Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્નની લાલચ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી:રાજકોટમાં મોબાઇલની દુકાન ધરાવતાં શખ્સે સબંધીના ઘરે લઇ જઈ એક જ રાતમાં ચાર વખત દુષ્કર્મ આચરી હું પરિણીત છું કહી તરછોડી દીધી

    2 days ago

    રાજકોટ શહેરના માંડાડુંગર વિસ્તારમાં 20 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી નરાધમે એક જ રાતમાં ચાર વખત દુષ્કર્મ આચરી તરછોડી દેતાં આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મોબાઇલની દુકાન ધરાવતાં શખ્સે રસ્તામાં ચાલી જતી યુવતીને નંબરની કાપલી આપી સંપર્ક કર્યો બાદમાં હું તારી સાથે જ લગ્ન કરીશ કહીં ત્રણ દિવસ પહેલા યુવતીને ભગાડી સબંધીને ઘરે લઈ જઈ ચાર વખત દુષ્કર્મ આચરી બીજા દિવસે હું પરિણીત છું, તારી સાથે લગ્ન નહિ કરી શકું કહી યુવતીને તરછોડી દિધી હતી. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સોહિલ ઈબ્રાહીમ નોતીયારનું નામ આપતાં આજીડેમ પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી માતા પિતા સાથે રહી ઘરકામ કરે છે. 6 મહિના પહેલા બપોરના 11 વાગ્યા આસપાસ તે ઘરેથી દાદીના ઘરે જતી હતી ત્યારે ભવાની ચોકમાં રોડ ઉપર એક છોકરો ઉભો હતો તેને એક કાગળ આપ્યો જે ખોલી જોતા તેમાં મોબાઇલ નંબર હતા. બે ત્રણ દિવસ બાદ મમ્મીના ફોનમાંથી કાગળની કાપલીમાં લખેલા મોબાઈલ નંબર ઉપર ફોન કર્યો હતો અને તેની સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું કે, તેનુ નામ સોહીલ ઇબ્રાહિમ નોતીયાર હોવાનું અને પોતે માંડાડુંગરમાં રહેતો હોવાનુ જણાવ્યું હતું તેમજ પોતાને ભાવાની ચોકમાં એ.પી.મોબાઇલ નામની મોબાઇલ રીપેરીંગ કરવાની દુકાન હોવાનુ જણાવ્યું હતુ. ત્યાર બાદ બંને ફોનમાં અવાર નવાર વાતચીત કરતા હતા. બંનેને મિત્રતા થઇ અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો તેમજ સોહીલ તેને મળવા દુકાને બોલાવતો. 15 દિવસ પહેલા સોહીલે તેની દુકાને બોલાવી મોબાઇલ ફોન આપ્યો હતો તેમાં પણ વાતચીત કરતા. ત્યાર બાદ ગઇ તા.27.03.2026ના ફોનમાં વાતચીત કરતાની જાણ ઘરે થતા તેના પિતાએ ઠપકો આપી ફોન તોડી નાખ્યો હતો, ત્યાર બાદ આ વાત સોહીલને કરતા તારા ઘરે કોઈ ન હોય ત્યારે નીકળી જાજે અને મારી પાસે આવતી રહેજે તેમ વાત કરી હતી. ત્યાર બાદ ગઈ તા.31.03.2026ના રાત્રીના 8 વાગ્યે ઘરે કોઈ ન હોય જેથી ઘરેથી નીકળી અને બહાર જઈ સોહીલને ફોન કર્યો જેથી તેને કહ્યું કે તું પ્રણામી ચોકમાં આવી જા હું ત્યાં આવુ છું, જેથી તેણી પ્રણામી ચોકમાં ગઈ અને થોડીવાર પછી આ સોહીલ બાઈક લઈને આવ્યો હતો. માંડાડુંગર ભીમરાવનગર ખાતે તેઓના કોઈ સગાને ત્યા લઇ ગયો અને ત્યા રાત્રીના 11 વાગ્યા આસપાસ સોહીલે હું તારી સાથે લગ્ન કરી લઇશ તેમ કહી તેણીના કપડા ઉતારી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તે જ રાત્રી દરમ્યાન આવી રીતે સોહીલે કુલ ચાર વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ બીજા દિવસે બપોરે 3 વાગ્યે સોહીલે કહ્યું કે, તુ તારા ઘરે જતી રહે, મારા લગ્ન અગાઉથી થઇ ગયેલ છે, જેથી હું તારી સાથે લગ્ન કરી શકીશ નહીં તેમ કહી ત્યાથી મોકલી દીધી હતી જેથી તેણી ઘરે આવતી રહી અને ઘરે આવી મમ્મી પપ્પાને તેણી સાથે બનેલ બનાવની વાત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મહાનગરપાલિકાના નામોની યાદી આજે તૈયાર થઇ જશે:ભાજપના ઉમેદવારોની યાદી એક બે દિવસમાં જાહેર થાય એવી શક્યતા, પેનલમાં નામ હશે તેઓને ગાંધીનગર બોલાવવાની તૈયારી
    Next Article
    પેથાપુરના તળાવનો નવો અવતાર:જંગલી ઝાડીઓ દૂર કરાતા જળસંગ્રહ ક્ષમતામાં 150 ટકાનો વધારો થયો, 5 નેસ્ટીંગ આયલેન્ડથી પક્ષીઓ માટે બન્યું આશ્રયસ્થાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment