Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાનગરપાલિકાના નામોની યાદી આજે તૈયાર થઇ જશે:ભાજપના ઉમેદવારોની યાદી એક બે દિવસમાં જાહેર થાય એવી શક્યતા, પેનલમાં નામ હશે તેઓને ગાંધીનગર બોલાવવાની તૈયારી

    2 days ago

    વડોદરા મહાનગરપાલિકાની ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ હવે ફાઇનલ યાદી તૈયાર કરી દેવામાં આવશે.આજે પ્રદેશ કક્ષાએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જે બાદ વડોદરામાં પણ પ્રદેશ કક્ષાએથી ખાસ નિરીક્ષકો આવીને સેન્સ પ્રક્રિયા દરમિયાન તૈયાર થયેલી યાદીમાંથી ફાઇનલ નામો તૈયાર કરશે તેવી માહિતી હતી. જોકે, જે દાવેદારોના નામ પેનલમાં હશે તેઓને ગાંધીનગર ખાતે બોલાવવાની પણ શક્યતા જોવા મળી રહી છે. આગામી એક બે દિવસમાં નામોની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. નિરીક્ષકો નામોની છણાવટ કરશે વડોદરા મહાનગરપાલિકાની 76 બેઠક માટે ભાજપ દ્વારા બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલી હતી જેમાં ચાર ઝોનમાં દાવેદારોને સંભાળવામાં આવ્યા હતા. નિરીક્ષકો દ્વારા આ યાદી તૈયાર કરવામાં આવી છે જેમાંથી હવે છણાવટ કરવામાં આવશે. જાણવા મળ્યા મુજબ આજે મોડી સાંજે વડોદરા શહેરમાં નિરીક્ષકો વડોદરા આવવાના હતા. જો કે કોઈક કારણોસર અંતિમ ક્ષણે આ કાર્યક્રમ રદ થયો હોવાની માહિતી છે. ત્યારે જેઓના પેનલમાં નામો હશે તેઓને ગાંધીનગર ખાતે બોલાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અને ત્યાર બાદ નામોની જાહેરાત કરવામાં આવશે. ભાજપમાંથી 1434 જેટલા દાવેદારો વડોદરા મહાનગરપાલિકાની 76 બેઠક માટે ભાજપમાંથી 1434 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જેમાંથી સેન્સ લેવા આવેલા નિરીક્ષકો દ્વારા અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ હવે પ્રદેશમાંથી નક્કી થયેલા નિરીક્ષકો ફાઇનલ પેનલ નક્કી કરશે. જાણવા મળ્યા મુજબ આ નિરીક્ષકોમાં કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત સહપ્રભારી અને પ્રભારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક-બે દિવસમાં યાદી જાહેર કરાય એવી શક્યતા ભાજપ દ્વારા આગામી એક બે દિવસમાં પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લગભગ નક્કી થઇ ગયું છે અને તેના આધારે નિરીક્ષકો દ્વારા પણ કામગીરી આગળ ધપાવવામાં આવશે ત્યારે ભાજપના દાવેદારોએ પણ પોતાના રાજકીય ગુરુઓના ચરણ સ્પર્શ કરી દીધા છે.
    Click here to Read More
    Previous Article
    Karishma Tanna announces pregnancy after 4 years of marriage, says her ‘little miracle’ is due in August
    Next Article
    લગ્નની લાલચ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી:રાજકોટમાં મોબાઇલની દુકાન ધરાવતાં શખ્સે સબંધીના ઘરે લઇ જઈ એક જ રાતમાં ચાર વખત દુષ્કર્મ આચરી હું પરિણીત છું કહી તરછોડી દીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment