Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NHSRCL પ્રોજેક્ટને પગલે અમદાવાદ રેલવે ડિવિઝનમાં બ્લોક:ગુજરાત મેલનો મણિનગર સ્ટોપેજ રદ, 08 મે સુધી રહેશે

    3 days ago

    પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ કાંકરિયા–વટવા રેલખંડ પર NHSRCL (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ અંતર્ગત પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ટેકનિકલ કામગીરી માટે વિશેષ બ્લોક લેવામાં આવ્યો હોવાથી, 04 એપ્રિલ 2026 થી 08 મે 2026 સુધી બે મુખ્ય ઇન્ટરસિટી ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે. જેમાં ટ્રેન નંબર 19036 મણિનગર – વડોદરા અને ટ્રેન નંબર 19035 વડોદરા – વટવા ઇન્ટરસિટી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. ગુજરાત મેલના સ્ટોપેજમાં ફેરફાર માત્ર ટ્રેન રદ જ નહીં, પરંતુ લાંબા અંતરની ટ્રેનોના શિડ્યુલમાં પણ આંશિક ફેરફાર કરાયા છે. ટ્રેન નંબર 12902 અમદાવાદ – દાદર ગુજરાત મેલનો મણિનગર સ્ટેશન પરનો ઠેરાવ (Stoppage) 04 એપ્રિલ 2026 થી 08 મે 2026 સુધી અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યો છે. એટલે કે, આ સમયગાળા દરમિયાન ગુજરાત મેલ મણિનગર સ્ટેશન પર ઊભી રહેશે નહીં. મુસાફરો માટે સૂચના ઉનાળાની સિઝનમાં મુસાફરી કરનારા મુસાફરોને હાલાકી ન પડે તે માટે રેલવે તંત્ર દ્વારા અગાઉથી જાણ કરવામાં આવી છે. મુસાફરોને વિનંતી છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન કરતા પહેલાં NTES એપ અથવા રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર ટ્રેનોની લેટેસ્ટ સ્થિતિ તપાસી લે.
    Click here to Read More
    Previous Article
    ઠેબા બાયપાસ પાસે કાર-રિક્ષા અકસ્માત:રિક્ષામાં સવાર મુસાફરો સહિતના ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, ભયંકર ટક્કરના કારણે કારની બોનેટ તૂટી
    Next Article
    કલોલની ફાર્મા કંપની સાથે 72.33 લાખની છેતરપિંડી:કમિશન એજન્ટે હરિયાણા, હિમાચલની કંપનીઓને માલ અપાવી નાણાં પડાવ્યા,સાત વિરુધ ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment