Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણી ચોરી સામે પોલીસ ફરિયાદની વાતો પોકળ:રાજકોટ મનપા દ્વારા વોર્ડ 11માં પાણી ચોરી કરતા ત્રણ પાસેથી રૂ. 2-2 હજારનો દંડ વસૂલી સંતોષ માની લેવાયો

    23 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નાગરિકોને સમાન અને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે માટે હાથ ધરાયેલા ચેકિંગ અભિયાન દરમિયાન વોર્ડ નં. 11 વિસ્તારમાં પાણી ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાણી વિતરણ સમય દરમિયાન ગેરકાયદેસર રીતે મોટર મૂકીને પાણી ખેંચતા 3 આસામીઓ ઝડપાયા હતા. નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી અને સિટી એન્જિનિયર કુંતેશ મહેતાના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમે ગીરનાર સોસાયટીમાં કરેલી તપાસમાં ગોવિંદભાઇ મનુભાઇ સબાડ, ગીરીશભાઇ કાલાભાઇ ટાટમીયા અને પ્રફુલભાઇ ગોવિંદભાઇ ભરડવા ગેરરીતિ કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. સમગ્ર મામલે જાહેર પાણી વિતરણ વ્યવસ્થામાં રોડાં નાખી અન્ય નાગરિકોના હક્કનું પાણી ખેંચી લેનારા આ ત્રણેય આસામીઓ સામે મનપા દ્વારા કાર્યવાહી કરીને રૂ. 2-2 હજારનો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જોકે મનપા દ્વારા અગાઉ પાણી ચોરી કરનારાઓ સામે કડક પોલીસ ફરિયાદ દાખલ કરવાની વાતો કરવામાં આવી રહી હતી, પરંતુ આ કિસ્સામાં માત્ર રૂ. 2-2 હજાર દંડ વસૂલીને સંતોષ માની લેવાતા પોલીસ ફરિયાદની વાતો પોકળ સાબિત થઈ છે. મનપા તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ અચાનક ચેકિંગ હાથ ધરી પાણી ચોરી અટકાવવાની ચેતવણી આપવામાં આવી છે. શહેરમાંથી 258 રેંકડી-કેબીન અને 2635 બોર્ડ-બેનર જપ્ત રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. 1 જુલાઈથી તા. 15 જુલાઈ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન જ્યુબિલી, પરાબજાર, જંક્શન રોડ, રામાપીર ચોકડી અને મવડી મેઈન રોડ સહિતના વિસ્તારોમાંથી રસ્તા પર નડતરરૂપ 258 રેંકડી-કેબીન જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત કાલાવડ રોડ, ગુંદાવાડી અને રેસકોર્સ સહિતના વિવિધ વિસ્તારોમાંથી 750 પરચુરણ ચીજવસ્તુઓ કબ્જે કરાઈ હતી. રોડ-રસ્તા અને હોકર્સ ઝોનમાંથી મનપાની ટીમ દ્વારા 3428 કિલો શાકભાજી તથા ફળફળાદિ જપ્ત કરવામાં આવ્યા હતા. મંજૂરી વગર આડેધડ મુકી રાજમાર્ગોની શોભા બગાડતા 2635 બોર્ડ-બેનરો પણ હટાવી લેવાયા હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન દબાણ હટાવ શાખા દ્વારા નિયમભંગ કરનારા જુદા જુદા ધંધાર્થીઓ પાસેથી રૂ. 48,000 મંડપ કમાન-છાજલી ભાડું તેમજ રૂ. 3,61,295 વહીવટી ચાર્જ મળીને કુલ રૂ. 4 લાખથી વધુની દંડકીય વસૂલાત કરવામાં આવી હતી. નર્મદાના પાણીથી નળ સુધીની સફર દર્શાવતી વિઝિટર્સ ગેલેરી ટૂંક સમયમાં શરૂ થશે રાજકોટ મહાપાલિકા દ્વારા નાગરિકોને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી પૂરું પાડવાની સાથે પાણી શુદ્ધિકરણ અંગે જાગૃતિ લાવવા નવીન પહેલ કરવામાં આવી છે. રૈયાધાર સ્થિત 100 એમએલડી ક્ષમતા ધરાવતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના સંકુલમાં નિર્માણાધીન 'પ્લાનેટ એચ-20' વિઝિટર્સ ગેલેરીની કામગીરીનું કમિશનર તુષાર સુમેરાએ નિરીક્ષણ કર્યું હતું. આ ગેલેરીનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. નર્મદાના નીર 376 કિલોમીટર દૂરથી ઘરો સુધી કેવી રીતે પહોંચે છે, તેની શુદ્ધિકરણ પ્રક્રિયા, લેબ પરીક્ષણ અને વિતરણ વ્યવસ્થા વિશે વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓને વ્યવહારુ જ્ઞાન આપવાનો આ ગેલેરીનો હેતુ છે. એન્જિનિયરિંગ, મેડિકલ અને માઇક્રોબાયોલોજી જેવા ક્ષેત્રોના વિદ્યાર્થીઓ માટે આ કેન્દ્ર આકર્ષક ડિસ્પ્લે અને મોડેલ્સ દ્વારા જળ સંરક્ષણ તથા પાણીની ગુણવત્તા ચકાસણીની તાલીમમાં મદદરૂપ બનશે. આ મુલાકાત દરમિયાન એડી. સિટી એન્જિનિયર કે.પી. દેથરીયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. 6 ઓગસ્ટથી ઓખા–બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી 20 મિનિટ વહેલી ઉપડશે ​રાજકોટ રેલવે પ્રશાસને પરિચાલન સંબંધી કારણોસર ટ્રેન નંબર 22969 ઓખા–બનારસ એક્સપ્રેસના ઉપડવાના સમયમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, સુધારેલી સમય-સારણી મુજબ ટ્રેન નંબર 22969 ઓખા–બનારસ એક્સપ્રેસ 6 ઓગસ્ટ, 2026થી ઓખા રેલવે સ્ટેશનથી તેના વર્તમાન નિર્ધારિત સમય 14:25 કલાકના સ્થાને સુધારેલા સમય 14:05 કલાકે ઉપડશે. આ રીતે આ ટ્રેન હવે તેના નિર્ધારિત સમય કરતાં 20 મિનિટ વહેલી રવાના થશે. ​નોંધનીય છે કે ઓખા રેલવે સ્ટેશન પછી ટ્રેનના રૂટમાં આવતા અન્ય તમામ સ્ટેશનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ​ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રેક સંરચના અંગેની અદ્યતન માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    CM ભૂપેન્દ્ર પટેલની ‘ડિજિટલ સરપ્રાઈઝ વિઝિટ’:મહેસાણા, કચ્છ અને ભાવનગરના જિલ્લા સ્વાગતમાં અચાનક જોડાયા, ‘પેપર પર નહીં, અરજદારને સંતોષ થાય એવો નિકાલ કરો’
    Next Article
    Iran Denies Secret Nuclear Site At Pickaxe Mountain Amid US Strike Threat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment