Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CM ભૂપેન્દ્ર પટેલની ‘ડિજિટલ સરપ્રાઈઝ વિઝિટ’:મહેસાણા, કચ્છ અને ભાવનગરના જિલ્લા સ્વાગતમાં અચાનક જોડાયા, ‘પેપર પર નહીં, અરજદારને સંતોષ થાય એવો નિકાલ કરો’

    22 hours ago

    સામાન્ય નાગરિકોના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિવારણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક નવી અને સરાહનીય પહેલ કરી છે. દર મહિનાના ચોથા બુધવારે યોજાતા ‘જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ’માં મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વીડિયો વોલ મારફતે અચાનક ‘ડિજિટલ સરપ્રાઈઝ વિઝિટ’ કરી હતી. કોઈપણ આગોતરી જાણ કર્યા વિના જોડાયેલા મુખ્યમંત્રીએ મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાના અરજદારોની રજૂઆતો જાતે સાંભળી હતી અને ઘટનાસ્થળે જ અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા હતા. રજૂઆત લઈને રાજ્ય સ્વાગત સુધી આવવું ન પડે એવો ઉકેલ લાવો મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી હતી કે, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં આવતી રજૂઆતોનો માત્ર કાગળ પર નિકાલ કરવાને બદલે અરજદારને વાસ્તવિક સંતોષ મળે તેવો ન્યાય મળવો જોઈએ. તેમણે ઉમેર્યું કે, કોઈપણ નાગરિકને પોતાની રજૂઆત લઈને ગાંધીનગર રાજ્ય સ્વાગત સુધી આવવાની જરૂર જ ન પડે તે રીતે જિલ્લા અને તાલુકા કક્ષાએ જ ૧૦૦ ટકા ફરિયાદોનું નિવારણ લાવવું જોઈએ. સ્થળ પર જ આપેલા મુખ્ય આદેશો અને નિર્ણયો મુદત અને સમીક્ષા અંગેના મુખ્ય બિંદુઓ એક નજરે અસંભવ પ્રશ્નોમાં પણ સ્પષ્ટ સમજ આપવા આદેશ મુખ્યમંત્રીએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે, જે પ્રશ્નોનો કાયદાકીય કે વહીવટી ઉકેલ શક્ય ન હોય તેવા કિસ્સામાં પણ અરજદારને સાચી અને સ્પષ્ટ સમજ આપવી જોઈએ જેથી તેઓ ગેરમાર્ગે ન દોરાય. આ ઉપરાંત, તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ જિલ્લાના અધિકારીઓએ રૂબરૂ હાજર રહીને સક્રિયતા દાખવવી જોઈએ. મુખ્યમંત્રીની આ અચાનક મુલાકાતથી અરજદારોને સીધો સંવાદ કરવાની તક મળી હતી, જેનાથી પ્રજાનો તંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર તેમજ ખાસ ફરજ પરના અધિકારીઓ ધીરજ પારેખ અને રાકેશ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વાંગચુકે કહ્યું- 25 દિવસ વીતી ગયા, હજુ પણ જીવતો છું:સરકાર તરફથી ભરોસો મળ્યો તો આજે જ અનશન તોડીશ, જંતર-મંતર પર કોકરોચ પાર્ટીનાં ધરણા
    Next Article
    પાણી ચોરી સામે પોલીસ ફરિયાદની વાતો પોકળ:રાજકોટ મનપા દ્વારા વોર્ડ 11માં પાણી ચોરી કરતા ત્રણ પાસેથી રૂ. 2-2 હજારનો દંડ વસૂલી સંતોષ માની લેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment