Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપ્તાહિક ભવિષ્યફળ:કર્ક, કન્યા અને કુંભના જાતકોને સારું આર્થિક વળતર મળે

    1 week ago

    મેષ (અ. લ. ઈ.) નોકરી, રોજગારીમાં બરકત આવશે. આર્થિક સ્થિતિ મજબૂત બને. ઔદ્યોગિક ગૃહોની નિકાસ વધે. શેરબજારના વ્યાવસાયિકો માટે મંદીમાં નફો બુક કરવાની તક મળશે. મીડિયા અને ફિલ્મ ક્ષેત્રે ફાયદો થાય. અનાવશ્યક ખર્ચ વધે. સંતાનનું સુખ મળે. સ્વાસ્થ્યને લઇ ચિંતા વધે. તા. 05-11-12 પદ પ્રતિષ્ઠા. તા. 08 શરીર પીડા. વૃષભ (બ. વ. ઉ.) નાણાકીય દૃષ્ટિએ આ સપ્તાહ લાભદાયક પુરવાર થશે. લાંબા સમયથી અટવાયેલાં કામ આગળ વધશે. મહેનતનું યોગ્ય નાણાકીય અવેજ મળી રહેશે. સુખ, ભોગ અને સમૃદ્ધિનાં નવાં સાધનો ઊભાં કરી શકશો. સ્થિર મિલકતથી લાભ મળશે. માતા-પિતાની તબિયતનું ધ્યાન રાખવું. તા. 05-06-07 શત્રુવિજય. તા. 09 નિરુત્સાહ. મિથુન (ક. છ. ઘ.) કારકિર્દીમાં સફળતા મળશે. પદ-પ્રતિષ્ઠામાં વધશે. કાયદાકીય પ્રશ્નો ઉકેલાય. બંધનમાંથી મુક્તિ મળે. બિઝનેસ વધે. ભાગીદારી પેઢીઓ માટે સારો સમય છે. રાજકીય ક્ષેત્રે કામ કરનારાઓએ પ્રતિષ્ઠા જાળવવી પડે. કાર્યક્ષેત્રમાં વાણીમાં કડવાશ ન આવે તે જોવું. અકારણ ચિંતાનાં વાદળો મન પર છવાઇ જાય. તા. 05 આરોગ્ય ચિંતા. કર્ક (ડ. હ.) લક્ષ-સિદ્ધિ માટે અનુકૂળ સંજોગો ઊભા થશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સંજોગોનું નિર્માણ થાય. આર્થિક વૃદ્ધિ થાય. નવા વાહનનો યોગ થાય. વિદેશમાં નિકાસલક્ષી બાબતોનો પ્રશ્ન હલ થશે. કાયદાકીય બાબતોમાં કેસ વધુ ગૂંચવાય. વાદવિવાદથી દૂર રહેવું. તા. 06 વિચારવાયુ. તા. 08-09-10 પ્રવાસ યાત્રા. સિંહ (મ. ટ.) આર્થિક સ્થિતિ સુધરે. માન સન્માન અને પ્રતિષ્ઠા વધે. નાણાકીય રોકાણોમાંથી ફાયદો થાય. જૂનાં દર્દમાં ફાયદો થાય. સ્વાસ્થ્ય સુધરે. આકસ્મિક ધનલાભ થઇ શકે. શૈક્ષણિક ક્ષેત્રે ફાયદો થાય. ભાગીદારીમાં પ્રગતિ થાય. સ્વમાનભંગ ન થાય તે જોવું. અકસ્માતથી સાચવવું. તા. 05-10-12 સુખપ્રાપ્તિ. તા. 07 આળસ. કન્યા (પ. ઠ. ણ.) વ્યાપાર-વ્યવસાયમાં વધારો થાય. રોજગારીની સમસ્યામાંથી માર્ગ મળશે. નોકરીમાં વેતન વધે. આર્થિક સ્થિતિ મજબૂત બને. વૈવાહિક જીવનની મુશ્કેલીઓમાં રાહત અનુભવાશે. વ્યવસાયમાં જરાસરખી બેદરકારી આપને નિષ્ફળ બનાવી શકે છે. કોઈ અજાણ્યો ભય કે અસુરક્ષા અનુભવાય. તા. 05-06-07 સુખવર્ધક. તા. 10 અસુખ વર્તાય. તુલા (ર. ત.) શત્રુ અને સ્પર્ધામાં વિજય થાય. નોકરિયાત વર્ગ માટે પ્રગતિકારક રહેશે. લાંબા સમયથી બીમારીમાંથી સાજા થવાશે. પરિવારની વૃદ્ધિ થાય. નવા સંબંધો સાકાર થાય. વ્યાવહારિક ગૂંચ ઉકેલાય. સંતાનની પ્રગતિ થાય. મોટા ઉદ્યોગો વિકસે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. તા. 05-08-09 નિજાનંદ. તા. 11 હતાશા. વૃશ્ચિક (ન. ય.) મહેનતનું ફળ મળે. આર્થિક લક્ષ્ય પાર પાડી શકશો. સન્માન મળે. મિલકતમાં કરેલાં રોકાણો આર્થિક રીતે સહાયભૂત થાય. મેડિસીન અને ટેક્નિકલના વિદ્યાર્થીઓને સારું પરિણામ મળે. સંબંધોમાં ઉતાર-ચડાવ આવે. સંતાન સંબંધી ચિંતા રહે. સરકારી કામકાજના નિયમોનું પાલન કરવું. તા. 05 ઉચાટ. તા. 06-07-10 પ્રસન્નતા. ધન (ભ. ધ. ફ. ઢ.) ધન-સંપત્તિમાં વૃદ્ધિ થાય. અટકેલાં કામો અને વ્યાવહારિક ગૂંચ ઉકેલાય. માતા-પિતાના આરોગ્યને લઈ સારા સમાચાર મળશે. અભ્યાસ, કારકિર્દી, વ્યવસાયમાં પ્રગતિ થાય. વિદેશ સંબંધી કાર્યોમાં સફળતા મળે. આકસ્મિક ધનલાભ થઇ શકે. કાર્યસ્થળે ક્રોધ ઉપર કાબૂ રાખવો. તા. 06 ખર્ચાળ. તા. 08-09 -10 આનંદમય. મકર (ખ. જ.) વહીવટી દૃષ્ટિએ ધાર્યું કામ પાડી શકશો. મક્કમતાથી નિર્ણયો લઇ શકાય. તબીબી ક્ષેત્રે કામ કરતા ડોક્ટર અને વિક્રેતાઓ માટે સફળતાસૂચક સમય રહેશે. શેરબજારમાં સારું કાઠું કાઢી શકશો. તંદુરસ્તી સુધરે. હરીફો તરફથી ટક્કર ઝીલવી પડે. મનોબળ મજબૂત રા‌ખવું. પગની સમસ્યાથી સાચવવું. તા. 07-10-11 કાર્ય ઉત્સાહ. તા. 08 નિરુત્સાહ. કુંભ (ગ. શ. સ.) નોકરિયાતોને રોજગારીનો નવો અવસર મળે સાથે સાથે જવાબદારીઓનું પણ વહન કરવું પડે. ધાર્યા કરતાં સારું આર્થિક વળતર મળે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. આંખ અને દાંતની સમસ્યાથી સાચવવું. સંતાન ઈચ્છા ફળે. વાણી ઉપર સંયમ રાખવો. ધનહાનિ બચવું. તા. 07-08-09 લાભદાયક. તા.11 સ્ટ્રેસ વર્તાય. મીન (દ. ચ. ઝ. થ.) નાણાકીય સમસ્યાથી મુક્ત થવાય. વિરોધી તત્ત્વો પર કાબૂ મેળવી શકશો. સોના-ચાંદીના સોદામાં ઉછાળો આવે. માતા-પિતાનું સુખ વધે. વ્યાકુળતા વધે. ખોટો નિર્ણય ન લેવાય તે ખાસ જોવું. આરોગ્યનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશરના દર્દીઓએ વધારે કાળજી રાખવી. તા. 07 કાર્ય અવરોધ. તા. 09-10-11 કાર્યસિદ્ધિ. અહીં આપેલું ભવિષ્ય કથન ચંદ્ર રાશિ આધારિત છે. સચોટ ફળકથન માટે જાતકે જન્મકુંડળી ધ્યાનમાં રાખવી. (તા. 05-04-2026 થી તા. 11-04-2026).
    Click here to Read More
    Previous Article
    વિકાસની વાટે:અપેક્ષા મુજબનું કામ ન થયું હોય તેનો શું કરવું?
    Next Article
    એક વાર્તા:સ્કૉલરશિપ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment