Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શો-ટાઈમ:‘ધુરંધરઃ ધ રિવેન્જ’ વિશે સ્પૉઇલર ફ્રી વાતો!

    1 week ago

    પાર્થ દવે ઠીક સમય પછી કોઈ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. ઠીક સમય પછી, કોઈ ફિલ્મ જોયા પહેલાં એ વિશે કશું જ જાણવાનું મન નહોતું થતું. ઠીક સમય પછી કોઈ ફિલ્મના સ્પૉઇલરથી ખરેખર ડર લાગતો હતો. સ્પૉઇલર્સ એટલે કે ફિલ્મ કે પુસ્તકમાં આવતા મહત્ત્વના વળાંક વિશે જાહેર કરી દેવામાં આવતી વાર્તા! અને જેના કારણે પહેલીવાર જોનાર વ્યક્તિ માટે રોમાંચ કે રહસ્યનું તત્ત્વ મરી જાય. સ્પૉઇલર્સ કોઈ પણ ફિલ્મના ન આપવા જોઈએ, પણ ડિજિટલ જમાનામાં તે શક્ય નથી. લોકો થિએટરમાં મહત્ત્વનાં દૃશ્યો મોબાઇલથી શૂટ કરે છે અને તે સોશિયલ મીડિયા પર મૂકે છે! ‘ધુરંધર’ના સર્જક આદિત્ય ધરે ખાસ પોસ્ટ મૂકી હતી કે ફિલ્મની મજા બધા લઈ શકે એ માટે ખાસ તેની વાર્તા બહાર જાહેર ન કરશો, પણ તમામ લોકોને સમજાવવા અશક્ય છે. ‘ધુરંધર’ના બંને ભાગનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ તેનું સ્ટોરી-ટેલિંગ છે. માટે જો ભૂલથી પણ ફિલ્મના મહત્ત્વના વળાંકો વિશે ખબર પડી ગઈ હોય તો પણ મજા એકદમ કરકરી નથી થતી. ફિલ્મમાં દૃશ્યો એક પછી એક એ રીતે રજૂ થાય છે કે રોમાંચ તત્ત્વ બરકરાર રહે. હવે રહેમાન ડકૈત (અક્ષય ખન્ના) નથી. હમઝા અલી મઝારી (રણવીર સિંહ) ટ્રેનિંગ લીધા બાદ, જાસૂસી માટે હમઝા તરીકે પાકિસ્તાનમાં પ્રવેશે છે. તેની એક બૅકસ્ટોરી છે. તે ખરેખર જસકિરત સિંહ રંગી છે. પાકિસ્તાનમાં હમઝા, ડકૈતની ગૅન્ગમાં ભળે છે. એક પછી એક આંતકીઓનો ખાત્મો કરે છે. તે જીતતો રહે છે. અને તેમ છતાંય સતત હારતો રહે છે! ફિલ્મના અંતિમ દૃશ્યો કાબિલેદાદ છે. ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ની શરૂઆત જ બદલાથી થાય છે, પણ તે રાજકીય નથી, અંગત છે. ત્યાર બાદ ફિલ્મની વાર્તા આગળ વધે છે. લૉકેશન, ઍડિટિંગ, સિનેમૅટોગ્રાફી, પ્રોસ્થેટિક મેક-અપ અને બ્રુટલ ઍક્શન કોરિયોગ્રાફીઃ આ તમામ મોરચે ‘ધુરંધર’ અવ્વલ છે. સંગીત અને બૅકગ્રાઉન્ડ સ્કૉરની વાત અલગથી થઈ શકે તેમ છે. ટેક્નિકલ પાસામાં ક્યાંય ઊણપ નથી. આ બધા ઉપરાંત રાઇટિંગ ડિપાર્ટમેન્ટમાં આદિત્ય ધરે અફલાતૂન કામ કર્યું છે. સોશિયલ મીડિયામાં ‘પીક ડિટેલ્ડ બાય આદિત્ય ધર’ નામનાં હજારો મીમ્સ તેની શાહેદી પૂરે છે. હમઝા અન્ય જાસૂસ સાથે ચા પીતાં-પીતાં પોતાની વાત કહે છે અને પછી તેને પૂછે છે કે તમે ક્યાંથી છો? ત્યારે એ વ્યક્તિ કહે છે કે સમય આવશે ત્યારે ચોક્કસ કહીશ અને એ સમય, સખત કૅઓસ વચ્ચે આવે છે અને એક ડાયલૉગમાં તે પોતાની વાર્તા કહી દે છે! બે વખત હમઝા અને તે જાસૂસ સાથે બેસે છે. બંને વખત બૅકગ્રાઉન્ડમાં જૂનું ગીત વાગે છે; અદભુત છે! હૌંસલા. ઈંધણ. બદલા. આ ત્રણ શબ્દો ઘૂમરાય છે થિએટર અને દર્શકોના મસ્તિષ્કમાં. બદલો અજય સન્યાલ (આર. માધવન)નો પણ છે. તેને કોઈ કહી ગયું હતું કે તમારાથી કંઈ જ નહીં થાય! ઉખાડી લો જે ઉખાડવું હોય તે. તે ‘શોલે’ના ‘ઠાકુર’ની માફક, એક ગુનેગારને પકડે છે. તૈયાર કરે છે અને મોકલે છે બદલો લેવા. પણ અહીં ‘સબર’ અને ‘નજર’ રાખવાની છે. વાસ્તવિક રીતે અહીં જાસૂસ કામ કરે છે. વચ્ચે વચ્ચે હકીકતમાં ઘટેલી ઘટનાઓ દર્શાવાય છે. ઉરી, મોદી, પંજાબમાં ડ્રગ્સ, નોટબંધી, રામ મંદિર.. આવતા રહે છે. ફિલ્મ પૂરી થયા બાદ બે વખત ઍન્ડ ક્રેડિટ્સ છે અને હજુ પણ અઢળક મટિરિયલ્સ ધરસાહેબ પાસે પડ્યું હશે! ખાસ તો જસકિરત સિંહ રંગીની ટ્રેનિંગનાં દૃશ્યો દમદાર છે. આઈ. બી.ના ડેપ્યૂટી ડાયરેક્ટર સુશાંત બંસલ (માનવ ગોહિલ) તમામને ટ્રેનિંગ આપે છે. સમજાય છે કે કેમ નાયક આટલો ખૂંખાર છે. કઈ રીતે તે બબ્બર શેર બન્યો છે. ઘટનાઓ વાસ્તવિક આવે છે, પણ તેને વાઘાં કલ્પનાનાં પહેરાવાયાં છે. સમય, વ્યક્તિ, અમુક ટ્વિસ્ટમાં ઝોલ છે, પણ મેકિંગ એટલું મજબૂત છે કે બધું જ નજરઅંદાજ થશે. *** 2010માં ‘બૅન્ડ બાજા બારાત’થી શરૂઆત કરનારા, ત્યારે પહેલીવાર જોતા ન ગમે તેવા ચહેરાવાળા રણવીર સિંહે પોતાના પર પ્રચંડ કામ કર્યું છે. તેની ચોથી ફિલ્મ ‘લૂંટેરા’થી એ કન્ફર્મ થયું કે આ લાંબી રેસનો ઘોડો છે. અને પછી મળ્યા સંજય લીલા ભણસાલી! ‘રામ-લીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ રણવીર સિંહની કરિયરના સારા પરફૉર્મન્સ છે. બીજી બાજુ ઝોયા અખ્તરની ‘દિલ ધડકને દો’ અને ‘ગલ્લી બૉય’ આવે છે. ‘ગલ્લી બૉય’માં રૅપર મુરાદ અહમદના રોલમાં રણવીર સિંહે કન્ટ્રોલ્ડ, બારીક અભિનય કર્યો હતો. પિતા વિજય રાઝ સાથેનાં દૃશ્યો હોય કે પ્રેમિકા બનેલી આલિયા ભટ્ટ સાથેના, આ ફિલ્મમાં રણવીર સિંહનું પાત્ર મસાલા – સુપરસ્ટારનુમા નહોતું. જે રીતે ‘ધુરંધર’ એકમાં પણ તે કન્ટ્રોલ્ડ દેખાયો હતો. ‘ધુરંધર: ધ રિવેન્જ’માં હમઝા ઉપર જે મર્યાદાઓ હતી સબર કરવાની ને નજર રાખવાની તે હટે છે અને શરૂ થાય છે રૌદ્ર અને બીભત્સ રસ. ‘ધુરંધર: ધ રિવેન્જ’ ઇન્ટરવલ બાદ ઝડપ પકડે છે. પહેલા ભાગ કરતાં વધારે ગાળો અને હિંસક દૃશ્યો છે. ફિલ્મ ઍડલ્ટ (પુખ્ત વયના માટે) છે. માટે હિંસાત્મક અને બીભત્સ રસવાળી ફિલ્મો જોવી ગમતી હોય તેમણે જ જોવી. દેશ માટે ગુમનામીમાં જીવતા ને લડતા જાસૂસ કઈ રીતે પોતાની પાછલી જિંદગી ભૂંસી નાખે છે ને વર્તમાન જિંદગી બાળી નાખે છે તે આદિત્ય ધુરં‘ધરે’ દર્શાવ્યું છે. આર. માધવન, અક્ષય ખન્ના, સંજય દત્ત, રણવીર સિંહ, ગૌરવ ગેરા સિવાયના પણ તમામ નાના-મોટા કલાકારોનું કાસ્ટિંગ પરફેક્ટ છે. કલાકારોના કાસ્ટિંગની જેમ અહીં રીતસરનું સૉન્ગ્સનું કાસ્ટિંગ થયું છે! ‘Fa9la’ – ફ્લિપરાચીની જેમ અહીં અલ્ગેરિયન સિંગર ખાલેદનું ‘દીદી’ છે. ઉપરાંત ‘થાનેદાર’નું ‘તમ્મા તમ્મા…’, ‘ત્રિદેવ’નું ‘તિરછી ટોપીવાલે…’, ‘હમ’નું ‘જુમ્મા ચુમ્મા…’, ‘દિલ’નું ‘હમ પ્યાર કરને વાલે…’, ‘અલગ અલગ’નું ‘કભી બેકસી ને મારા…’ અને ‘અંગારે’નું ‘મુઝે ઝિંદગી ને મારા…’ આટલાં જૂનાં ગીતો આ ફિલ્મમાં પ્લેસ કરાયાં છે! આ ઉપરાંત ‘મૈં ઔર તૂ…’ અને ‘ફિર સે…’ ઑરિજનલ ગીતો છે. ‘મૈં ઔર તૂ…’ પણ જાણે કોઈ ઑલ્ડ વિન્ટેજ સૉંગ હોય એ રીતે ક્રિએટ કરાયું છે!
    Click here to Read More
    Previous Article
    મજાતંત્ર:યુદ્ધ વચ્ચે... વાહ ક્યા કેરોસીન હૈ
    Next Article
    વિકાસની વાટે:અપેક્ષા મુજબનું કામ ન થયું હોય તેનો શું કરવું?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment