Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની લાલ આંખ:સુરેન્દ્રનગર જિલ્લામાં 4 જનસંપર્ક સભાઓ બાદ 7 ગુના દાખલ

    8 hours ago

    ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરધાર (વ્યાજખોરી)ની પ્રવૃત્તિઓ ડામવા માટે 15 માર્ચથી 14 એપ્રિલ સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ દ્વારા વિભાગીય સ્તરે જનસંપર્ક સભાઓ યોજી વ્યાજખોરોના ત્રાસ સામે જનજાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જનસંપર્ક સભાઓ અને પોલીસ કાર્યવાહી જિલ્લામાં કુલ 4 જનસંપર્ક સભાઓ યોજવામાં આવી હતી. આ સભાઓમાં મળેલી રજૂઆતો અને જાગૃતિના પગલે પોલીસમાં કુલ 7 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2 અરજદારો દ્વારા મળેલી અરજીઓમાં અરજદાર અને સામાવાળા પક્ષ વચ્ચે સમાધાન થતાં તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. કયા પોલીસ સ્ટેશનમાં કોની સામે ગુના નોંધાયા? પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 7 શખ્સો સામે ગુના નોંધાયા છે: મૂળી પોલીસ સ્ટેશન: દેવાયત સામળા રબારી (રહે. ગઢડા), કાળુ ભરવાડ અને દિલા ભરવાડ (બંને રહે. સુરેન્દ્રનગર). લીંબડી પોલીસ સ્ટેશન: ભગીરથસિંહ રાણા (રહે. હાલ લીંબડી, મૂળ કંથારિયા) અને રાજદીપસિંહ ઉર્ફે ભાણુભા મહેન્દ્રસિંહ (રહે. નંદીગ્રામ સોસાયટી, લીંબડી). ચુડા પોલીસ સ્ટેશન: મનુ જીવા ખાચર (રહે. કોરડા, તા. ચુડા). જોરાવરનગર પોલીસ સ્ટેશન: હરપાલસિંહ દીલુભા પઢીયાર (રહે. વઢવાણ). ધજાળા પોલીસ સ્ટેશન: મોઢ બહાદુર ખાચર (રહે. સાંગોઈ), પ્રતાપ કાઠી દરબાર (રહે. શીરવાણીયા), ઉદય લખુ ખવડ (રહે. શીરવાણીયા), બાબ જીલુ ભાંભળા (રહે. ભાણેજડા), વનરાજ બાબ ભાંભળા (રહે. ભાણેજડા) અને હરસુખ ગોવિંદ ત.કોળી (રહે. ગઢશીરવાણીયા, હાલ થાનગઢ). સુરેન્દ્રનગર સિટી B ડિવિઝન: રામ વસ્તુભાઈ કરપડા (60 ફૂટ રોડ), પ્રફુલસિંહ અર્જુનસિંહ રાણા (દાળમીલ રોડ), અરવિંદ વરસંગ જાદવ (અખીશેલ પાર્ક), મયુર ગોવિંદ રબારી (કુકડા, તા. મૂળી), બાલાસીંગ આર. રાઠોડ (રહે. હાલ અમદાવાદ, અદાણી શાંતિગ્રામ) અને પ્રતાપ કાળુ માલા (રહે. થાનગઢ). પોલીસની જાહેર અપીલ પોલીસ તંત્ર દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ આ આરોપીઓ અથવા અન્ય કોઈ પણ વ્યાજખોરના ત્રાસનો ભોગ બની હોય, તો નિર્ભય થઈને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી. પોલીસ વ્યાજખોરીની પ્રવૃત્તિને જડમૂળથી નાબૂદ કરવા કટિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    સ્ટાર મોબાઇલ સામે કાર્યવાહી: રજીસ્ટર વગર મોબાઇલ લે-વેચ:ગીર સોમનાથમાં નિયમોનું પાલન ન કરનાર વેપારીઓ માટે ચેતવણી
    Next Article
    Aditya Dhar Says 'Ready For National Awards' As Dhurandhar 2 Roars Across The World

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment