિલકતોને પકડી રાખવા માટે ‘ડી-વોલ’ બનાવવામાં આવે છે. જો આ દીવાલ જરા પણ કાચી પડે તો આખી સાઈટ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ શકે છે. 40 ફૂટ પહોળી મજબૂત ગણાતી ડી-વોલ ધસી પડી હતી ભીમરાડ વિસ્તારમાં આવેલી વિવાન પ્રોજેક્ટની સાઈટ પર બનેલી ઘટનાએ ટેકનિકલ નિષ્ણાતોને પણ વિચારતા કરી દીધા હતા. અહીં 40 ફૂટ પહોળી મજબૂત ગણાતી ડી-વોલ ધસી પડી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ આસપાસની મિલકતો પર મોટું જોખમ ઊભું થયું હતું. દબાણની ગણતરીમાં સહેજ પણ ભૂલ થાય, મજબૂત દીવાલ ટકી શકતી નથી નિષ્ણાતોના મતે, આ વિસ્તારમાં 'વોટર ટેબલ' (ભૂગર્ભ જળ સ્તર) ખૂબ જ ઊંચું છે. જ્યારે બૅઝમેન્ટ માટે ઊંડું ખોદાણ કરવામાં આવે છે, ત્યારે બહારની તરફથી પાણીનું અને ભીની માટીનું પ્રચંડ દબાણ દીવાલ પર આવે છે. જો આ દબાણની ગણતરીમાં સહેજ પણ ભૂલ થાય, તો ગમે તેવી મજબૂત દીવાલ પણ ટકી શકતી નથી. જીઓ ટેકનિકલ કન્સલ્ટન્ટનો અભિપ્રાય અનિવાર્ય સામાન્ય રીતે બાંધકામ ક્ષેત્રે GDCRના નિયમોનું પાલન થતું હોય છે. વર્તમાન GDCRમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે બૅઝમેન્ટની મંજૂરી માટે સોઈલ ટેસ્ટિંગ કે જીઓ ટેકનિકલ રિપોર્ટ આપવો જ જોઈએ. જોકે, સુરત મનપાના સેન્ટ્રલ ટીડીઓ વિભાગે જોયું કે કાયદાકીય જોગવાઈઓની રાહ જોવામાં લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આથી, મનપાએ એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે બે કે તેથી વધુ બૅઝમેન્ટ હોય ત્યાં જીઓ ટેકનિકલ કન્સલ્ટન્ટનો અભિપ્રાય અનિવાર્ય.નકશા પાસ કરતા પહેલા જમીનની ભીતરની સ્થિતિનો વૈજ્ઞાનિક રિપોર્ટ તપાસવો. માત્ર સ્ટ્રક્ચર એન્જિનિયર નહીં, પણ સોઈલ એક્સપર્ટની ગાઈડલાઈન મુજબ જ પ્રોટેક્શન વોલ બનાવવી. મનપાએ બિલ્ડરને પ્લાન રિવાઇઝ કરવા જણાવ્યું મનપાએ આ નવા નિયમનો કડક અમલ શરૂ કરી દીધો છે. તેના બે તાજા ઉદાહરણો સુરતના રિયલ એસ્ટેટ માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યા છે. જેમાં વિવાન પ્રોજેક્ટ (ભીમરાડ): અહીં અકસ્માત બાદ ટેકનિકલ કમિટીએ તપાસ કરી. જીઓ ટેકનિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું કે 3 બૅઝમેન્ટ બનાવવાથી જમીન પરનું દબાણ અસહ્ય થઈ જશે. પરિણામે, મનપાએ બિલ્ડરને પ્લાન રિવાઇઝ કરવા જણાવ્યું અને હવે અહીં 3 ને બદલે માત્ર માણીયા હોસ્પિટલ (અડાજણ): અડાજણની આ સાઈટ પર પણ દીવાલ તૂટવાની ઘટના બની હતી. પરંતુ અહીં જ્યારે જીઓ ટેકનિકલ તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે જરૂરી સુધારા-વધારા સાથે 3 બૅઝમેન્ટ સુરક્ષિત છે. એક્સપર્ટે અહીં સંખ્યા ઘટાડવાનું સૂચન ન આપતા, 3 બૅઝમેન્ટ યથાવત રાખવા દેવાયા છે. આ બે કિસ્સાઓ સાબિત કરે છે કે હવે મનપા 'વન સાઈઝ ફિટ્સ ઓલ' ના બદલે દરેક સાઈટની ભૌગોલિક સ્થિતિ મુજબ નિર્ણય લઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણ વાઘેશ્વરી માતાજીને એક કિલો સોનું અર્પણ:સોની સમાજ દ્વારા 45મો પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો
    Next Article
    વાવોલમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ:પ્લાસ્ટિક, ટાયર ને જ્વલનશીલ સામગ્રીને કારણે આગ ઝડપથી પ્રસરી, ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment