Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદી ₹2,412 ઘટીને ₹2.33 લાખ પ્રતિ કિલો પર આવી:બે દિવસમાં ભાવ ₹4 હજાર ઘટ્યા, 10 ગ્રામ સોનું આજે ₹1,205 સસ્તું થયું

    11 hours ago

    સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 22 સપ્ટેમ્બરે ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન એટલે કે IBJAના જણાવ્યા મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં 1,205 રૂપિયા ઘટાડો થઈને તે 1.52 લાખ રૂપિયા પર આવી ગયા છે. એક કિલો ચાંદીની કિંમતમાં 2,412 રૂપિયાનો ઘટાડો થઈને તે 2.33 લાખ રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલાં ગઈકાલે પણ ચાંદી 1,916 રૂપિયા અને સોનું 390 રૂપિયા સસ્તું થયું હતું. ચાંદી બે દિવસમાં 4 હજારથી વધુ અને સોનું 1,500 રૂપિયા સસ્તું થયું છે. શું આ ઘટાડો લાંબો સમય ચાલશે? બજાર નિષ્ણાતોનું માનવું છે કે હાલ સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જળવાઈ રહી શકે છે: અમેરિકાની કેન્દ્રીય બેંક 'ફેડરલ રિઝર્વ'એ 3 વર્ષમાં પ્રથમ વખત વ્યાજદરોમાં વધારો કર્યો છે. તેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જોકે, ભૂરાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે સોનાને સપોર્ટ મળી શકે છે, જેના કારણે રોકાણકારો ફરીથી તેને સુરક્ષિત રોકાણ તરીકે પસંદ કરી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે રોકાણકારોએ સાવચેત રહેવું જોઈએ, કારણ કે બજારમાં હજુ પણ નબળાઈના સંકેતો જોવા મળી રહ્યા છે. જોકે, કોઈ મોટા ઘટાડા પર ખરીદીની તક પણ બની શકે છે. કૅરેટ પ્રમાણે સોનાની કિંમત દેશના મોટા શહેરોમાં સોનાની કિંમત સ્રોત: goodreturns 22 સપ્ટેમ્બર 2026 આ વર્ષે સોનું ₹19 હજાર મોંઘું થયું આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 2026માં અત્યાર સુધીમાં સોનું 20 હજાર રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું 1.33 લાખ રૂપિયા હતું, જે હવે 1.52 લાખ રૂપિયા છે. બીજી તરફ, 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2.30 લાખ રૂપિયા હતો, જે હવે વધીને 2.33 લાખ રૂપિયા થઈ ગયો છે. આ દરમિયાન 29 જાન્યુઆરીએ સોનાએ 1.76 લાખ રૂપિયા અને ચાંદી 3.86 લાખ રૂપિયાની ઑલટાઇમ હાઈ પર પહોંચી હતી. આ વર્ષે અત્યાર સુધી સોના-ચાંદીની ચાલ નોંધ:- સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત કિલોમાં | સ્રોત:- IBJA જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો સર્ટિફાઇડ સોનું જ ખરીદો: હંમેશાં બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નું હૉલમાર્ક ધરાવતું સર્ટિફાઇડ સોનું જ ખરીદો. આ નંબર અલ્ફાન્યૂમેરિક એટલે કે કંઈક આ પ્રકારનો હોઈ શકે છે- AZ4524. હૉલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. કિંમત ક્રૉસ ચેક કરો: સોનાનું ચોક્કસ વજન અને ખરીદીના દિવસે તેની કિંમત અનેક સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) પરથી ક્રૉસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે અલગ-અલગ હોય છે. અસલી ચાંદીની ઓળખ કરવાની 4 રીતો
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ:ભારતીય મેન્સ ટીમ 4X100 સ્વિમિંગની ફાઇનલમાં, મહિલા બેડમિન્ટન ટીમ ક્વાર્ટરફાઇનલમાં બહાર
    Next Article
    માછીમારોએ હાથીના ડૂબતા બચ્ચાને બચાવ્યું, VIDEO:હોડી પર આવતાની સાથે જ બચ્ચું માછીમારને વળગી પડ્યું, 2 કલાક બાદ માતાએ બચ્ચાને વહાલથી પંપાળ્યું!

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment