Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટાર મોબાઇલ સામે કાર્યવાહી: રજીસ્ટર વગર મોબાઇલ લે-વેચ:ગીર સોમનાથમાં નિયમોનું પાલન ન કરનાર વેપારીઓ માટે ચેતવણી

    10 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં ગુન્હાઓમાં મોબાઈલ ફોનના દુરુપયોગને કારણે પોલીસ સક્રિય બની છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશનો ભંગ કરીને રજીસ્ટર વગર મોબાઈલની લે-વેચ કરવા બદલ પ્ર.પાટણની 'સ્ટાર મોબાઈલ' દુકાન સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં ચોરીના કે ગુન્હામાં વપરાયેલા મોબાઈલ ફોનને ટ્રેસ કરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, જિલ્લા મેજિસ્ટ્રેટે મોબાઈલ વેપારીઓ માટે નિયમો અમલમાં મૂક્યા છે. આ નિયમો મુજબ, નવા કે જૂના મોબાઈલની ખરીદી કે વેચાણ કરતી વખતે વેચનાર અને ખરીદનારની સંપૂર્ણ વિગતો—નામ, સરનામું અને ઓળખ—રજીસ્ટરમાં નોંધવી ફરજિયાત છે. આ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ગીર સોમનાથ પોલીસ વધુ સક્રિય બની છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે જિલ્લામાં ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત, પ્ર.પાટણ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પીર રેહાન મસ્જિદ નજીક આવેલી 'સ્ટાર મોબાઈલ' નામની દુકાનની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જણાયું કે દુકાનના માલિક/સંચાલક મોહમદરફીક હુસેનભાઈ ભાદરકા (ઉંમર 40, રહે. પ્ર.પાટણ લખાતવાડી) દ્વારા મોબાઈલ લે-વેચ માટે જરૂરી રજીસ્ટર નિભાવવામાં આવ્યું નહોતું. આ કૃત્ય જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ ગણાતાં, પ્ર.પાટણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મોબાઈલ લે-વેચનો વ્યવસાય કરતા તમામ વેપારીઓએ નિયમોનું કડક પાલન કરવું પડશે. રજીસ્ટર વગર વેપાર કરતા જણાશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગુન્હાઓ રોકવા અને તેના મૂળ સુધી પહોંચવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.
    Click here to Read More
    Previous Article
    લવ મેરેજ, અફેર ને પત્નીનું ગળુ દબાવી હત્યા:અમદાવાદમાં પિતાની શંકાથી કરાયેલા PM રિપોર્ટે પતિની પોલ ખોલી, માતાએ કહ્યું-દીકરો બીચારો મમ્મી-મમ્મી કરી રહ્યો છે
    Next Article
    વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની લાલ આંખ:સુરેન્દ્રનગર જિલ્લામાં 4 જનસંપર્ક સભાઓ બાદ 7 ગુના દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment