Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠેબા બાયપાસ પાસે કાર-રિક્ષા અકસ્માત:રિક્ષામાં સવાર મુસાફરો સહિતના ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, ભયંકર ટક્કરના કારણે કારની બોનેટ તૂટી

    3 days ago

    જામનગર શહેર નજીક ઠેબા બાયપાસ ચોકડી રોડ પર આજે એક મોટરકાર અને મુસાફરો ભરેલી રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષાચાલક સહિત કારમાં સવાર પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ઠેબા બાયપાસ પાસે મોટરકાર અને રિક્ષા સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ તરત જ આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં રિક્ષાચાલકને ઈજાઓ થઈ હતી, જ્યારે મોટરકારમાં સવાર પરિવારના સભ્યોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી અને રસ્તા પરથી ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કાપડ વેપારીએ વ્યાજખોરના ત્રાસથી ફિનાઈલ ગટગટાવ્યું:90 લાખ સામે 2.50 કરોડ ચૂકવ્યા, સુરતમાં સુસાઈડ નોટ લખી અને વીડિયો બનાવીને કહ્યું -'મારી આ હાલત માટે જુનેદ જવાબદાર છે'
    Next Article
    NHSRCL પ્રોજેક્ટને પગલે અમદાવાદ રેલવે ડિવિઝનમાં બ્લોક:ગુજરાત મેલનો મણિનગર સ્ટોપેજ રદ, 08 મે સુધી રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment