Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માસાએ ભાણકી પર દુષ્કર્મનો પ્રયાસ કરતા ગુનો નોંધાયો:જૂનાગઢના મધુરમમાં સંબંધોને કલંકિત કરતી ઘટના ,મિલકતની લાલચ આપી બોલાવેલી ભાણકી પર માસાએ બગાડી દાનત, યુવતીએ જીવ બચાવી ભાગવું પડ્યું.

    3 days ago

    જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં પવિત્ર ગણાતા લોહીના સંબંધોને કલંકિત કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક 55 વર્ષીય વ્યક્તિએ પોતાની જ સગી ભાણકી પર નજર બગાડી તેની સાથે દુષ્કર્મ કરવાનો અઘટિત પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ માનવતાને શરમાવી દીધી છે અને સમગ્ર પંથકમાં આ નરાધમ સામે ભારે ફિટકાર વરસી રહ્યો છે. આરોપી જૂનાગઢ મધુરમ વિસ્તારમાં રહે છે અને ટ્રક ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેણે અગાઉ મહારાષ્ટ્રની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા, જેનું કોરોના દરમિયાન નિધન થયું હતું. ત્યારબાદ તેણે ફરીથી મહારાષ્ટ્રની જ અન્ય એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. હાલ આ શખ્સને દોઢ વર્ષનું એક નાનું બાળક પણ છે. તાજેતરમાં તેની પત્ની પોતાના બાળક સાથે પિયરમાં આંટો મારવા ગઈ હતી, ત્યારે ઘરે એકલતાનો લાભ ઉઠાવી આ શખ્સે શરમજનક કૃત્ય આચરવાનું કાવતરું ઘડ્યું હતું. આ શખ્સે પોતાની જ ભાણકીને ફોન કરી લાલચ આપી હતી કે મહારાષ્ટ્રના આરણી તાલુકાની એક બેંકમાં દાગીના અને રોકડ જમા છે, જેમાં વારસદાર તરીકે ભાણકીનું નામ છે. આ મિલકત મેળવવા માટે તેને જૂનાગઢ આવવું પડશે તેમ કહી વિશ્વાસમાં લઈ તેને જૂનાગઢ બોલાવી હતી. મોડી રાતે જ્યારે ઘરમાં બીજું કોઈ નહોતું, ત્યારે આ નરાધમ યુવતી પાસે ગયો અને અત્યંત શરમજનક રીતે 'હું તને પ્રેમ કરું છું' તેમ કહી તેની સાથે શરીર સંબંધ બાંધવા દબાણ ઊભું કર્યું હતું. આટલેથી ન અટકતા, આ શખ્સે યુવતીનો હાથ પકડી તેના પર બળજબરી કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના જ સગા માસાનું આવું હેવાનિયતભર્યું રૂપ જોઈ યુવતી ફફડી ગઈ હતી. જોકે, યુવતીએ હિંમત હાર્યા વગર માસાના ચુંગાલમાંથી પોતાનો જીવ બચાવીને ઘરની બહાર દોટ મૂકી હતી. નરાધમ માસો તેનો પીછો કરી રહ્યો હતો, પરંતુ યુવતી દોડીને મુખ્ય માર્ગ પર પહોંચી ગઈ હતી. મધરાતે રસ્તા પર યુવતીની ચીસો અને બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. યુવતીએ રડતા રડતા પોતાની સાથે થયેલી આપવીતી વર્ણવતા લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. હાજર રહેલા લોકોના ટોળાએ આ નરાધમ શખ્સને મેથીપાક ચખાડી મેથીપાક આપ્યો હતો અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે ભોગ બનનાર યુવતીએ જૂનાગઢના સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નરાધમ માસા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીના નિવેદનના આધારે છેડતી,દુષ્કર્મનો પ્રયાસ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપી હીરા વારસુર ની ધરપકડ કરી છે. હાલ પોલીસ આ શખ્સે અગાઉ કોઈ આવી ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ તે મામલે વધુ તપાસ હાથ ધરી છે..
    Click here to Read More
    Previous Article
    પુણા પોલીસે વાહનચોરને ગીર સોમનાથથી ઝડપ્યો:સીસીટીવીમાં કેદ થયો ને ગીર ગઢડામાં ઠેકાણું મળતાં દબોચાયો, મોપેડ રિકવર કરાઈ
    Next Article
    ચંદ્રુમાણા શાળાના મધ્યાહન ભોજન સંચાલક સન્માનિત:કુણઘેર ખાતે પંચપદી કાર્યક્રમમાં ઉત્તમ વ્યવસ્થાપન બદલ એવોર્ડ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment