Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માછીમારોએ હાથીના ડૂબતા બચ્ચાને બચાવ્યું, VIDEO:હોડી પર આવતાની સાથે જ બચ્ચું માછીમારને વળગી પડ્યું, 2 કલાક બાદ માતાએ બચ્ચાને વહાલથી પંપાળ્યું!

    12 hours ago

    પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં માછીમારોએ ભારે પ્રવાહમાં તણાઈ રહેલા હાથીના બચ્ચાનો જીવ બચાવ્યો. ગજોલડોબા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ હાથીઓનું ટોળું તિસ્તા નદી પાર કરી રહ્યું હતું, ત્યારે ભારે પ્રવાહમાં બચ્ચું ટોળાથી અલગ થઈ ગયું. તિસ્તા નદીમાં માછલી પકડી રહેલા પાંચ માછીમારોએ બચ્ચાને પાણીમાં સંઘર્ષ કરતા જોયું. તેમણે બે હોડીથી લગભગ 4 કિલોમીટર સુધી તેનો પીછો કર્યો. ત્યારબાદ ત્રણ માછીમારો પાણીમાં ઉતર્યા અને બચ્ચાને હોડી પર ખેંચીને સુરક્ષિત બહાર કાઢ્યું. હોડીમાં હાથીનું બચ્ચું એક માછીમારને વળગી ગયું. બચ્ચાને વન વિભાગને સોંપી દેવામાં આવ્યું. તેને તરત સારવાર આપવામાં આવી અને તેની માતાની શોધ શરૂ કરવામાં આવી. લગભગ બે કલાક બાદ વન વિભાગ, સ્થાનિક લોકો અને માછીમારોએ બચ્ચાને તેની માતા સાથે મિલન કરાવ્યું. માતાને તેણે બચ્ચાને વહાલ કર્યું. હાથીના બચ્ચાના રેસ્ક્યૂથી લઈને માતા સાથે મિલન સુધીની 6 તસવીરો… 1. માછીમારો હોડીથી 4 કિમી દૂર હાથીના બચ્ચા સુધી પહોંચ્યા 2. ત્રણ માછીમારોએ હાથીના બચ્ચાને નદીમાંથી બહાર કાઢ્યું 3. હાથીના બચ્ચાને હોડીમાં બેસાડીને કિનારે લાવવામાં આવ્યું 4. હોડીમાં બેઠા બાદ હાથીનું બચ્ચું માછીમારને વળગી ગયું 5. હાથીના બચ્ચાને કિનારે લાવીને છોડી દેવામાં આવ્યું 6. હાથીએ બચ્ચાને તેને વહાલ કર્યું હાથી સાથે જોડાયેલા અન્ય સમાચાર… 14 સપ્ટેમ્બર: બાળકો પાસેથી ફૂટબોલ છીનવીને હાથી પોતે રમવા લાગ્યો...VIDEO, મેદાનમાં દોડીને મારી કિક આસામના નુમાલીગઢમાં જંગલી હાથીનો ફૂટબોલ રમતો વીડિયો સામે આવ્યો હતો. લીલાછમ ઘાસના મેદાનમાં હાથી દોડીને બોલને કિક મારી રહ્યો છે અને દૂર ઊભેલા બાળકો તેને જોઈ રહ્યા છે. અહીં બોગીધલા રમતના મેદાનમાં કેટલાક બાળકો ફૂટબોલ રમી રહ્યા હતા. તે દરમિયાન એક જંગલી હાથી ત્યાં આવી પહોંચ્યો. મેદાનમાં પહોંચતાની સાથે જ તેણે ફૂટબોલ પોતાના કબજામાં લઈ લીધો અને તેની સાથે રમવા લાગ્યો. તે દરમિયાન ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ વીડિયો બનાવી લીધો. 11 સપ્ટેમ્બર: હાથીના ગળામાં ટાયર ફસાયું, બેચેન થઈને રહેણાંક વિસ્તારમાં ભાગ્યો, વીડિયો આસામના નુમાલીગઢમાં એક હાથીના ગળામાં ટ્રેક્ટરનું ટાયર ફસાઈ જવાનો વીડિયો વાયરલ થયો હતો. હાથી બેચેન થઈને એક રહેણાંક વિસ્તારમાં પણ દોડતો જોવા મળ્યો હતો. માહિતી મળતાં જ વન વિભાગની ટીમે હાથીને શોધવા માટે ડ્રોનની પણ મદદ લીધી. લોકેશન મળતાં જ ટીમ હાથી સુધી પહોંચી અને તેના ગળામાંથી ટાયર અલગ કર્યું.
    Click here to Read More
    Previous Article
    ચાંદી ₹2,412 ઘટીને ₹2.33 લાખ પ્રતિ કિલો પર આવી:બે દિવસમાં ભાવ ₹4 હજાર ઘટ્યા, 10 ગ્રામ સોનું આજે ₹1,205 સસ્તું થયું
    Next Article
    સભ્યોની ગેરહાજરીથી છોટા ઉદેપુર પાલિકા પ્રમુખ ચૂંટણી રદ:બોગસ જાતિ પ્રમાણપત્ર વિવાદ બાદ પ્રમુખપદ ખાલી પડ્યું હતું; તમામ સભ્યો ગેરહાજર રહેતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment