Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુચરાજીના શંખલપુર મંદિરના ગેટ પાસેથી ચોરી:દંપતી મંદિરના ગેટ પાસે બાઈક મુકી દર્શન કરવા ગયું, પરત ફરતા વાહન ગાયબ; પોલીસની અજાણ્યા ચોર સામે ફરિયાદ

    13 hours ago

    યાત્રાધમ બહુચરાજીમાં રહેતા અને મંદિરમાં યજમાનવૃત્તિ કરી પરિવારનું ગુજરાન ચલાવતા એક શ્રદ્ધાળુનું મોટર સાયકલ શંખલપુર બહુચર માતાજીના મંદિર પાસેથી ચોરાયું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર દ્વારા બેચરાજી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગેટ પાસે બાઈક મુકી દંપતી દર્શન કરવા મંદિરમાં ગયું બહુચરાજીના હરગોવનપુરા વિસ્તારમાં રહેતા નરેન્દ્રકુમાર ઉમીયાશંકર જાની ગત તારીખ 3 એપ્રિલ 2026ના રોજ રાત્રિના સમયે પોતાની પત્ની સાથે શંખલપુર ખાતે બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. તેમણે પોતાનું હીરો કંપનીનું એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ નંબર GJ-02-EB-2968 મંદિરના પ્રથમ ગેટ પાસે પાર્ક કર્યું હતું. દંપતી દર્શન કરી અને મેળાની મુલાકાત લઈને રાત્રિના આશરે 11 વાગ્યાના સુમારે પરત ફર્યું ત્યારે પાર્ક કરેલી જગ્યાએ તેમનું વાહન મળી આવ્યું નહોતું. બેચરાજી પોલીસમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ આસપાસના વિસ્તારોમાં અને શંખલપુર ગામમાં શોધખોળ કરવા છતાં મોટર સાયકલનો કોઈ પતો લાગ્યો નહોતો. અંદાજે 50,000 રૂપિયાની કિંમતનું આ બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી છૂટ્યો હોવાનું જણાતા અંતે નરેન્દ્રકુમારે પોલીસનો સંપર્ક કર્યો હતો. બેચરાજી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'કોંગ્રેસ પ્રમુખ ખડગેને ખબર નથી, આપણે ભણેલા-ગણેલા છીએ':ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે CMનો કટાક્ષ સાથે આક્રમક પ્રહાર, કહ્યું- 'ગુજરાતની જનતા આનો જવાબ આપશે'
    Next Article
    દાંતામાં વન અધિકારીઓ-પોલીસ ઉપર હુમલાનો કેસ:હાઇકોર્ટે કહ્યું- વહીવટી તંત્રે આદિજાતિઓને સમજાવવાને બદલે ફોર્સની તાકાત બતાવી, 13 એપ્રિલે કોર્ટમાં અધિકારીઓ હાજર રહે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment