Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક વાર્તા:સ્કૉલરશિપ

    1 week ago

    મનોજકાકા,આપણા વિરેનકાકા એક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે, જે ગરીબ હોશિયાર વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ આપે છે?’ ‘હા,પણ તારે ક્યાં સ્કૉલરશિપ લેવાની છે?’ ‘કાકા, મારે નહીં, પણ. મારી કૉલેજમાં એક આર્થિક રીતે નબળી એક છોકરી માટે જોઇએ છે.મને તે માટે કોઈ દાતા શોધી દેવા મારા પ્રોફેસરે ભલામણ કરી છે.’ ‘ઠીક છે, લે આ ફોર્મ, તેમાં જરૂરી વિગતો, માર્ક્સશીટની ફોટોકોપી અને પ્રોફેસરનો ભલામણ પત્ર લઈ આવજે.’ સુનીલે બધું તૈયાર કરી મનોજભાઈને આપ્યું. મનોજભાઈએ તે વિરેન ભાઈને મોકલી દીધું. વિરેનભાઈએ પંદર હજારનો ચેક છોકરીના ખાતામાં નાખી દીધો. નાણાં જમા થઈ ગયાં તેવી જ છોકરી સુનીલ પાસે આવી. સુનીલે કહ્યું, ‘આભારથી કામ નહીં ચાલે, પાર્ટી આપવી પડશે.’ બંને જણ એક જાણીતી હોટેલમાં ગયા. જોગાનુજોગ વિરેનભાઈને એ જ હોટલમાં બે મહેમાનોને લઈ આવવાનું થયું. વિરેનભાઈને સુનીલ સંબંધી થતો હોઈ ઓળખી ગયા. તેની સાથે જે છોકરી હતી તે તેણે સ્કોલરશિપના ફોર્મમાં ફોટો હતો એ જ છે કે કેમ તેની ખાતરી કરી લીધી. વિરેનભાઈએ વાતોમાં ગુલતાન બંનેનો વિડીયો ઉતારી લીધો. બીજે દિવસે વિરેનભાઈ બજારમાં નીકળ્યા તે જોઈ મનોજભાઈએ પોતાના શો રૂમમાં બોલાવ્યા. સુનીલ પણ નાણાં જમા થઈ ગયાના સમાચાર આપવા આવ્યો. વિરેનભાઈએ સુનીલને તેના પપ્પાના સમાચાર પૂછીને તેને તેમને ફોન લગાવવાનું કહ્યું. સુનીલે ફોન લગાવ્યો. વિરેનભાઈ થોડે દૂર ગયા. તેણે તેને પંદર હજાર રૂપિયા સાથે લેતા આવવાનું પણ કહ્યું. થોડીવારમાં સુનીલના પપ્પા ત્યાં પહોંચી ગયાં. સુનીલના પપ્પાએ વિરેનભાઈને દૂર બોલાવી નાણાં આપી દીધા. મનોજભાઈએ આઈસ્ક્રીમ મગાવ્યો. ત્રણેય મિત્રો વિડીયો જોઈ હસી રહ્યા હતા. સુનીલ આને ઔપચારિકતા માની જોઈ રહ્યો હતો. બીજે દિવસે સુનીલના પપ્પાએ સુનીલને કૉલેજમાંથી ઉઠાડી લીધો ને પોતાના ધંધામાં જ ગોઠવી દીધો. - પુષ્કરરાય જોષી
    Click here to Read More
    Previous Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:કર્ક, કન્યા અને કુંભના જાતકોને સારું આર્થિક વળતર મળે
    Next Article
    IPLમાં આજે બીજી મેચ RCB vs CSK:ચેન્નઈ સીઝનની પોતાની બંને મેચ હારી, જોકે હેડ ટુ હેડમાં બેંગલુરુ સામે રેકોર્ડ જોરદાર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment