Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસની વાટે:અપેક્ષા મુજબનું કામ ન થયું હોય તેનો શું કરવું?

    1 week ago

    હસમુખ પટેલ આપણે જીવનમાં ઘણાં કામો આદરીને પૂરાં કરતાં હોઈએ છીએ. વિદ્યાર્થી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરે, રમતનો ખેલાડી મેચ અથવા શ્રેણી પૂરી કરે, એવરેસ્ટ આરોહક શિખર સર કરી પરત આવે, કંપની કોઈ પ્રોજેક્ટ પૂરો કરે, લગ્ન કે એવો કોઈ પ્રસંગ પૂર્ણ કરીએ વગેરે. ભૌતિક દુનિયામાં આ કામો પૂર્ણ થઈ ગયાં હોય પરંતુ મનની દુનિયામાં તે ચાલ્યાં જ કરતા હોય છે. પૂર્ણ કરેલાં કામમાં બધું જ આપણી ઈચ્છા કે અપેક્ષા મુજબ ન થયું હોય. ઘણીવાર આપણે નિષ્ફળ થયા હોઈએ. કોઈએ વચન આપ્યા મુજબ કે આપણી અપેક્ષા મુજબ સાથ ન આપ્યો હોય કે પોતાની ભૂમિકા ન ભજવી. આપણે અમુક ચીજ જે રીતે કરવા માગતા હોઈએ તે રીતે ન કર્યું હોય વિગેરે બાબતો આપણા મનમાં જગ્યા રોકીને બેઠી હોય છે. તેને કારણે આપણા મનમાં ફરિયાદ, અપરાધભાવ, નિષ્ફળતાનો અફસોસ કે વસવસો, અધૂરપ કે અપૂર્ણતાની લાગણી હોય છે. જ્યાં સુધી આ બધી બાબતો પૂર્ણ ન થાય ત્યાં સુધી ભલે ભૌતિક જગતમાં કામ પૂર્ણ થઈ ગયું હોય મનોજગતમાં કબજો કરીને બેઠી હોય છે. તે આપણને આગળ વધવામાં અવરોધરૂપ બને છે. તેમાંથી મુક્ત થવા માટે હું એક પ્રક્રિયા સૂચવું છું. કાર્ય દરમિયાન કરેલી સારી ચીજો, સિદ્ધિઓ અને સફળતાને નોંધ લઈ તેમાં યોગદાન આપનાર પોતે તથા અન્યોના ફાળાની નોંધ લઈ શાબાશી આપવી. સારું થયું હોય તેની કદર કરીએ તે તો બરાબર પણ અપેક્ષા મુજબનું કામ ન થયું હોય તેનો શું કરવું? તેની પણ નોંધ લઈ તેને પણ પૂર્ણ જાહેર કરવું. તેમાં પોતાના, અન્યના કે સંજોગોનો દોષ જોવાને બદલે માત્ર તેમને પૂર્ણ જાહેર કરવાના. કોઈને થશે કે જે સરખું થયું નથી તેને પૂર્ણ જાહેર કરવાથી શું ફેર પડે? તે બરાબર થયું નથી તે તો હકીકત છે, તે થોડી બદલવાની છે? તમે કલ્પના નહીં કરી હોય તે હદે બદલાઈ જશે. અત્યાર સુધી તે તમારા મગજની જગ્યા રોકીને બેઠી હતી. તે ખાલી થઈ જશે. હવે તમારું મન સંપૂર્ણ આઝાદી સાથે નવું કરવા માટે સક્ષમ બનશે. આ માત્ર નિષ્ફળતામાં જ ઉપયોગી થાય છે તેવું નથી સફળતા પણ મનમાં જગ્યા રોકીને બેસી રહે તો ભવિષ્યમાં નડી શકે. ચૂંટણીમાં નિષ્ફળ જનાર રાજકીય પક્ષ નિષ્ફળતાને પૂર્ણ ન કરે તો તે નિરાશામાંથી બહાર નીકળી ફરી કામે ન લાગી શકે એ જ રીતે ચૂંટણીમાં વિજય મેળવનાર પક્ષ પણ વિજયને પૂર્ણ ન કરે તો તે પછીની ચૂંટણીમાં આગળના વિજયના નશામાં જ રાંચતો રહે અને જોઈએ તેટલી મહેનત ન કરે. પૂર્ણતાની પ્રક્રિયામાં સફળતા અને નિષ્ફળતાની નોંધ લેવા ઉપરાંત નિષ્ફળતાનાં કારણો જાણી ભવિષ્યમાં તે નડે નહીં તે માટે શું કરવું તેનો સમાવેશ થાય છે. એ જ રીતે તેમાં થયેલ સારી બાબતો ભવિષ્યમાં કઈ રીતે ઉપયોગી થાય તેનું પણ આયોજન કરવાનો પૂર્ણતાની પ્રક્રિયામાં સમાવેશ થાય છે. મારું અનુમાન છે કે, ‘ઓપરેશન સિંદૂર’માં ભારતે જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો તે પછી ભારતીય રક્ષા દળોએ સારું કામ કરનારને બિરદાવવા ઉપરાંત પૂર્ણતાની આખી પ્રક્રિયા કરી હશે. તેના પાઠો નોંધ્યા હશે. આવનાર દાયકામાં દેશની સુરક્ષા માટે શું કરવાની જરૂર છે તેની ચર્ચા કરી હશે અને કરવા માટેનું આયોજન કર્યું હશે. આપણે ત્યાં ઘણા સમાપન કાર્યક્રમમાં માત્ર વાહ વાહ થાય છે. વાહ વાહ બહુ મહત્ત્વની છે. તેનાથી જેમણે કામ કર્યું છે તેમનો ઉત્સાહ વધે છે. ભવિષ્યમાં પણ સારું કરવાનું મન થાય છે. તેમનામાંથી બીજાને પણ પ્રેરણા મળે છે. શરૂ કરેલાં કેટલાંક કામો આપણે પૂર્ણ કરી શકતાં નથી. તેને કારણે નિરાશા વ્યાપી જાય છે તેને કારણે નવું કરવાની ઈચ્છા થતી નથી અથવા તો આ નવા કાર્ય માટે જોઈએ તેટલી ઊર્જા જન્મતી નથી કારણ કે નિષ્ફળતાની ભાવના, અફસોસ કે વસવસો મનનો કબજો લઈને બેઠા હોય છે. નિષ્ફળતાના કિસ્સામાં પણ અગાઉ સફળતાના પ્રસંગ માટે વર્ણવી છે અદલ તેવી જ પ્રક્રિયા કરવાની થાય. અધૂરપ, નિષ્ફળતા ફરિયાદ બધાને પૂર્ણ કરવાની સાથે તેમાં પણ જે સારું થયું હોય તેની નોંધ લઈ શાબાશી આપવાનું કામ પણ થવું જ જોઈએ. ગમે તેવી નિષ્ફળતામાં પણ અમુક અમુક બાબતમાં સારું કામ કર્યું જ હોય છે. તેની નોંધ લેવાથી આપણને સારું લાગે છે. આપણને ખબર પડે છે કે આપણે માનતા હતા તેટલું ખરાબ આપણે ખરેખર કર્યું નથી. સફળ થયા હોઈએ કે નિષ્ફળ ગયા હોઈએ, કામ પૂર્ણ કર્યું હોય કે અધૂરું છોડ્યું હોય તેને પૂર્ણ જાહેર કર્યા વિના પૂર્ણ ઊર્જા સાથે નવું કરવું શક્ય નથી. પૂર્ણતાના માધ્યમથી નવસર્જનની દિશામાં ડગ માંડીએ.
    Click here to Read More
    Previous Article
    શો-ટાઈમ:‘ધુરંધરઃ ધ રિવેન્જ’ વિશે સ્પૉઇલર ફ્રી વાતો!
    Next Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:કર્ક, કન્યા અને કુંભના જાતકોને સારું આર્થિક વળતર મળે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment