Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચિત્રકાર કનુ પટેલને કૈલાસ લલિતકલા એવોર્ડ મળ્યો:મોરારી બાપુએ હનુમાન જન્મોત્સવ સમારોહમાં સન્માનિત કર્યા

    1 day ago

    હનુમાન જન્મોત્સવના પાવન અવસરે પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં ચિત્રકાર કનુ પટેલને પ્રતિષ્ઠિત 'કૈલાસ લલિતકલા એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે કલા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યાં અનેક પ્રતિભાશાળી કલાકારોને વિવિધ એવોર્ડથી નવાજવામાં આવ્યા. ચિત્રકલા ક્ષેત્રનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ જાણીતા ચિત્રકાર કનુ પટેલને પૂજ્ય મોરારી બાપુના હસ્તે અર્પણ કરાયો. આ સન્માન તેમના ચિત્રકલા પ્રત્યેના દીર્ઘકાલીન સમર્પણ અને સર્જનાત્મક યાત્રાને નવી ઊર્જા આપશે. સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલે કનુ પટેલની આ સિદ્ધિને બિરદાવી હતી. આ સમારોહમાં દેશભરના અનેક જાણીતા કલાકારોને 'નટરાજ' અને 'હનુમંત' એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા. જેમાં સુપ્રસિદ્ધ અભિનેત્રી શબાના આઝમી, કલાકાર કવલજીત પેન્ટલ, વરિષ્ઠ કલાકાર અરવિંદ વૈદ્ય, રમેશ નાયક, ગાયિકા કૌશિકી ચક્રવર્તી અને દેવાશિષ મહાપાત્ર સહિત કલા ક્ષેત્રના અગ્રણીઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ માત્ર એવોર્ડ વિતરણ પૂરતો સીમિત ન રહેતા, તે ભારતીય સંસ્કૃતિ, સંગીત, નાટ્યકલા અને ભક્તિભાવનો જીવંત ઉત્સવ બની રહ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે આવા આયોજનોને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા. એવોર્ડ પ્રાપ્ત કર્યા બાદ ચિત્રકાર કનુ પટેલે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, આવા મહાનુભાવોની વચ્ચે સ્થાન મેળવવું અને તેમની સાથે આ પવિત્ર ક્ષણોને વહેંચવાનો અવસર મળવો તેમના માટે આશીર્વાદ સમાન છે. તેમણે આ સન્માનને પોતાની કલા યાત્રામાં નવી જવાબદારી અને પ્રેરણારૂપ ગણાવ્યું. કનુ પટેલે આયોજકો, ગુરુજનો, પરિવારજનો અને તમામ શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભવિષ્યમાં પણ કલા અને સંસ્કૃતિની સેવા માટે સતત પ્રતિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લીધી. આ કાર્યક્રમે ઉપસ્થિત તમામ શ્રોતાઓ અને કલાપ્રેમીઓના હૃદયમાં એક અવિસ્મરણીય છાપ છોડી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાન રોયલ્સે IPL ઇતિહાસની સૌથી ઝડપી ટીમ ફિફ્ટી ફટકારી:વૈભવે બુમરાહના પહેલા જ બોલે છગ્ગો ફટકાર્યો, જયસ્વાલે દીપક ચહરની પહેલી ઓવરમાં 5 બાઉન્ડરી ફટકારી
    Next Article
    ઈન્ડિયન રેલવેના નિવૃત્ત કર્મચારી સાથે 1.80 લાખની છેતરપિંડી:વીડિયો કોલ કરી વૃદ્ધને ફસાવ્યા, વાઇરલની ધમકી આપી ડરાવ્યા; યુટ્યુબના જનરેલ મેનેજર બની રૂપિયા પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment