Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલીતાણામાં યુવકની હત્યા કરનાર 5ને આજીવન કેદ:પૈસાની લેતી-દેતીમાં યુવકને છરીના ઘા ઝીંકતા મોત થયું, ભાવનગરની સેસન્સ કોર્ટનો ચુકાદો

    4 days ago

    ભાવનગરના પાલીતાણામાં આજથી સવા બે વર્ષ પૂર્વે પૈસાની લેતી-દેતીની દાઝ રાખી શખસોએ હુમલો કરી ડુંગરપરના યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી. જે મામલે પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે પાંચ શખસ સામે હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું. જે કેસ ભાવનગર ન્યાયાલયમાં ચાલી જતા ગઈકાલે ન્યાયમુર્તિએ પાલીતાણાના પાંચેય આરોપીને ગુનેગાર ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી. પૈસાની અદાવતમાં રસ્તામાં ઝઘડો કર્યો પાલીતાણા તાલુકાના ડુંગરપુર ગામે રહેતા આકીબભાઈ જુસબભાઈ લાખાપોટાએ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં જે તે સમયે સિરાજ રજા કભાઈ રાંધનપરા, સિકંદર નાથાભાઈ સૈયદ, તાહીર ગફારભાઈ રાધનપરા, ગફાર રાંદનપરા, તોફિક ગફારભાઈ રાંધનપરા (રહે. તમામ પાલીતાણા) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, 2 સપ્ટેમ્બર, 2024ના રોજ રાત્રિના આઠ કલાકના અરસા દરમિયાન તેઓ તેના માસીના દીકરા અફજલભાઈ દિનુભાઈ સમા (રે. ડુંગરપર. તા. પાલીતાણા) અને તેના મિત્ર જુનેદ ઈકબાલભાઈ નોડીયા ત્રણેય પાલીતાણામાં સદવિચાર હોસ્પિટલની બાજુમાં, રામદેવ કોમ્પ્લેક્ષની સાઈડમાં ક્રિકેટ બોક્સ તરફ જવાના માર્ગ પર ઉભા હતાં. આ સમયે તેઓને સિરાજ રજાકભાઈ રાંધનપરા અને સિકંદર સૈયદ સાથે પૈસાની લેતી દેતી બાબતે ઝધડો ચાલતો હોવાની દાઝ રાખી સિરાજ રાંધનપરા, સિંકદર નાથાભાઈ સૈયદ અને તાહીર ગફારભાઈ રાધનપરા તેઓને જોઈ જતા તેની પાસે આવી ઝધડો કર્યો હતો. બે લોકોને છરીના ઘા ઝીંક્યાં, ધમકી આપી તેના માસીના દીકરા અફજલભાઈને સિંકદરે પકડી રાખતા સિરાજે છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી. જ્યારે તેઓને ઉપરા-છાપરી છરીના બે ઘા હાથના ભાગે મારી ઈજા કરી હતી. દરમિયાન અફજલભાઈને દવાખાને લઈ જતા હતા, ત્યારે ગફાર રાધનપરા અને તેનો દીકરો તોફીક રાંધનપરાએ ધારીયુ, પાઈપ જેવા હથીયાર સાથે આવી મારમારી આજે તો એકને માર્યો, હવે બીજીવાર નામ લેશો તો બધાને પતાવી દેશુ તેવી ધમકી આપી હતી. સારવારમાં મોત થતા કેસ હત્યામાં ફેરવાયો દરમિયાન અફજલભાઈને પાલીતાણાની સદવિચાર હોસ્પિટલમાં ખસેડાતા સારવારમાં તેઓનું મૃત્યુ થયું હતું. આ ફરિયાદ અનુસંધાને પાલીતાણા ટાઉન પોલીસે તમામ શખસ સામે BNS એક્ટ 103(1), 118(1), 115(2), 352, 351(3), 54, 61, તેમજ જીપી એક્ટ 135, મુજબ ગુનો દાખલ કરી તમામ શખસોની ધરપકડ કરી તેના સામે ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યુ હતું. કોર્ટે તમામને આજીવન કેદની સજા ફટકારી ભાવનગરની ત્રીજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ તેમજ સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વિકલ સી.વી. પરમારની દલીલો, સાક્ષી, પુરાવાના આધારે ન્યાયમૂર્તિએ આરોપી સિરાજ રજાકભાઈ રાંધનપરા, સિકંદર નાથાભાઈ સૈયદ, તાહીર ગફારભાઈ રાધનપરા, ગફાર મુસાભાઈ રાંદનપરા, તોફિક ગફારભાઈ રાંધનપરા (રે. તમામ. પાલીતાણા)ને આજીવન કેદની સજા ફટકારી હતી.
    Click here to Read More
    Previous Article
    20થી 25 વર્ષથી જમીન ખેડતા ખેડૂતોને હક્કપત્ર નહીં મળવાની ભીતિ:MP મનસુખ વસાવાએ તંત્ર સામે ઉઠાવ્યા સવાલો,નર્મદાની 800થી વધુ અરજીઓ પેન્ડિંગ, બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ 80 હજાર હક્કપત્રો અપાશે
    Next Article
    વેરાવળ યાર્ડમાં 5થી 11 નવેમ્બર સુધી હરાજી બંધ:દિવાળીના તહેવારોને પગલે નિર્ણય, મગફળી, અનાજ અને કઠોળની હરાજી નહીં થાય; શાકભાજી વિભાગ ચાલુ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment