Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત વરાછા બેંક ચૂંટણી રિઝલ્ટ:પરિણામ પૂર્વધારણા મુજબ સહકાર પેનલના પક્ષમાં રહ્યું, તમામ બેઠકો પર ક્લીન સ્વીપ કરી જીત મેળવી

    9 hours ago

    સુરતની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા 'ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ'ના સંચાલક મંડળની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. અપેક્ષા મુજબ જ, બેંકમાં વર્ષોથી શાસન કરી રહેલી 'સહકાર પેનલ'નો ભવ્ય વિજય થયો છે. વિરોધ પક્ષના તમામ પડકારોને પછાડીને સહકાર પેનલે ક્લીન સ્વીપ મેળવી બેંકના વહીવટ પર પોતાની પકડ ફરી એકવાર સાબિત કરી દીધી છે. ધારૂકા શૈક્ષણિક કેમ્પસના ઓડિટોરીયમ ખાતે મતગણતરી આજે વહેલી સવારથી જ કાપોદ્રા વિસ્તારમાં આવેલા ધારૂકા શૈક્ષણિક કેમ્પસના ઓડિટોરીયમ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. બેલેટ પેપર પદ્ધતિ અને મોટી સંખ્યામાં ઉમેદવારો હોવાને કારણે ગણતરીની પ્રક્રિયા ખૂબ જ ધીમી અને ચોકસાઈપૂર્વક ચાલી હતી. કુલ ત્રણ રાઉન્ડમાં યોજાયેલી આ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, જેમાં શરૂઆતથી જ સહકાર પેનલના ઉમેદવારોએ વિરોધીઓ પર મોટી લીડ જાળવી રાખી હતી. 9,766 સભાસદોએ મતાધિકારનો ઉપયોગ કર્યો ચૂંટણી માટે બેંકના કુલ 65,000 સભાસદોમાંથી 53,300 સભ્યો મતદાન માટે લાયક ઠર્યા હતા. જોકે, ઉત્સાહપૂર્વક થયેલા મતદાનમાં કુલ 9,766 સભાસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતગણતરી દરમિયાન જાણવા મળ્યું હતું કે કુલ મતોમાંથી 8,785 મત માન્ય ગણાયા હતા, જ્યારે ટેકનિકલ ભૂલો કે ક્ષતિઓને કારણે 981 મતો અમાન્ય (રદ) જાહેર કરવામાં આવ્યા હતા. નવનિર્વાચિત ડિરેક્ટરોની પ્રથમ બોર્ડ મીટિંગ બોલાવાશે નિયમ મુજબ, મતગણતરીના આંકડા જાહેર થયા હોવા છતાં વિજયની સત્તાવાર જાહેરાત સહકારી ચૂંટણી પ્રાધિકરણ, નવી દિલ્હીની અંતિમ મંજૂરી બાદ જ કરવામાં આવશે. દિલ્હીથી મંજૂરી મળ્યા બાદ નવનિર્વાચિત ડિરેક્ટરોની પ્રથમ બોર્ડ મીટિંગ બોલાવવામાં આવશે. આ બેઠકમાં બેંકના ચેરમેન અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવશે. સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ સહકાર પેનલની એકતરફી જીતથી સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિણામો સ્પષ્ટ થતા જ ધારૂકા કેમ્પસની બહાર સમર્થકોએ વિજયના નારા લગાવ્યા હતા. સભાસદોએ ફરી એકવાર વર્તમાન શાસકોની પેનલ પર વિશ્વાસ મૂકતા બેંકના ભાવિ વિકાસ અને નવી યોજનાઓ અંગે આશા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરની હોટલોમાં પોલીસની તપાસ:નિયમોના ભંગ બદલ કાર્યવાહી, સગીરોને રૂમ ન આપવા સૂચના; બે સંચાલકો સામે ગુનો
    Next Article
    School van runs over 8-year-old boy in Gurgaon; driver on the run

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment