Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મજાતંત્ર:યુદ્ધ વચ્ચે... વાહ ક્યા કેરોસીન હૈ

    1 week ago

    ચેતન પગી એંસીના દાયકાની મસાલા ફિલમમાં જેને મરી ગયેલો ધારી લેવામાં આવતો હતો એવો હીરો ઓચિંતો જીવતો થઈને વિલન ટોળકીને શૉક આપે એ જ રીતે કેરોસીનનું પુનરાગમન થયું છે. આપણે ભલે ઈરાનથી હજારો કિલોમીટર દૂર હોઈએ પણ યુદ્ધના કારણે મોંઘવારી નામની મિસાઇલ ઓલરેડી આપણા દેશ પર ત્રાટકી ચૂકી છે. થેંક્સ ટૂ ડોનાલ્ડ ટ્રમ્પ અને એના બિનસત્તાવાર બૉસ બેન્જામિન. આ બંને જણાએ મળીને લોકોને કૂલુ, મનાલી કે લેહ-લદાખના બદલે કેરોસીન, એલપીજીની કતારમાં ઊભા કરી દીધા છે અને જેમના ઘરે પાઇપ વાટે ગેસ આવે છે એ લોકો ‘વાહ ક્યા કેરોસીન હૈ’ બોલીને મોજ લઈ રહ્યા છે. માથે ડાઇ કરીને ફરવા જવાના અભરખા પર માથે પડેલી લડાઈએ પાણી ફેરવી દીધું છે. એવું લાગી રહ્યું છે જાણે આપણે ફુલ સ્પીડે પાછળ જઈ રહ્યા છીએ! આમ જ ચાલ્યું તો થોડા વરસમાં ‘આપણે’ શરીરે પાંદડાં પહેરતાં થઈ જશું અને પત્થર ટીચીને અગ્નિ કેવી રીતે પેટાવી શકાય એ યૂ-ટ્યૂબ પર જોઈને શીખવા માંડીશું. ‘આપણે’ એટલે આપણામાંથી જે જીવતા બચ્યા હશે એ. કોરોના પછી યુદ્ધ એક એવી ‘મહામારી’ છે જેમાં એકમાત્ર ટ્રમ્પ મોંઢે માસ્ક બાંધી લે તો આખી દુનિયાને અશાંતિના ચેપમાંથી મુક્તિ મળી શકે એમ છે. પણ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ? ભારતમાં મિડલ ક્લાસ માણસનું ટૂ-વ્હીલર તેની આખી આવરદામાં જેટલા યુ-ટર્ન મારતું હશે એનાથી વધારે યુ-ટર્ન ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા બે વરસમાં મારી ચૂક્યા છે. ટ્રમ્પ જે બોલે છે એનાથી તદ્દન ઊંધુ કરે છે. સારું છે એ અમેરિકાનો પ્રમુખ છે શેરીના નાકે બેસી રહેતા બાપા નથી. નહીંતર ‘ફલાણી શેરી ક્યાં આવી?’ એવા સવાલના જવાબમાં રાહદારીઓને ખોટે રસ્તે ચડાવી દેત. ઈરાન સામે યુદ્ધ છેડનાર ટ્રમ્પે અડધી લડાઈએ યુરોપના દેશો સામે બાંયો ચઢાવી દીધી છે. શટલ રિક્ષાવાળો જુદાં-જુદાં સ્ટેશને પેસેન્જર ઉતારતો જાય એમ અમેરિકાએ લૉન્ચ થયા પછી જુદા-જુદા દેશમાં બોમ્બ ફેંકી આવે એવી મિસાઇલ વિકસાવવાની તાતી જરૂરિયાત છે. ડોનાલ્ડ ટ્રમ્પને એપ્રિલ ફૂલ બનાવવા માટે બીજાની જરૂર નથી. એ જાતે જ પોતાને એપ્રિલ ફૂલ બનાવ્યા કરે છે. આ રમતમાં કંટાળી જાય ત્યારે એ બેન્જામિન નેતન્યાહુને બોલાવી લે છે. જો કે એકવાત સ્વીકારવી પડે. ટ્રમ્પ ગુજરી જશે પછી લોકો એટલું તો જરૂર કહેશે કે અમેરિકાના પ્રમુખ તરીકે એ માણસ ભલે ગમે એવો હતો પણ દિવસમાં ચાર વાર પ્રેસ કોન્ફરન્સ જરૂર કરતો હતો. અને જવાબ ભલે ગમે એવા આપે પણ પત્રકારોને સવાલ પૂછવા દેતો હતો, પણ સવાલોના મનફાવે એવા જવાબો આપવાની ટ્રમ્પ જેવી છૂટ બધાને હોતી નથી. જો ટ્રમ્પ જેવી છૂટ બધાને મળતી હોત તો ચાર રસ્તે લાઇસન્સ માગનાર ટ્રાફિક પોલીસને લોકો પાંચમા ધોરણનું પ્રગતિપત્રક પકડાવી દેતા કે આવકનો પુરાવા માગનાર ઇન્કમટેક્સ વિભાગમાં લગ્નની કંકોતરી અપલૉડ કરી દેતા, પણ અમેરિકાવાળા કે આપણાવાળાને જ સવાલો ગમતા નથી એવું નથી. મિડલ ક્લાસના માણસનું આખું જીવન એ ડરમાં વીતે છે કે ક્યાંક કોઈ કશું પૂછી ના લે? એને રસ્તા પર પોલીસવાળા કે ઑફિસમાં બૉસ કશું પૂછી લેશે એવો ફફડાટ હંમેશાં રહે છે. ખિસ્સામાં પાકું લાઇસન્સ હોય તો પણ ખાખી વર્દીધારી લાઇસન્સ માગે તો પણ ધ્રૂજી જાય એનું નામ મિડલ ક્લાસ માણસ. ‘તમારું નામ રમેશભાઈ?’ એવા સવાલના જવાબમાં મિડલ ક્લાસના મોટા ભાગના લોકોનો પ્રત્યુત્તર ‘હા, કેમ શું થયું?’ એ જ હોય છે. વહુને સાસુ કશું પૂછે એ ગમતું નથી, વિદ્યાર્થીને શિક્ષક પૂછે એ ગમતું નથી, શિક્ષકને ‘કેટલા ફોર્મ ભર્યા કે કેટલા ઘરનો સરવે કર્યો’ એવું સરકાર પૂછે એ ગમતું નથી. સરકારને સવાલો પૂછતા પત્રકારો ગમતા નથી. પત્રકારોને ‘સમાચાર ક્યારે છપાશે’ એવું કોઈ પૂછે એ ગમતું નથી. હવે તો વધુ પડતા સવાલો કોઈ પૂછે એ એ. આઇ.ને પણ ગમતું નથી. નેતાલોગને બંદૂકની ગોળી કરતા સવાલની વધુ બીક લાગતી હોય છે. એમનું ચાલે તો બુલેટપ્રૂફ જેકેટની જેમ સવાલપ્રૂફ જેકેટ પણ પહેરી લે. હા, એમાં ગમતા સવાલો માટે જગ્યા રાખવી પડશે. જેમ કે, તમે કેરી ચૂસીને ખાવી ગમે કે સમારીને?
    Click here to Read More
    Previous Article
    એન્કાઉન્ટર:કોઇ પૂછે, ‘કેમ છો’ ના જવાબમાં ‘મજામાં’ જ કેમ કહેવાય છે?
    Next Article
    શો-ટાઈમ:‘ધુરંધરઃ ધ રિવેન્જ’ વિશે સ્પૉઇલર ફ્રી વાતો!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment