Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરની હોટલોમાં પોલીસની તપાસ:નિયમોના ભંગ બદલ કાર્યવાહી, સગીરોને રૂમ ન આપવા સૂચના; બે સંચાલકો સામે ગુનો

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત એસ.ઓ.જી. શાખા અને સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન તેમજ બી-ડિવિઝન પોલીસે શહેરની વિવિધ હોટલો અને ગેસ્ટ હાઉસમાં આકસ્મિક ચેકિંગ કર્યું હતું. આ રેઇડ દરમિયાન પાવર હાઉસ પાસે આવેલી 'હોટલ ધ પેલેસ'ના સંચાલક ભવાનીસિંહ ક્રિપાલસિંહ જાડેજા અને એમ.પી. શાહ કોલેજ પાસે આવેલી 'હોટલ બ્લુ બર્ડ'ના સંચાલક દેવાંગભાઈ મનુભાઈ ખાંભલા વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ બી.એન.એસ.ની કલમ ૨૨૩ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હોટલ સંચાલકોને કડક સૂચના આપી છે કે, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીરોને તેમના વાલીની સંમતિ વગર રૂમ ભાડે આપવા નહીં. આ ઉપરાંત, દરેક ગ્રાહકની વિગત 'પથિક' સોફ્ટવેરમાં ફરજિયાત ઓનલાઇન એન્ટ્રી કરવી અને સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ એક મહિના સુધી સુરક્ષિત રાખવું. પોલીસ ટીમો દ્વારા શહેરની સેટર્ન હોટલ, શિવ-શક્તિ ગેસ્ટ હાઉસ, હર્ષદ ગેસ્ટ હાઉસ, આંગન હોટલ, વૃંદાવન હોટલ, સ્કાય ઇન હોટલ, ડાયમંડ હોટલ અને સન રાઇઝ હોટલ સહિત અન્ય સ્થળોએ પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં SOG PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહીલ તેમજ એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    IPLમાં RR vs MI: મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ લીધી:11-11 ઓવરની મેચ રમાશે, કવર્સ હટાવાયા, ખેલાડીઓ મેદાન પર વોર્મ-અપ કરી રહ્યા છે
    Next Article
    સુરત વરાછા બેંક ચૂંટણી રિઝલ્ટ:પરિણામ પૂર્વધારણા મુજબ સહકાર પેનલના પક્ષમાં રહ્યું, તમામ બેઠકો પર ક્લીન સ્વીપ કરી જીત મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment