Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહુવાથી ડો. કનુ કલસરિયાએ રણશિંગું ફૂંક્યું:પૂર્વ ધારાસભ્ય ભાવનગરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવશે, 'સદ્ભાવના મંચ' તમામ બેઠકો પર ચૂંટણી લડશે

    20 hours ago

    ભાવનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ડો. કનુ કલસરિયાએ આ વખતે 'સદ્ભાવના મંચ'ના નેજા હેઠળ ચૂંટણી મેદાનમાં ઉતરવાની સત્તાવાર જાહેરાત કરી છે. મહુવા સ્થિત વડલી સદ્ભાવના હોસ્પિટલ ખાતે યોજાયેલી એક મહત્ત્વની બેઠકમાં તેમણે આ નિર્ણય લીધો હતો. 118 ગામના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રણનીતિ તૈયાર ચૂંટણીલક્ષી આયોજન માટે બોલાવવામાં આવેલી આ બેઠકમાં મહુવા તાલુકાના 118 ગામના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સક્ષમ ઉમેદવારોને મેદાનમાં ઉતારવા અને મજબૂત રણનીતિ તૈયાર કરવાનો હતો. કાર્યકર્તાઓએ કલસરિયાના આ નિર્ણયને વધાવી લઈ આગામી ચૂંટણીમાં જીત મેળવવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. જિલ્લાની તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારશે સદ્ભાવના મંચ દ્વારા માત્ર મહુવા જ નહીં, પરંતુ ભાવનગર જિલ્લાની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડો.કનુ કલસરિયાએ જણાવ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં જ સદ્ભાવના મંચના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરશે. પૂર્વ ધારાસભ્યના આ નિર્ણયથી ભાવનગર જિલ્લાના સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો રચાય તેવી શક્યતા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સદ્ભાવના મંચના પ્રભાવને જોતા મુખ્ય રાજકીય પક્ષો માટે પડકાર ઊભો થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ચંદ્રુમાણા શાળાના મધ્યાહન ભોજન સંચાલક સન્માનિત:કુણઘેર ખાતે પંચપદી કાર્યક્રમમાં ઉત્તમ વ્યવસ્થાપન બદલ એવોર્ડ અપાયો
    Next Article
    Gujarat Rain Updates LIVE | ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી | Weather Updates | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment