Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુણા પોલીસે વાહનચોરને ગીર સોમનાથથી ઝડપ્યો:સીસીટીવીમાં કેદ થયો ને ગીર ગઢડામાં ઠેકાણું મળતાં દબોચાયો, મોપેડ રિકવર કરાઈ

    18 hours ago

    સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનની ટીમે વાહનચોરીના એક વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને ગીર સોમનાથ જિલ્લામાંથી એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી ચોરીની મોપેડ પણ રિકવર કરી છે. સુઝુકી એક્સેસ મોપેડની ચોરી કરનાર ઝડપાયો સુરત શહેરમાં વધી રહેલી વાહનચોરીની ઘટનાઓને ડામવા માટે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓને પગલે પુણા પોલીસ એક્શન મોડમાં હતી. આ દરમિયાન, પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક બ્લુ કલરની સુઝુકી એક્સેસ મોપેડની ચોરી થઈ હતી. સીસીટીવીમાં કેદ થયો ને ગીર ગઢડામાં ઠેકાણું પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.દેસાઈ અને આર.એચ.મોરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તપાસમાં જોડાયો હતો. તપાસ દરમિયાન ગુનાવાળી જગ્યાની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આ ફૂટેજ અને હ્યુમન સોર્સીસ દ્વારા મળેલી સચોટ માહિતીને આધારે ચોરી કરનાર શખ્સની ઓળખ કુલદીપ લાલજીભાઇ જોગીયા તરીકે થઈ હતી. પુણા પોલીસે આરોપીને ગીર સોમનાથમાંથી દબોચી લીધો પોલીસને બાતમી મળી હતી કે આરોપી ચોરી કર્યા બાદ પોતાના વતન ગામ ફરેડા, તા. ગીર ગઢડા, જી. ગીર સોમનાથ ખાતે નાસી ગયો છે. આ માહિતીના આધારે સર્વેલન્સ સ્કોડની એક ટીમ તાત્કાલિક ગીર સોમનાથ રવાના થઈ હતી અને આરોપી કુલદીપને તેના વતનમાંથી દબોચી લીધો હતો. 50 હજારની મોપેડ રિકવર કરાઈ પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલી નીચે મુજબની મત્તા રિકવર કરી છે જેમાં એક મેટ સ્ટેલર બ્લુ કલરની સુઝુકી એક્સેસ 125 મોપેડ કિંમત આશરે 50,000 પકડાયેલ આરોપીનું નામ કુલદીપ લાલજીભાઇ જોગીયા જે સીલાઇકામ કરે છે સરનામું ગીતાનગર સોસાયટી વિભાગ-02, પુણાગામ, સુરત જેનુ મૂળવતન ફરેડા, જી. ગીર સોમનાથ છે
    Click here to Read More
    Previous Article
    India’s first semi-high-speed train completes 10 years: Check name, route, speed, stoppages
    Next Article
    માસાએ ભાણકી પર દુષ્કર્મનો પ્રયાસ કરતા ગુનો નોંધાયો:જૂનાગઢના મધુરમમાં સંબંધોને કલંકિત કરતી ઘટના ,મિલકતની લાલચ આપી બોલાવેલી ભાણકી પર માસાએ બગાડી દાનત, યુવતીએ જીવ બચાવી ભાગવું પડ્યું.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment