Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણા શાળાના મધ્યાહન ભોજન સંચાલક સન્માનિત:કુણઘેર ખાતે પંચપદી કાર્યક્રમમાં ઉત્તમ વ્યવસ્થાપન બદલ એવોર્ડ અપાયો

    21 hours ago

    પાટણ તાલુકાના કુણઘેર ખાતે પ્રાથમિક શાળાઓનો ક્લસ્ટર કક્ષાનો પંચપદી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચંદ્રુમાણા પીએમશ્રી પ્રાથમિક શાળાના મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલક રાહુલભાઈને ઉત્તમ વ્યવસ્થાપન અને ગુણવત્તાયુક્ત ભોજન પીરસવા બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પંચપદી કાર્યક્રમ જિલ્લા નાયબ ડીપીઓ નેહલભાઈ રાવલ, પાટણ તાલુકા શિક્ષણાધિકારી મહેન્દ્રભાઈ મકવાણા, બીઆરસી મીનાબેન પટેલ અને કુણઘેર ક્લસ્ટરના સીઆરસી મૌલિકભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ક્લસ્ટરની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ પ્રત્યેની નિષ્ઠા, નિયમિતતા, સ્વચ્છતા અને સ્વાદિષ્ટ ભોજન જેવા માપદંડોના આધારે એવોર્ડ આપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    માસાએ ભાણકી પર દુષ્કર્મનો પ્રયાસ કરતા ગુનો નોંધાયો:જૂનાગઢના મધુરમમાં સંબંધોને કલંકિત કરતી ઘટના ,મિલકતની લાલચ આપી બોલાવેલી ભાણકી પર માસાએ બગાડી દાનત, યુવતીએ જીવ બચાવી ભાગવું પડ્યું.
    Next Article
    મહુવાથી ડો. કનુ કલસરિયાએ રણશિંગું ફૂંક્યું:પૂર્વ ધારાસભ્ય ભાવનગરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવશે, 'સદ્ભાવના મંચ' તમામ બેઠકો પર ચૂંટણી લડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment