Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રાવણને માત્ર વિલન નહીં પણ વિદ્વાન અને યોદ્ધા તરીકે દેખાડાશે':'રામાયણ'ના ડિરેક્ટર નિતેશ તિવારીએ યશના પાત્ર વિશે મહત્ત્વપૂર્ણ માહિતી શેર કરી

    2 days ago

    ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ' ટીઝર રિલીઝ થયા બાદથી ચર્ચામાં છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ અને યશ રાવણના પાત્રમાં જોવા મળશે. તાજેતરમાં અમેરિકાના લોસ એન્જલસમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન નિતેશ તિવારીએ યશના પાત્ર એટલે કે રાવણના પાત્ર વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું કે, આ ફિલ્મમાં રાવણને માત્ર એક 'વન-ડાયમેન્શનલ' વિલન તરીકે નહીં, પરંતુ એક વિદ્વાન અને યોદ્ધા તરીકે પણ રજૂ કરવામાં આવશે. માત્ર વિલન જ નહીં, રાવણ વિદ્વાન અને યોદ્ધા પણ હશે નિતેશ તિવારીએ જણાવ્યું કે, રાવણના જીવનના ઘણા પાસાઓ હતા, જેને પડદા પર લાવવા જરૂરી છે. તેમણે કહ્યું કે, 'રાવણ એક મહાન યોદ્ધા, કુશળ સંગીતકાર અને પ્રકાંડ વિદ્વાન હતો. તે એક ઉદાર રાજા અને ભગવાન શિવનો ખૂબ મોટો ભક્ત પણ હતો. તેથી તેના પાત્રમાં માત્ર બુરાઈ (બ્લેક કેરેક્ટર) બતાવવાને બદલે તેના વ્યક્તિત્વના આ અલગ-અલગ પાસાઓને દર્શાવવા અમારા માટે જરૂરી છે.' 'રાવણની વાર્તામાંથી જીવનનો મોટો સંદેશ મળશે' નિતેશ તિવારીએ રાવણના માનવીય અને વિદ્વાન પાસાને બતાવવા પાછળનું અસલી કારણ પણ જણાવ્યું. તેમના મતે, 'રાવણના જીવનના આ ભાગોને બતાવવાનો એક ઊંડો હેતુ છે. એમાં એક ખૂબ જ મહત્વનો પાઠ છુપાયેલો છે. તમે ભલે ગમે તેટલા ગુણવાન કેમ ન હો, પરંતુ જો તમે અહંકાર, બદલાની ભાવના અને અહમથી સંચાલિત થાઓ છો, તો તેનું પરિણામ શું આવે છે, તે રાવણની વાર્તા શીખવે છે. આ જ આ ફિલ્મનો એક મોટો સંદેશ પણ હશે. ફિલ્મ બે ભાગમાં આવશે રિપોર્ટ્સ અનુસાર, નિતેશ તિવારીની 'રામાયણ' મોટા પાયે બનાવવામાં આવી રહેલી ફ્રેન્ચાઇઝી હશે. તેને બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનો પહેલો ભાગ દિવાળી 2026માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. જ્યારે, વાર્તાનો બીજો અને અંતિમ ભાગ આવતા વર્ષે દિવાળી 2027માં રિલીઝ કરવાની યોજના છે. ફિલ્મ 'રામાયણ' સાથે જોડાયેલી મહત્વની વાતો-
    Click here to Read More
    Previous Article
    પ્રવાસી મજૂરોને સરળતાથી મળશે 5 કિલોનો ગેસ સિલિન્ડર:સરકારે રાજ્યોની દૈનિક મર્યાદા બમણી કરી, ઈરાન યુદ્ધને કારણે લીધો નિર્ણય
    Next Article
    મહિલાઓએ હસતા મુખે સોનાના ઘરેણા ઉતારીને આપ્યા, VIDEO:ચેઈન, બંગડીઓ, બુટ્ટીઓ અને વીંટીઓ પધરાવી, જૈન સમાજને કાર્યક્રમમાં 2 કલાકમાં કરોડોનું દાન આવ્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment