Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર મોકલેલી ટ્રક બિનવારસી મળી:25 ટન બ્રાસ સ્ક્રેપ ગાયબ, ડ્રાઈવર-ક્લીનર ઝડપાયા

    16 hours ago

    દિલ્હીથી રાજકોટ અને જામનગરના વેપારીઓ માટે મોકલાયેલો અંદાજે રૂ.2,37,33,134ની કિંમતનો 25 ટન જેટલો બ્રાસ સ્ક્રેપ બારોબાર સગેવગે કરી ટ્રક ડ્રાઈવર અને ક્લીનર ટ્રક મૂકીને નાસી છૂટ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં ભક્તિનગર પોલીસે ડ્રાઇવર-ક્લીનરને ઝડપી લઇ ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગોંડલ તાલુકાના હડમતાળા ગામે હનુમાન મંદિર સામે રહેતા અને શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટ એજન્સીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ રેવતુભાઇ જાડેજાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજસ્થાનના જોધપુરના ટ્રક નં.આર.જે.52જીએ-4413ના ડ્રાઇવર મનોહરસિંહ કરણસિંહ, કલીનર પ્રતાપસિંહ અને ગુનાહિત કાવતરામાં ખૂલે તે તમામના નામ આપ્યા છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા.31-7ના દિલ્હી ટ્રાન્સપોર્ટ ઓફિસેથી ટ્રક નંબર RJ-52-GA-4413 માં આશરે 27 ટન બ્રાસ સ્ક્રેપ લોડ કરવામાં આવ્યો હતો. રાજકોટની પાર્ટીઓને 2 ટન માલ આપ્યા બાદ બાકીના 255541.75 કિલો ગ્રામ પિતળનો ભંગાર લઇ ડ્રાઇવર-ક્લિનર જામનગર જવા રવાના કરાયા પરંતુ રસ્તામાં જ ગાયબ થઇ જતા અને ટ્રક ખાલી મળી આવતા ફરિયાદ નોંધાવાઇ હતી.
    Click here to Read More
    Previous Article
    કાંકરેજ ચર્ચિત લાફાકાંડમાં મહંત બળદેવગિરીની અટકાયત:દેવ દરબાર જાગીર મઠ વિવાદમાં કાયદાકીય પ્રક્રિયા તેજ; ચોધરી સમાજ આંદોલનની આગળની રણનીતિ નક્કી કરશે
    Next Article
    પગાર માગવાના મુદ્દે હુમલાની ઘટના:સાળાના મારથી ઘવાયેલા પ્રૌઢનું મોત, બનાવ હત્યામાં પલટાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment