Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાપડ વેપારીએ વ્યાજખોરના ત્રાસથી ફિનાઈલ ગટગટાવ્યું:90 લાખ સામે 2.50 કરોડ ચૂકવ્યા, સુરતમાં સુસાઈડ નોટ લખી અને વીડિયો બનાવીને કહ્યું -'મારી આ હાલત માટે જુનેદ જવાબદાર છે'

    3 days ago

    સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીએ વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. 90 લાખની લોન સામે 2.5 કરોડ રૂપિયા જેવી માતબર રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હોવા છતાં, ઉઘરાણી બંધ ન થતા આખરે વેપારીએ સલાબતપુરા દરગાહ પાસે ફિનાઈલ પી લીધું હતું. સુરતમાં આપઘાતનો પ્રયાસ કરતાં પહેલા કાપડના વેપારીએ 3 પેજની સુસાઈડ નોટ લખી છે અને એક વીડિયો પણ બનાવ્યો છે. જેમાં કાપડના વેપારીએ કહ્યું છે કે, મારી આ હાલત માટે ફક્ત ને ફક્ત જુનેદ જવાબદાર છે. વેપારીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો ભોગ બનનાર વેપારીના પુત્રના જણાવ્યા અનુસાર, વ્યાજખોર જુનેદની ઉઘરાણી એટલી હદે વધી ગઈ હતી કે પરિવારે પોતાની મિલકતો વેચીને પણ પૈસા ચૂકવ્યા હતા. આમ છતાં, જુનેદ દ્વારા સતત પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ દબાણ સહન ન થતા કાપડના વેપારીએ સલાબતપુરાની દરગાહ પાસે જઈ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે, તેમના મિત્રને જાણ થતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. 3 પેજની સુસાઈડ નોટ અને વીડિયોમાં વ્યથા ઠાલવી આ પગલું ભરતા પહેલા કાપડના વેપારીએ અત્યંત ભાવુક અને ચોંકાવનારો 3 પાનાનો પત્ર (સુસાઈડ નોટ) લખ્યો હતો. આ ઉપરાંત, તેમણે એક વીડિયો પણ બનાવ્યો હતો જેમાં તેમણે પોતાની વ્યથા અને વ્યાજખોર જુનેદ દ્વારા આપવામાં આવતા ત્રાસની વિગતો વર્ણવી હોવાનું જાણવા મળ્યું છે. આ પુરાવાઓ હવે પોલીસ તપાસમાં મહત્વની કડી સાબિત થઈ શકે તેમ છે. વીડિયોમાં શું કહ્યું? મિત્રો મને માફ કરી દેજો, મારી પાસે હવે બીજો કોઈ રસ્તો રહ્યો નથી. હું અત્યારે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. હું હવે બહુ જ કંટાળી ગયો છું. તમે બધાએ મારા માટે બહુ જ પ્રયત્નો કર્યા કે હું આ મુસીબતમાંથી બહાર નીકળી આવું, પણ હું ના નીકળી શક્યો. હવે મારી પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ જ રસ્તો રહ્યો નથી. જુનૈદ ભાઈનું પૈસા માટેનું બહુ જ પ્રેશર છે, મારી પાસે એક રૂપિયો પણ નથી તો હું તેમને પૈસા ક્યાંથી આપીશ? આખા ગામને ખબર છે કે જે પણ પૈસા આપવાના છે તે અસલમ સબ્બીર આપશે, મેં તો ખાલી ગેરેંટી જ લીધી હતી. પણ હવે તે પૈસા નથી આપતા તો હું શું કરીશ? હું ક્યાંથી આપીશ? મારા જે પણ મિત્રો મારી પાસે પૈસા માંગે છે તે મને માફ કરી દેજો અને મારી ફેમિલીને હેરાન ના કરતા. બસ, મારા માટે આટલી દુવા કરજો. સુસાઇડ નોટ હું મારી મરજથી આપઘાત કરી રહ્યો છું. કેમ કે મારાથી જુનેદ ખોરાવાલાના પૈસા માટેનું પ્રેસર સહન થતું નથી. મારાથી ભૂલ થઈ હતી Feb-2025 માં. કે મેં મારા ભાઈ અને તેનો પાર્ટનર પાસેની લાગણીમાં આવી ગયો. તેમને જુનેદ ખોરાવાલા પાસેથી મારી જીમ્મેદારી પર એક પ્રોપર્ટી લોન લેવા માટે તેમજ 50 લાખ રોકડ અપાવ્યા હતાં. તેમાંથી મારા પિતાની અમન સોસાયટીની મિલકત વેચી 33,00,000 જમા કરાવી દીધા હતા. તેમજ તેમ છતાં 50 લાખમાંથી 16 લાખ બાકી નીકળ્યા અને Galaxyની પ્રોપર્ટીમાં 78 લાખ બાકી નીકળ્યા. ટોટલ 94 લાખ બાકી જુનેદભાઈએ અસલમ-શબીરને આપવાનાં બાકી નીકળ્યા. આ બંને પાર્ટનર પ્રોબ્લેમમાં આવતા આ પૈસાની ઉઘરાણી મારી પાસેથી ચાલુ થઈ. જ્યાં સુધી મેં પૈસા પુરા નહીં કર્યા ત્યાં સુધી દર મહીને 2,35,000 વ્યાજ (તેનો મતલબ વ્યાજ ગણાય)તે આપવાનું. અને મને બહુ જ દબાવ આપી જુનેદ ખોરાવાલાએ 78 લાખની જગ્યાએ 22 લાખ વધારે માંગી. 1 કરોડની રીક્ષી (રસીદ/લખાણ) કરાવી દીધી. મેં પણ અમુક રકમ જુનેદભાઈ પાસે લીધી હતી. તેમાંથી આ હપ્તાઓમાં અસલમ-શબીરના વ્યાજના 14 લાખ જેટલા મારા પાસેથી લઈ લીધા અને આ બે વર્ષમાં મેં મારા પોતાના લીધેલા પૈસાનું પણ 20 લાખ જેટલું વ્યાજ ભરી દીધું હતું. હવે મારા પોતાના નામે 6,60,000/-, 6,60,000 + 1,40,000 = Total 23 લાખ માંગે છે અને અસલમ-શબીરના 1,60,000/- માંગે છે. આ પૈસાની ઉઘરાણી માટે તે કમિટીવાળી મને ખૂબ જ માનસિક ત્રાસ આપે છે. આ કારણને લીધે હું ડિપ્રેશનની બીમારી લાગી ગઈ છે. એ મને અવારનવાર માનસિક ત્રાસ આપ્યો છે અને વધી પણ ગયો છે. તે ફોન પર ધાક-ધમકી તેમજ Atlas સોસાયટીમાં આવી મારા ઘરની નીચે ઉભા રહીને ગાળાગાળી તેમજ ગમે તેવા શબ્દો બોલે છે. કામકાજ કરી ઘરે પરત આવતી વખતે રસ્તામાં રોકીને પણ ગાળો ભાંડે છે અને મારી નાખવાની ધમકી પણ આપેલ હતી. અને એક દિવસ રાત્રે મને માર પણ માર્યો હતો, મારો છોકરો મને બચાવવા વચ્ચે પડ્યો તો તેને પણ જાનથી મારી નાખવાની ધમકી બધાયની સામે આપેલી હતી. મેં 122 પર કોલ કરીને પોલીસ બોલાવી હતી પણ એવી બધું ઓળખાણ હોઈ તે વખતે પોલીસ મારું નિવેદન લીધા વગર તેમજ કહેવાથી પાછી ચાલી ગઈ હતી. હું અને મારી ફેમિલી બહુ ડરી ગયા છીએ અને મારાથી પૈસા આવી શકે એવી પોઝિશન નથી. તે રોજે-રોજ ફોન કરી તેમજ સોસાયટીમાં આવીને પૈસાની માંગણી કરે છે તેમજ ધાક-ધમકી આપે છે. 24/2/24ના દિવસે તેણે મને મારવા બહારથી માણસો પણ બોલાવ્યા હતાં, જેની પાસે રિવોલ્વર તેમજ ઘાતક હથિયારો હતા. જુનેદ એવું કહેતો હતો કે, હું તારા ટુકડે ટુકડા કરી નાખીશ તો પણ કોઈ મારું કંઈ બગાડી નહીં શકે, કેમકે ઝુબેર ઓરાવાળા પોલીસ ડિપાર્ટમેન્ટમાં મોટા મોટા ઓફિસર સાથે ઓળખાણ છે તે બધાને ખબર છે મારી હવે મારી પાસે મરવા સિવાય કોઈ પણ વિકલ્પ બચતો નથી એનો ત્રાસ સહન થતો નથી મારું આપઘાત કરી રહ્યો છું. કેમકે હું જીવતો રહું તો એ મને ખોટા કેસોમાં ફસાવી તેમજ મારા છોકરાના ઘર B-106ની પણ માંગણી કરે છે. એ ઘર મારા છોકરાનું છે. મારી પાસે જે કંઈ પણ હતું એ મેં મારા પિતાનું અને સાસરિયુનું ઘર તેમજ મારી માતાના અને મારી પત્નીના તેમજ મારી છોકરીના દાગીના મેં ગિરવે મૂકીને જુનૈદ ઓરાવાળાને આખા પૈસા ચુકવેલ હતા. પણ હવે મારી પાસે કંઈ પણ બચ્યું નથી મેં મારા પૈસા મેળવીયા હતા. તેનાથી કઈક વધારે રકમ મેં લખવામાં મુકાવેલ છે અને મારા ભાઈની રકમ માટે 6 મહિનાને 15 દિવસ જેટલો વ્યાજ મેં મારી પાસેથી ચૂકવાયો. હવે મારી પાસે કંઈ પણ બચ્યું નથી સિવાય મને આપઘાત. મારી આ હાલત માટે ફક્તને ફક્ત જુનેદ હુકુમ ઓરાવાળા જ જવાબદાર છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપા ચૂંટણી માટે AAPના 75 ઉમેદવાર જાહેર:2021માં પાર્ટીએ 27 બેઠક જીત હતી, બાકીના 45ની જાહેરાત હવે કરાશે
    Next Article
    ઠેબા બાયપાસ પાસે કાર-રિક્ષા અકસ્માત:રિક્ષામાં સવાર મુસાફરો સહિતના ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, ભયંકર ટક્કરના કારણે કારની બોનેટ તૂટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment