Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમલપિયાલી:મળવું એ છુટ્ટા પડવાનો પ્રારંભ છે

    4 days ago

    વિનોદ જોશી તારાથી છુટ્ટા પડવું એટલે... રૂબરૂ આવ ને, વિગતવાર કહીશ... - હરદ્વાર ગોસ્વામી વાત તો મળવાની અને છુટ્ટા પડવાની જ છે. કહેવાઈ છે પણ બહુ સીધી-સાદી રીતે. આમ જુઓ તો અહીં કશું વિશિષ્ટ નથી. પણ કવિતા તો કવિતા છે. તેની સામાન્યતામાં પણ અદીઠ એવું કશુંક પલાંઠી લગાવીને બેઠું હોય છે. સહૃદય ભાવકે તેને પામી લેવાનું હોય છે. મળવું અને છુટ્ટા પડવું એ લગીરે નાનીસૂની ઘટના નથી. મળ્યાં પછી જેઓ પરસ્પર મળ્યાં હોય તે બંનેમાં કશુંક બદલાયું હોય છે. કશુંક ઉમેરાયું હોય છે. એ પરિવર્તન કે ઉમેરણનું પરસ્પર બયાન કરવા માટે ફરી મળવું જરૂરી બને છે. તે વખતે વળી કશુંક બદલાય છે. વળી કશુંક ઉમેરાય છે. અને આમ મળવા અને છુટ્ટા પડવાનો સિલસિલો બંનેને વારંવાર પરસ્પર કશુંક સંપડાવતો રહે છે. કાવ્યનાયક અહીં `તારાથી’ એમ કોઈકને કહીને વાત આરંભે છે. વાત સાંભળનાર પ્રત્યક્ષ નથી તેની આપણને ખબર છે. એ કોણ હશે તેનીય ખબર નથી પડતી. પણ ધારી લઈએ કે કોઈ પ્રિયપાત્ર હોય. આટલું ધારી લીધા પછી છુટ્ટા પડવાનો અર્થ સમજાવવા માટે એ મોં ખોલે છે, પણ કશું કહી શકતો નથી. કહેવું તો છે, પણ કહેવાતું નથી. કદાચ જે કહેવું છે તેને માટે તેની પાસે કોઈ ભાષા જ નથી. એવું લાગે કે જે કહેવું છે તેને માટેની ભાષાની શોધમાં એ સરી પડ્યો! પણ એ ભાષા એને ન જ સાંપડી. જોકે, એક ઉકેલ મળી આવ્યો અને તે છુટ્ટા પડવું એટલે શું તે વાત રૂબરૂમાં સમજાવવાનો. આપણને એ સવાલ થાય કે છુટ્ટા પડવું એટલે શું તે સમજાવવા માટે પ્રિયતમાને રૂબરૂ મળવાથી એને ભાષા સાંપડશે? જે કહેતાં કહેતાં જીભ અટકી ગઈ હતી તે શું એનાથી કહી શકાશે? પણ પ્રેમાળ ઇજન આપીને એ પ્રિયતમાને રૂબરૂ આવવા નિમંત્રે છે. છુટ્ટા પડવું એટલે શું તે પોતે કહી શકશે તેવો એને ભરોસો છે. પણ આપણને તો તરત જ સમજાઈ જાય છે કે રૂબરૂ આવે ત્યારે એ પ્રિયતમા બારાક્ષરીમાં બંધાયેલી નહીં પણ તે સિવાયની ભાષાથી છુટ્ટા પડવું એટલે શું તે સમજશે. કાવ્યનાયકે કશું કહેવું પણ નહીં પડે. `મરીઝ’ લખે છે : `એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.’ શબ્દોવિહોણા એ સંગમાં કશું સંક્ષિપ્તમાં નથી કહેવાતું. આપણો આ કાવ્યનાયક પણ કહે છે કે `વિગતવાર કહીશ..’ કવિની ખૂબી તો જુઓ! એ વિગતો આપણે પણ કહી શકીએ તેવો અવકાશ એમણે આપણા માટે ખુલ્લો મૂકી દીધો. કવિ પ્રહ્લાદ પારેખ એક કાવ્યમાં કહે છે : `ઉરે હતી વાત હજાર કે’વા કિન્તુ નહીં ઓષ્ઠ જરીય ઊઘડ્યા; મળી મળી નેન વળી જતાં ફરી, અકથ્ય શબ્દે વદી વાત ઉરની.’ જે ખરું કહેવાનું છે તે તો હંમેશાં શબ્દવિહોણું હોય છે. જ્યારે ભાષા નિષ્ફળ જાય ત્યારે જ ખરું કહેવાનું શરૂ થતું હોય છે. અને તેનો પિંડ શબ્દોનો નથી હોતો પણ ભાવનો હોય છે. છુટ્ટા પડવાની વેદના રૂબરૂમાં બોલાવીને કહેવાનો તરીકો આમ તો ચતુરાઇ છે. ફરી ફરીને મળવાનો તેમાં મનસૂબો છે. દયારામે એક પદમાં આ વાત બહુ સરસ રીતે કરી છે. પોતાને અડતાં રોકતી ગોપી કૃષ્ણને કહે છે કે તું મને અડીશ તો હું શ્યામ થઈ જઈશ. કૃષ્ણ કહે છે કે તો હું ગોરો થઈ જઈશ. પણ આપણે ફરી પાછાં મળશું એટલે બંનેને પોતપોતાનો રંગ મળી જશે. ફરીવાર મળવાનો આ કીમિયો પ્રેમની ઉત્કટતાથી ભર્યો ભર્યો છે. કવિ કદાચ એ જાણે છે કે મળવું એ છુટ્ટા પડવાનો પ્રારંભ છે. અને સામે છેડેથી એ પણ એટલું જ સાચું છે કે છુટ્ટા પડવાને કારણે જ મળવાની ઝંખના જન્મે છે. મરીઝ’ને ફરી ટાંકું : `બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ’ મિલન અને વિયોગની મીમાંસા કરવામાંથી તો કોણ બચ્યું છે? સહુએ બંને છેડેથી પોતાની હોડી હંકારી હોય છે. પણ બંનેએ મળવાનું તો ક્યાંક વચ્ચે જ થતું હોય છે. અહમદ ફરાઝની જાણીતી પંક્તિ છે : `આ ફિર સે મુઝે છોડ કે જાને કે લિયે આ ...’ સહુએ વિગતવાર કશુંક કહેવું હોય છે. પણ કોઇથી કહી શકાતું નથી. કવિથી પણ નહીં. કવિ કહે તો આ રીતે કહે. પણ વિગતો તો આપણે ઉકેલવાની.
    Click here to Read More
    Previous Article
    અક્ષરનો અજવાસ:રંગભૂમિ-સાહિત્યના અદ્વૈતનું અજવાળું: ચં. ચી. મહેતા
    Next Article
    વિસ્મય:તે દિવસે વછૂટેલો ફુવારો પછી સદીઓ સુધી દુનિયાને દોડતી અને લડતી રાખવાનો હતો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment